For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવા માટે આટલું ચોક્કસ કરો

|
Google Oneindia Gujarati News

[લાઇફસ્ટાઇલ] હાલમાં દેશમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થઇ રહ્યો છે, જેના કારણે લોકો લૂ લાગવા અને ડિહાઇડ્રેશનનો શિકાર થઇ રહ્યા છે. એવામાં વિશેષજ્ઞોની સલાહ છે કે પોતાની ખાવાપીવાની આદતો પર વિશેષ ધ્યાન આપો, જેથી કાળજાળ ગરમીમાં પણ શરીરમાં ઇમ્યુનિટી બની રહે.

ન્યૂટ્રિશિયન અંકિતા મેહરા કહે છે કે ગર્મીઓમાં માનવ શરીરમાંથી પ્રસ્વેદ વધારે નિકળવાને કારણે ઇલેક્ટ્રોલાઇટનુ પ્રમાણ અસંતુલિત થઇ જાય છે. એટલા માટે ભોજન પહેલા ફળ અને શાકભાજીની તાસીર જાણી લેવી જરૂરી છે. જો આ આવતનું ધ્યાન રાખવામાં નહીં આવ્યું તો ગરમ ફળોના સેવનથી આપના શરીરમાં વિભિન્ન બીમારીઓ થઇ શકે છે.

અંકિતાનું કહેવું છે કે વર્કિંગ લોકો માટે રોગ પ્રતિકારક ક્ષમતા વધારી રાખવી જરૂરી છે, કારણ કે તેમણે દિવસભર બહારના માહોલમાં રહેવાનું છે. તેમણે જણાવ્યું કે તેમને ધ્યાનમા રાખતા લોકોએ ગરમીમાં દૂધ, તમામ પ્રકારના ફ્રૂટશેક્સ, જ્યૂસ, ફળ, સ્પ્રાઉટ્સ, ઓટ્સ, પૌઆ વગેરેનો આહાર લેવો જોઇએ.

જ્યારે લંચમાં દાળને પ્રમુખતાથી સામેલ કરવી જોઇએ. આની સાથે જ આપ તેમાં સીઝનલ લીલા પાનવાળી શાકભાજી જેમકે, બીંસ વગેરે બે અથવા ત્રણ ચપાતી અને ભરપૂર સલાડ લો.

તેમણે જણાવ્યું કે ડિનરમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવે કે રાત્રે ભારે અને વધારે ખાવાનું ના ખાવ. રાત્રે ખાવામાં રેસેદાર શાકભાજી, બે ચપાતી અને સલાડ લઇ શકો છો. જો રોટલી ખાવાનું મન ના હોય તો આપ ખીચડી ખાઇ શકો છો.

આટલું ચોક્કસ કરો

આટલું ચોક્કસ કરો

ગ્રીન ટી અને કોલ્ડ કોફી લેવી જોઇએ.

ભોજન

ભોજન

ભોજનમાં હળવો આહાર જ લેવો જોઇએ.

મૌસમી ફળ

મૌસમી ફળ

મૌસમી ફળ જેવા કે - તરબૂચ, કાકડી, ખીરા, વગેરેને ચોક્કસ પ્રાથમિકતા આપવી જોઇએ.

રેસેદાર ખાદ્ય

રેસેદાર ખાદ્ય

રેસેદાર ખાદ્ય પદાર્થ ચોક્કસ ખાવા જોઇએ.

ભોજનની વચ્ચે લાંબો ગેપ

ભોજનની વચ્ચે લાંબો ગેપ

ભોજનની વચ્ચે લાંબો ગેપ ના આવવા દો.

લીંબૂપાણી

લીંબૂપાણી

બદહઝમી, અપચો કે ડિહાઇડ્રેઝન થવાની સ્થિતિમાં લીંબૂપાણી અથવા પૂદીનાપાણી ચોક્કસ પીવો.

પાણી

પાણી

ગરમીના મૌસમમાં બને તેટલું વધારે માત્રામાં પાણી પીવું જોઇએ.

દ્રવ્ય પદાર્થ

દ્રવ્ય પદાર્થ

બજારમાં મળતા અન્ય ડ્રિંકના બદલે દહી, સત્તુ, શિકંજી, નારિયેલ પાણી, લસ્સી વગેરેને પ્રાથમિકતા આપો.

બહારનું ખાવાનું ટાળો

બહારનું ખાવાનું ટાળો

આપ હંમેશા બહારનું આચળ-કૂચળ ખાતા હોવ છો જેના કારણે આપનું પેટ ખરાબ થઇ જાય છે. સ્નેક્સ ખાવાને ટાળવું જોઇએ.

ગરમ ફળો ના આરોગો

ગરમ ફળો ના આરોગો

પપૈયુ, પાઇનેપલ, ચેરી, દાડમ વગેરે ગરમ ફળો છે, ગરમીની મૌસમમાં તેનું સેવન ના કરવું જોઇએ.

લંચ

લંચ

લંચમાં લઇ ગયેલા ટિફિનને પાંચથી છ કલાકની અંદર ખાઇ લેવો જોઇએ, કારણ કે, તેને વધારે વખત પેક રાખવાથી બેક્ટેરિયા પેદા થઇ જાય છે.

ચા અને હોટ કોફી

ચા અને હોટ કોફી

ગરમીની સિઝનમાં ચા અને હોટ કોફી પણ વધારે પીવી ના જોઇએ.

ડ્રાયફ્રુટ્સ

ડ્રાયફ્રુટ્સ

મોટાભાગના ડ્રાયફ્રુટ્સમાં વસા વધારે હોય છે, માટે ગરમીઓમાં તેનું સેવન ઓછુ કરો.

English summary
Gets tips on how to prevent dehydration in summer? Dehydration is the loss of water and salts from the body. So, remember these simple tips to avoid dehydration.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X