તમે એ વાતને સારી રીતે જાણતા હશો કે તમારા માટે કયું ભોજન સારું છે, જેમ કે, તાજા ફળ અને શાકભાજી, પરંતુ શું તમે એવા ભોજન અંગે જાણો છો કે જે તમારા માટે મોતને દાવત આપી શકે છે? કદાચ નહીં, કારણ કે આ વેગવંતી અને આધુનિક જીવનમાં આપણે સમય અને વિશ્વ સાથે પોતાના જીવનના તાલમેલને સાચવવા માટે જાણતા અજાણતા અનેક એવી વસ્તુઓ આરોગી લેતા હોઇએ છીએ, જે લાંબા સમયે આપણે માટે ઘાતક સાબિત થઇ શકે છે.
આવા અસ્વસ્ત ભોજનથી અનેક ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્દભવે છે. ખાસ કરીને ત્યારે જ્યારે આપણે તેનું નિયમિત સેવન કરતા હોઇએ છીએ. શું તમે જાણવા નહીં ઇચ્છો કે આવા ભોજન કયા કયા છે, તો ચાલો તસવીરો થકી જાણીએ કે કયા ભોજન આપણા માટે મોતની દાવત સમાન સાબિત થઇ શકે છે.

લો-ફૈટ ફૂડ
ઘણા લોકો આ પ્રકારનું ફૂડ ખરીદતા હોય છે, જેના પર લો-ફેટ લખેલુ હોય છે. તેઓ વિચારે છેકે તેનાથી તેઓ સ્વસ્થ રહેશે, જો કે તે સાચું નથી અને આ ફૂડમાં ફેટ ઓછું કરવા માટે અનેક જોખમી કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ શરીર માટે ઘણા નુક્સાનકારક હોય છે અને સમયની સાથે તમારા સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે.

માર્જરીન(નકલી અથવા કુત્રિમ માખણ)
લોકો બટની અપેક્ષામાં માર્જરીનને પસંદ કરે છે, કારણ કે તેમાં કોલેસ્ટેરોલ નથી હોતું, પરંતુ તમારે તેના આઇએસ પર ધ્યાન આપવાની જરૂર છે. માર્જરીનમાં મોટી માત્રામાં ટ્રાન્સ ફેટ મળી આવે છે, જે તમારા બ્લડ વેસલને નુક્સાન પહોંચાડી શકે છે, તેમજ કોલેસ્ટેરોલને પણ વધારે છે.

ફ્રૂટ જ્યુસ
અનેક લોકો એવુ માને છે કે, ફ્રૂટ જ્યુસ પીને તેઓ સ્વસ્થ રહેશે, પરંતુ ખરા અર્થમાં તે શરીર માટે ઘણું ખરાબ છે. તેમાં મોટા ભાગે માત્ર કુત્રિમ ફ્લેવર જ નથી હોતી પરંતુ તેમાં કોઇ પણ પ્રકારના ફળ પણ નથી હોતા. તે સુગર અને અન્ય કેમિકલમાંથી બનેલા હોય છે. તેનાથી મોટાપા સહિત અને બીજી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે.

સંસાધિત માંસ
સંસાધિત માસમાં મળી આવતા કેમિકલથી કોલોન કેન્સર સહિત અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. સાથે જ તે સુગર, નમક અને ફેટથી ભરેલા હોય છે. જેનાથી મોટાપા અને ડાયાબિટિસનું જોખમ રહે છે. સારું રહેશે કે તમે માંસને ઘર પર તૈયાર કરો.

એનર્જી બાર
એનર્જી બારને એ પ્રકારે પ્રચારિત કરવામાં આવે છે કે તે એ લોકો માટે હેલ્થી સ્નેક્સ છે જે પોતાનું વજન ઓછુ કરવા માગે છે અને ફિટ રહેવા માગે છે. પરંતુ લોકો બાર પર લખેલા ન્યુટ્રીશનલ ઇન્ફોર્મેશનને વાંચતા નથી. ભલે તેમાં વધુમાં વધુ પ્રોટિન કેમ ના હોય પરંતુ તેમાના અનેક સુગર અને ફેટમાંથી બનેલા હોય છે.

ફ્રોજન ડિનર અને લન્ચ
આમ તો ફ્રોજન ફૂડ ઘણા સુવિધાજનક હોય છે, પરંતુ તેના માટે તમે કેટલી કિંમત આપી શકો છો? ફ્રોજન ફૂડ ભલે કેરોલીથી ઓછા હોય, પરંતુ તેમાં મોટી માત્રામાં સોડિયમ મળી આવે છે.

ડૉનટ
મીઠા ડૉનટ બ્રેકફાસ્ટમાં લેવા કોને પસંદ નહીં હોય, તેનો સ્વાદ ભલે સારો હોય પરંતુ સુગર, ફેટ, ટ્રાન્સ ફેટ અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર હોય છે.

સોડા
નિયમત સોડાનું સેવન સુગરનો મોટો સ્ત્રોત છે. સાથે જ તેમાં કેટલાક એવા કેમિકલ પણ હોય છે, જેનાથી અનેક પ્રકારના કેન્સરનું જોખમ રહેલું છે. તેમાં પોષણ જરા પણ હોતુ નથી અને ડાયાબિટિસનો ખતરો રહે છે.

બટેકાની ચિપ્સ
મોટાભાગની ચિપ્સ એક્રીલેમાઇડથી બનેલી હોય છે. આ ત્યારે બને છે જ્યારે ફૂડને વધુ તાપમાનમાં ગરમ કરવામાં આવે છે. આ કેમિકલ કેન્સર સાથે જોડાયેલા હોય છે અને તે મોતને આમંત્રણ પણ આપી શકે છે.