મદીરાપાનના શોખીનો માટે ખાસ ટિપ્સ, જાણો ડ્રિંક પહેલા શું ખાશો?

Posted By:
Subscribe to Oneindia News

આજકાલની યંગ જનરેશન માત્ર મોજમસ્તીથી જીવવાનું પસંદ કરે છે. તેમને એ બરાબર રીતે ખ્યાલ હોય છે કે તેઓ જે કરે છે તેનું પરિણામ શું આવશે તેમ છતાં તેઓ તે કરતા હોય છે. હવે દારુને જ લઇ લો, તેમને ખબર હોય છે કે ડ્રિંક કરવાથી કોઇ ફાયદો નથી થતો, પરંતુ શરીરને નુકસાન જ થાય છે છતાં પણ તેમને દારુ પીવો ગમતો હોય છે.

આ અંગે એક્સપર્ટ જણાવે છે કે જો કોઇ વ્યક્તિ ડ્રિંક કરવા જઇ રહ્યો છે તો તેને પોતાનો ખ્યાલ રાખતા કેટલાંક સ્પેશિયલ ફૂડ ખાવા જોઇએ. જેથી તેના શરીર પર આલ્કોહોલની અસર ઓછામાં ઓછી થાય. આ પ્રકારના આહારથી પેટને પણ ફાયદો થાય છે, અને દારૂના કારણે થતા નુકસાનથી રાહત મળે છે.

એટલું ધ્યાન રાખવું કે દારૂ પીધા પહેલા આપનું પેટ ખાલી ના હોય, અને આપ કેટલોંક હેલ્ધી ખોરાક દારૂ પીતા પહેલા આરોગી લો. ડ્રિંક કરતા પહેલા નીચે સૂચવેલા ફૂડનું સેવન કરવું જેથી આપને કોઇ શારિરીક સમસ્યા ના થાય અને હેંગઓવરથી પણ બચી શકો...

મદીરાપાન કરતા પહેલા શું ખાશો?

અથાણું

અથાણું

અથાણું એક હેલ્ધી ફૂડ હોય છે, જેને દારૂનું સેવન કર્યા પહેલા ખાવાથી આરામ મળે છે. આનાથી હેન્ગઓવર થતું નથી. કારણ કે અથાણામાં ઇલેક્ટ્રોલાઇટ્સ અને સોલ્ટી બ્રાઇન હોય છે.

બદામ

બદામ

બિયર પીવો કે વોડકા... આલ્કોહોલ લેતા પહેલા બદામ જરૂર ખાવો. આનાથી શરીરમાં શક્તિ આવશે. બદામમાં ભરપૂર માત્રામાં વિટામિન હોય છે. જે પેટને મજબૂત બનાવે છે જેથી દારૂ પીધા બાદ પેટ પર પડનાર આડ અસર ઓછી થઇ શકે.

નાગફની

નાગફની

આપને જાણીને આશ્ચર્ય થશે પરંતુ એ સત્ય છે કે દારૂના સેવન પહેલા નાગફનીનું જ્યૂસ પીવાથી દારૂ પીધા બાદ પેટમાં જે બળતરા થાય છે તે આનાથી દૂર થાય છે. માટે ડ્રિંક કરતા પહેલા અડધો ગ્લાસ કૈક્ટસનો જ્યૂસ ચોક્કસ પીવો જોઇએ.

હમ્મસ

હમ્મસ

જ્યારે આપ દારૂનું સેવન કરો છો ત્યારે આપના શરીરને વિટામિન બીની સૌથી વધારે જરૂરીયાત રહે છે. એક્સપર્ટનું માનવું છે કે હમ્મસ સૌથી હેલ્ધી ફૂડ હોય છે. તેમાં પ્રાકૃતિક રીતે વિટામિન બી હોય છે જે દારૂની આડ અસરને દૂર કરે છે.

એવોકૈડો

એવોકૈડો

ઘણા લોકોને કૂદરતી ક્રીમીવાળું આ ફૂડ પસંદ આવતું નથી. જોકે, આને દારૂ પીતા પહેલા ખાવાથી આરામ મળે છે અને હેંગઓવર જેવી સમસ્યા સર્જાતી નથી.

ચીજ

ચીજ

ચીજ અથવા પનીર, એક સારુ અને હેલ્ધી વિકપ્લ છે જેને દારૂ પીતા પહેલા લેવાથી હેંગઓવર થતું નથી. પછી ભલેને આપ ગમે તેટલા પેગ લગાવી લો.

એસ્પરાગસ

એસ્પરાગસ

એસ્પરાગસ એક હેલ્ધી ફૂડ છે જેમાં ભરપૂર માત્રામાં અમીનો એસિડ હોય છે. આ એમીનો એસિડ આલ્કોહોલનું મેટાબોલ્જિમ કરવામાં મદદ કરે છે અને પેટને સુરક્ષિત રાખે છે. આને ચોક્કસ ટ્રાય કરીને જુઓ.

ઓલિવ ઓઇલ

ઓલિવ ઓઇલ

જો આપ દારૂ પીધા પહેલા એક ચમચી ઓલિવ ઓઇલ પી લેશો તો દારૂ પીધા બાદ થતો હેંગઓવર નહી થાય. ઓલિવ ઓઇલ, શરીરમાં જઇને આંતરડા પર એક સ્થર જમાવી દે છે જેના કારણે દારૂના કારણે પેટમાં થળી બળતરા થતી નથી.

દૂધ

દૂધ

એક ગ્લાસ દૂધ અથવા અડધો ગ્લાસ દૂધ પણ, દારૂ પીધા પહેલા લેવાથી ફાયદાકારક હોય છે. આનાથી શરીરને તાકાત મળે છે, અને આલ્કોહોલ લીધા પહેલા હેલ્ધી ફૂડ લેવાથી યોગ્ય રહે છે.

ફળ

ફળ

ફળોમાં વિટામિન અને પ્રોટીન ભરપૂર માત્રામાં મળી આવે છે. આમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરમાં ફ્લૂએડ્સને સંતુલિત રાખે છે. તેના સેવનથી આલ્કોહોલના કારણે થતા હેન્ગઓવરથી બચી શકાય છે.

English summary
You should always know that what type of foods to eat before drinking alcohol so that you can prevent hangover. Best thing to eat before drinking is mention here...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.