For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જરા સંભાળીને! આપનું કમ્પ્યુટર આપને હોસ્પિટલભેગા ના કરી દે

|
Google Oneindia Gujarati News

કમ્પ્યુટર પર સતત બેસી રહેનાર જીવનશૈલી અને અનિયમિત શારીરિક ગતિવિધિઓના કારણે યુવાનોમાં બેક પેઇન અને ગળાના દુ:ખાવાની ફરિયાદ વધી રહી છે. વેબસાઇટ 'ફીમેલ ફર્સ્ટ ડોટ કો ડોટ યુકે' અનુસાર બ્રિટિશ કાઇરોપ્રેક્ટિક એસોસિએશન તરફથી કરવામાં આવેલા એક ઉપભોક્તા અનુસંધાનમાં જણાવવામાં આવ્યું કે 16થી 35 વર્ષની ઉંમરના 65 ટકા લોકો ગળા અને પીઠના દુ:ખાવાથી પીડીત હોય છે, અને લગભગ દર ત્રીજા વ્યક્તિને એક મહીનાથી વધારે દુ:ખાવો રહે છે. ઘણાબધા કાઇરોપ્રેક્ટર્સે એ જાણ્યું છે કે યુવાનોમાં ગળા અને પીઠના દુ:ખાવામાં વધારો થઇ રહ્યો છે.

બીસીએના કાઇરોપ્રેક્ટર ટિમ હચફુલે જણાવ્યું 'અમે જોઇ રહ્યા છે 35થી ઓછી ઉંમરના યુવાનોમાં બેક પેઇન અને નેક પેઇનમાં વધારો થઇ રહ્યો છે કારણ કે તેઓ મોડે સુધી બેસી રહે છે. યુવાનોને સક્રિય રહેવાની મહત્તા સમજવી જરૂરી છે અને જો તેમને દુ:ખાવો હોય તો વિશેષજ્ઞની મદદ લેવી જોઇએ.'

જ્યારે કમ્પ્યુટર અને ઇન્ટરનેટની લત યુવાનોમાં કમર અને ગળાના પેઇનમાં વધારો કરી રહી છે. જેની પાછળ કમ્પ્યુટરનો પ્રયોગ કરતી વખતે આપણી બેઠક વ્યવસ્થા ઘણે અંશે અસર કરે છે. જો પીસીનો ઉપયોગ કરતી વખતે આપણે આપણી બેસવાની પદ્ધતિને સુધારી લઇએ તો આ બેક પેઇનમાંથી ઘણી હદ સુધી છૂટકારો મેળવી શકાય છે.

આવો તસવીરોના માધ્યમથી જોઇએ કેવી હોવી જોઇએ આપણી બેઠક પદ્ધતિ...

કેવી રીતે બેસવું?

કેવી રીતે બેસવું?

કમ્પ્યુટર યુઝ કરતી વખતે તસવીરમાં આપેલી યોગ્ય પોઝિશન પ્રમાણે બેસો.

 સારી અને નરસી બેસવાની પદ્ધતિ

સારી અને નરસી બેસવાની પદ્ધતિ

એક્સ-રેમાં જોઇ શકો છો સારી અને ખરાબ પોઝિશનથી બેસવાનું પરિણામ.

સતત બેસી રહેવું

સતત બેસી રહેવું

સતત ત્રણ કલાક સુધી પીસી સામે ના બેસો વચ્ચે રિલેક્સ થયા કરો.

 ડોક્ટરનો સંપર્ક કરો

ડોક્ટરનો સંપર્ક કરો

જો બેક પેઇન તમને રોજ થતો હોય તો તુરત ડોક્ટરનો સંપર્ક કરો.

આંખોનું જતન કરો

આંખોનું જતન કરો

સતત પીસી સામે બેસવાથી આંખો પર પણ અસર કરે છે. વચ્ચે રિલેક્સ કરો અને આંખોને પાણી વોશ કર્યા કરો. જેનાથી આંખો ફ્રેશ રહેશે.

કેવી રીતે બેસવું?
કમ્પ્યુટર યુઝ કરતી વખતે તસવીરમાં આપેલી યોગ્ય પોઝિશન પ્રમાણે બેસો.

સારી અને નરસી બેસવાની પદ્ધતિ
એક્સ-રેમાં જોઇ શકો છો સારી અને ખરાબ પોઝિશનથી બેસવાનું પરિણામ.

સતત બેસી રહેવું
સતત ત્રણ કલાક સુધી પીસી સામે ના બેસો વચ્ચે રિલેક્સ થયા કરો.

ડોક્ટરનો સંપર્ક કરો
જો બેક પેઇન તમને રોજ થતો હોય તો તુરત ડોક્ટરનો સંપર્ક કરો.

આંખોનું જતન કરો
સતત પીસી સામે બેસવાથી આંખો પર પણ અસર કરે છે. વચ્ચે રિલેક્સ કરો અને આંખોને પાણી વોશ કર્યા કરો. જેનાથી આંખો ફ્રેશ રહેશે.

English summary
How to avoid back pain, neck pain and eye pain while using computer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X