
Health Tips : બેડ કોલેસ્ટ્રોલને કારણે આવે છે હાર્ટ એટેક! આ રીતે કરો દુર
Health Tips : શરીરમાં દરેક વસ્તુની માત્રા અમુક હદ કરતા વધી જાય તો નુકસાનકારક સાબિત થાય છે. આવી જ રીતે કોલેસ્ટ્રોલ વધવું એ મોટી સમસ્યા છે. બેડ કોલેસ્ટ્રોલ વધવા માટે અનિયમિત આહાર, ખરાબ જીવનશૈલી, મેદસ્વીતા, ધૂમ્રપાન જેવી ઘણી બાબતો જવાબદાર છે.
લોહીમાં કોલેસ્ટ્રોલ જોવા મળે છે, જે મીણ જેવો પદાર્થ છે. તંદુરસ્ત કોષો અને હોર્મોન્સ બનાવવા માટે શરીરને તેની જરૂર છે. જો શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય, તો અનેક જીવલેણ રોગોનો ખતરો વધી જાય છે. આ સાથે વર્તમાન સમયમાં હાર્ટ એટેક, જ્ઞાનતંતુના રોગ, હાર્ટ સંબંધિત સમસ્યા અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ વધી રહી છે.

હાર્ટ એટેક
બેડ કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે. ઉલ્લેખનીય છે કે, લોહીની નસોમાં બેડ કોલેસ્ટ્રોલ જમા થાય છે, જેના કારણે લોહી બ્લોક થઈ જાય છે. જે લોકો ધૂમ્રપાન કરે છે, જેઓ હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસના દર્દી છે, તેમને હાર્ટ એટેકનું જોખમ વધુ રહે છે.

આહારમાં સામેલ કરો કઠોળ
તમારે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ, જેથી બેડ કોલેસ્ટ્રોલ તમારા શરીરમાંથી બહાર નીકળી જાય. આ હેતુમાટે તમે તમારા આહારમાં કઠોળનો સમાવેશ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, તમામ પ્રકારની કઠોળમાં સંતૃપ્ત ચરબીની માત્રા ઘણીઓછી હોય છે. આ સાથે જ તેમાં કોલેસ્ટ્રોલ ઘટાડતા ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. તમામ કઠોળમાં પ્રોટીનનું પ્રમાણ બદલાય છે. આવીસ્થિતિમાં ખરાબ કોલેસ્ટ્રોલથી છૂટકારો મેળવવા માટે તમે તમારા આહારમાં કઠોળનો સમાવેશ કરી શકો છો.

બદામ ખાવાથી ઘટે છે બેડ કોલેસ્ટ્રોલ
બહુ ઓછા લોકો જાણતા હશે કે, બદામ કોલેસ્ટ્રોલ ઘટાડવાનો રામબાણ ઉપાય છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તે એક સારું અને હેલ્ધી ડ્રાય ફ્રુટમાનવામાં આવે છે. બદામમાં હેલ્ધી ફેટ હોય છે, જે હાર્ટને ફિટ રાખવામાં મદદ કરે છે.

આહારમાં સામેલ કરો ઓટ્સ
આ સિવાય જો તમે વધતા કોલેસ્ટ્રોલથી પરેશાન છો તો તેને ઘટાડવા માટે ઓટ્સનું સેવન કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, કોલેસ્ટ્રોલઘટાડવા માટે ઓટ્સ એક ઉત્તમ વિકલ્પ છે.