For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધુમ્રપાન વિશેની ખોટી ધારણાઓ, જાણવી જરૂરી છે

|
Google Oneindia Gujarati News

[સ્વાસ્થ્ય] શું આપ ધુમ્રપાન કરો છો? જો હા તો આપ જાણો છો કે સ્મોકિંગથી આપના જીવનના દસ વર્ષ ઓછા થઇ જાય છે. દુ:ખની વાત છે કે આપના આવનારા દસ બર્થડે આ સ્મોકિંગની લતના કારણે નહીં આવી શકે. જોકે સ્મોકિંગને છોડવું મુશ્કેલ તો છે પરંતુ અશક્ય નથી. જો આપ મક્કમતાથી નિર્ણય કરી લો તો આપ સ્મોકિંગ શોડી શકો છો.

જો આપ ઉંમરના કોઇપણ પડાવમાં સ્મોકિંગ છોડી દેશો તો તેનાથી આપની આયુષ્ય વધશે અને કેંસર જેવી ખતરનાખ બીમારીઓ નહીં થાય. એટલા માટે હજી પણ મોડું નથી થયું.

શું આપને ખબર છે કે આપ આપના ઘરવાળાઓની પાસે રહીને સ્મોકિંગ કરીને તેમના જીવનને પણ ખતરામાં નાખી રહ્યા છો. તેમની પર પડનાર પેસિવ સ્મોકિંગનો આ પ્રભાવ એક્ટિવ સ્મોકિંગ કરતા પણ વધારે નુકસાનકારી છે. જો આપ આપના પરિવારની સાથે એક ખુશાલ જીવન જીવવા માંગતા હોવ તો એક ઝેરીલા ધુમાળાથી દૂર રહો અને પોતાના કિંમતી ફેંફસાની રક્ષા કરો.

સિગરેટ છોડવા અંગે લોકોના મનમાં ઘણી ખોટી ધારણાઓ છે, જેના કારણે તેઓ સ્મોકિંગની લતને છોડી નથી શકતા. અમે આપને એવી જ ખોટી ધારણાઓ બતાવી રહ્યા છીએ.

માત્ર નિકોટિન જ

માત્ર નિકોટિન જ

લોકો કહે છે કે સિગરેટમાં નિકોટિન જ નુકસાનકારી છે. પરંતુ માત્ર નિકોટિન જ નહીં પરંતુ એવા હજારો હાનિકારક તત્વ સિગરેટમાં આવેલા છે. તેમાંથી 50 એવા છે જેનાથી કેંસર થઇ શકે છે.

ઓછી કરવાથી શરીરને નુકસાન નહીં થાય

ઓછી કરવાથી શરીરને નુકસાન નહીં થાય

કેટલાંક લોકો માને છે કે સિગરેટની માત્રા ઓછી કરવાથી શરીરને ઓછું નુકસાન થશે. ઘણા બધા અધ્યયનોથી એ ખબર પડી છે કે માત્ર તેની માત્રા ઓછી કરવાથી શરીર માટે સારુ નથી. એવું કરવાથી સિગરેટની તલબ વધારે લાગે છે. તો પણ આપ જો છોડવા માંગતા હોવ અને માત્રા ઓછી કરી છે તો તે ઠીક છે.

હેલ્દી ડાઇટ લેવાથી નુકસાન નહીં થાય

હેલ્દી ડાઇટ લેવાથી નુકસાન નહીં થાય

સ્મોકિંગ કરનારાઓ માને છે કે તેઓ હેલ્થી ડાઇટ લેવાથી તેમના શરીર પર સ્મોકિંગની અસર નહીં થાય. તે સંપૂર્ણ રીતે ખોટું છે. સિગરેટમાં રહેલા કેમિકલ્સ શરીરના અંગો પર પ્રભાવ પાડે છે, તેને સંપૂર્ણ ખરાબ કરી નાખે છે. તેની કોઇ ભરપાઇ નથી.

લાઇટ સિગરેટ હાનિકારક નથી

લાઇટ સિગરેટ હાનિકારક નથી

જે લોકો લાઇટ સ્મોકિંગથી શરૂઆત કરે છે તેઓ બાદમાં વધારે હાર્ડ સ્મોકિંગ કરવા લાગી જાય છે. જોકે લાઇટ સ્મોકિંગના પેકેટ પર ઓછી હાનિકારકનું લેબલ લાગેલું હોય છે પરંતુ તેનાથી પણ લોકોને આદત પડી જાય છે.

આવ વર્ષ થઇ ગયા હવે છોડીને શું ફાયદો

આવ વર્ષ થઇ ગયા હવે છોડીને શું ફાયદો

કેટલાંક લોકો એવું માને છે કે તેઓને સ્મોકિંગ કરતા આટલા વર્ષો થઇ ગયા હવે છોડીને શું ફાયદો. પરંતુ ઉંમરના કોઇપણ પડાવમાં આપ સ્મોકિંગ છોડી શકો છો. જો આપ સ્મોકિંગ છોડશો તો બીમારીઓથી થનારા નુકસાન 90 ટકા સુધી ઓછું કરી શકાય છે.

છોડવાથી માત્ર એક જ ફાયદો છે

છોડવાથી માત્ર એક જ ફાયદો છે

એવું નથી, સ્મોકિંગ છોડવાના ઘણા ફાયદા છે. તેનાથી કેંસર જેવી ખતરનાખ બીમારીનો ભય ઓછો થઇ જાય છે, સાથે સાથે આપ માનસિક રીતે પણ વધારે જાગૃત રહો છો. શારીરિક રીતે વધારે એક્ટિવ રહો છો, અને ભોજનનો સ્વાદ પણ વધારે આવે છે.

English summary
There are many misconceptions regarding smoking. It is not only nicotine that is having harmful effects but other compounds present in cigarettes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X