For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Take Care! ઓફિસમાં કામ કરનારને હંમેશા થઇ જાય છે આવી બિમારીઓ!

|
Google Oneindia Gujarati News

એ વાત બિલકૂલ સાચી છે કે ઓફિસમાં કામ કરનારાઓને ઘણી બધી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઇ જાય છે. બેક પેઇનથી લઇને તણાવ સુધી અને તણાવથી લઇને હૃદયની બિમારી સુધી ઓફિસમાં કામ કરનારાઓને થઇ જાય છે.

એ વાત પણ સાચી છે કે વર્કિંગ લોગો પણ પોતાના સ્વાસ્થ્યને લઇને એટલા બધા ચિંતિત નથી હોતા જેટલું તેમને હોવું જોઇએ. જેના કારણે તેમણે અનિચ્છનીયરીતે પણ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ જેલવી પડે છે. ઉદાહરણ તરીકે જોવામાં આવે તો ઓફિસ જનારા લોકો પોતાની દીનચર્યાનું યોગ્ય ધ્યાન નથી રાખતા અને યોગ્ય ખોરાક પણ નથી લેતા.

યોગ્યરીતે ના ખાવાના કારણે ઓફિસમાં કામ કરનારાઓમાં મેદસ્વીપણુ અને મહિલાઓમાં એનીમિયા વગેરે જેવી બિમારીઓ થઇ જાય છે. આ ઉપરાંત બિલકુલ પણ વ્યાયામ નહીં કરવાના કારણે પણ શરીરમાં દુ:ખાવો, બ્લડ સર્ક્યુલેશન આખા શરીરમાં ના થવું, થાક અને માથાનો દુ:ખાવો થવો સામાન્ય વાત છે. આજકાલ તો લોકો રાતની શિફ્ટમાં પણ કાર્ય કરવા લાગ્યા છે, જેના કારણે અનિદ્રાની સમસ્યા અને તણાવની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.

આવો જાણીએ કે વર્કિંગ એટલે ઓફિસમાં કામ કરનારા લોકોને કઇ-કઇ સ્વાસ્થ્યને લગતી બિમારીઓનો સામનો કરવો પડી શકે છે.

ગળાનો દુ:ખાવો

ગળાનો દુ:ખાવો

કમ્પ્યુટરની સામે વધારે વાર સુધી બેસવાના કારણે ગળામાં પેઇન ચાલુ થઇ જાય છે. માટે આપના ગળાને સ્ટ્રેચ કરવાની સલાહ આપવામાં આવે છે જેના કારણે માંસપેશીયો થાકે નહી અને દુ:ખાવો પણ ના રહે.

આંખોમાં બળતરા

આંખોમાં બળતરા

કંમ્પ્યુટર અથવા લેપટોપ પર લાંબા સમય સુધી કામ કરવાથી આંખો સુકાઇ જાય છે. આનાથી આંખો લાલ પડી જાય છે અને તેમાં બળતરા થવા લાગે છે. એટલા માટે તમારી આંખોને સ્ક્રીનથી બે મિનિટ માટે હટાવી લેવી જોઇએ.

ભૂખ ના લાગવી

ભૂખ ના લાગવી

જ્યારે આપ સવારે ઓફિસ માટે ખાધા વગર ભાગો છો, તો તેનાથી આપની ભૂખ મરી જાય છે. અને તે ધીરે ધીરે આપની આદત બની જાય છે, અને જ્યારે આપ ભરપેટ જમી લો છો તો અપચાની સમસ્યા બની જાય છે.

અપચો

અપચો

કહેવાય છે કે ખાવાનું જમી લીધા બાદ આપે થોડું ચાલવું જોઇએ. ક્યારેક આપ જ્યારે ભરપેટ જમી લો છો, તો હરવા ફરવા વગર બેસીને કામ કરવામાં મુશ્કેલી આવી જાય છે, જેના કારણે અપચો થઇ જાય છે.

ફાંદ નીકળવી

ફાંદ નીકળવી

ઓફીસમાં બેઠાબેઠા જંકફૂડ ખાવાથી પેટ નીકળવાનું શરૂ થઇ જાય છે. આને દૂર કરવા માટે ફૈટઠ આહાર અને સલાડ વગેરેને પોતાના જીવનનો ભાગ બનાવો.
6:

માથાનો દુ:ખાવો

માથાનો દુ:ખાવો

કામનું પ્રેશર ખૂબ જ હેરાનગતીઓને લાવી દે છે. જેમ કે માથાનો દુ:ખાવો. ઓફીસમાં કામ કરતા ઘણા લોકોને માઇગ્રેનની સમસ્યા થઇ જાય છે. માટે વધારે સ્ટ્રેસ ના લો અને યોગાસન અને ધ્યાન કરો.

તણાવ

તણાવ

તણાવ લેવાથી ઘણીબધી બિમારીઓ ઘર કરી જાય છે. તણાવથી માત્ર શારીરિક બિમારી જ નહીં પરંતુ માનસિક બિમારી પણ થઇ જાય છે.

અનિંદ્રા

અનિંદ્રા

આ બિમારી ખૂબ જ સામાન્ય છે. વર્કિંગ પીપલ મોડી રાત સુધી કામ કરે છે અને યોગ્ય રીતે આરામ નથી કરતા હોતા. કામ જરૂરી છે પરંતુ તેના કરતા વધારે જરૂરી છે આપની ઊંઘ, જેને પૂરતા પ્રમાણમાં લેવી જરૂરી છે.

કમરનો દુ:ખાવો

કમરનો દુ:ખાવો

ખોટી રીતે કલાકો સુધી બેસવાના કારણે કમરનો દુ:ખાવો શરૂ થઈ જાય છે. જે ઘણા મહીનાઓ સુધી રહે છે. હંમેશા ખુર્શી પર બેસો અને કમ્પ્યુટરનું કિબોર્ડ વધારે ઉપર નહીં અને વધારે નીચે નહીં એવી રીતે રાખવું.

English summary
It is true that working people are more prone to suffer from health problems. From back pain to stress, there are en number of health problems that linger around the working people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X