For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ખાધા પછી નાહવું જોઇએ? જાણો વિજ્ઞાન શું કહે છે

|
Google Oneindia Gujarati News

આપણા માંથી ધણા લોકો ખાવાનું ખાધા પછી નાહતા હોય છે. ખાસ કરીને રવિવારે તો 3 વાગ્યા પહેલા નાહવાને પાપ ગણતા લોકો માંડ બે વાગે ખાતા હોય છે અને બહાર જવાની પહેલા 3 વાગે ભર બપોરે નાહતા હોય છે. અને આમ કરનારા લોકોના માતા-પિતા તેમને અનેક વાર ચેતવે છે કે ખાઇને ના નવાય પણ ખાઇને કેમ ન નવાય તે સવાલનો યોગ્ય જવાબ કોઇને પાસે નથી. અને માટે આપણે તે વાતને એક કાનેથી સાંભળીને બીજા કાને બહાર નીકાળી દઇએ છીએ.

ત્યારે આજે આ વાત વિષે અમે તમારી માટે કેટલીક રસપ્રદ માહિતી લઇને આવ્યા છીએ જેમાં ખાધા પછી નાહવું કેમ હાનિકારક છે તે વૈજ્ઞાનિક સમજ સાથે સમજાવામાં આવ્યું છે. તો જો તમે પણ ખાધા પછી ના નાહવાનું સાચું કારણ જાણવા ઇચ્છતા હોવ તો વાંચો આ આર્ટીકલ અને જાણો શું છે આમ ન કરવા માટેના કારણો...

ખાધા પછી શરીર તાપમાન થાય છે ઓછું

ખાધા પછી શરીર તાપમાન થાય છે ઓછું

વિજ્ઞાન મુજબ ખાધા પછી શરીરનું તાપમાન પડવા લાગે છે. પછી શરીરને નિયંત્રિત કરવા માટે રક્તનો પ્રવાહ શરીરના અન્ય ભાગ જેવા કે હાથ,પગ અને ચહેરાનું તાપમાન વધે છે. આવામાં જ્યારે શરીર પર પાણી પડે છે ત્યારે રક્તનો પ્રવાહ વધુ માત્રામાં ત્વચા સુધી પહોંચી છે. જેથી શરીરને ગર્મી મળે છે.

ખાધા પછી નાહવું

ખાધા પછી નાહવું

ખાધા પછી તરત નાહવાથી પેટની આસપાસનું જે રક્ત હોય છે જે ખાવાને પચવા માટે મદદ કરે છે તે શરીરના અન્ય ભાગમાં જતુ રહે છે. માટે ખાવાનું પચતા વાર લાદે છે. કે પછી ખાવાનું યોગ્ય રીતે પચતું નથી.

પાચનક્રિયા

પાચનક્રિયા

ખાવાનું પચાવવા માટે શરીરને મોટી માત્રામાં લોહીની જરૂર પડે છે. તેવામાં તમે ગરમ પાણીએ નાહવા લાગો તો રક્ત વાહિનીઓ આ ગર્મી શરીર સુધી પહોંચાડવામાં મડી પડે છે.

રક્ત વાહિકા

રક્ત વાહિકા

લોહીની જે નળીઓ હોય છે તેમાંથી મોટા પ્રમાણ લોહીનું પરિભ્રમણ થાય છે જે ખરેખરમાં શરીરના અન્ય કામોમાં બટાયેલું હોય છે. અને તમારા મગજને પમ લોહી ઓછું મળે છે. ધણીવાર આમ કરવા જતા આપણને ચક્કર પણ આવે છે. તેની પાછળ પણ લોહીની આ અછત જ જવાબદાર હોય છે.

સ્વાસ્થય માટે હાનિકારક

સ્વાસ્થય માટે હાનિકારક

આ રીતે ખાધા પછી તરત નાહવું સ્વાસ્થય માટે હાનિકારક બની શકે છે કારણ કે લોહીની અછત અને ખોરાકનું યોગ્ય રીતે ના પચવાથી તમે અસ્વસ્થ બની શકો છો. તો આવું કરવાનું ટાળો અને સ્વસ્થ રહો.

English summary
There are several reasons that make it unhealthy to take a shower or bath after having a meal of after eating. Some are also of the opinion that belief is a myth. Taking a bath after eating causes vasodilatation and increases the blood flow to your skin.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X