For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 કસરત + 5 મિનિટ = 30 દિવસમાં પેટની ફાંદ ગાયબ

|
Google Oneindia Gujarati News

ફાંદ આ એક તેવા વિકટ, ન કહેવાય અને ન સહેવાય તેવો પ્રશ્ન છે કે આનું દુખ ખાલી તે જ લોકો સમજી શકે જેમને તે હોય છે. આમ પણ આપણા ગુજરાતીમાં ફૂલેલા પેટનો પ્રશ્ન મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને હવે તો નાના નાના બાળકોને પણ ગાગરડી જેવા પેટ જોવા મળે છે. ત્યારે આજની સ્લીમ અને ફિટ દુનિયામાં પેટની આ વધુ પડતી ચરબીને ઉતારવી લોઢાના ચણાં ચાવવા જેટલું જ મુશ્કેલ છે.

પણ આજે અમે તમારી માટે એક ટ્રાય એન્ડ ટેસ્ટેડ અને અસરદાર ઇલાજ લાવ્યા છીએ. જેને જો તમે વળગી રહ્યા તો તમારા પેટની ફાંદ જવાના પૂરા ચાન્સીસ છે. અને કહેવાય છે ને જે પેટથી જ બધા રોગ ફેલાય છે તો ફીટ રહેવા માટે પણ પહેલા પેટથી જ શરૂઆત કરો. આજે અમે તમને એક કસરત વિષે જણાવાના છીએ. જેના તમારે દ્રઢ નિશ્ચય સાથે આવનારા 30 દિવસ સુધી કરવાની છે અને જો તમે આ 30 દિવસની ચેલેન્જ સ્વીકારી લીધી તો તમારી ફાંદ પણ ગળી શકે છે તે વાત પાક્કી છે. તો વધુ વાંચો અહીં...

પહેલા દિવસ

પહેલા દિવસ

શરૂઆતમાં થોડી વોર્મઅપ કસરતા કરો. જેથી શરીરમાં લોહીની પરિભ્રમણ વધે. થોડા કૂદકા અને હળવી જોગિંગ બાદ પ્લેન્કના આ પોઝમાં આવી જાવ. ફોટામાં બતાવ્યું તે રીતે તમારા શરીરનો ભાર તમારા પગની આંગળીઓ અને હાથ પર જ પડવું જોઇએ. અને કમર સીધી રાખવાનો બનતો પ્રયાસ કરો. સાથે જ પેટને અંદરની તરફ ખેંચો.

શરૂઆતના 5 દિવસ

શરૂઆતના 5 દિવસ

શરૂઆતના 5 દિવસ તમારા 30 દિવસના ભાવિને નક્કી કરશે. આ પાંચ દિવસમાં પ્લેન્ક માટે તમારી જે પોઝિશન છે તેને સુયોગ્ય કરવા પર ભાર મૂકો. બ્લેન્સ કરવાનો પ્રયાસ કરો અને શ્વાસ પર પણ. પ્રયાસ કરો કે તમે આ પોઝિશનમાં 5-10 સેકેન્ડ રહી શકો છો કેમ!

5-10

5-10

પાંચ દિવસ બાદ તમે પ્રયાસ કરો કે 5-10 સેકન્ડના બદલે 10 થી 25 સેકન્ડ સુધી તમે આજ પોઝિશનમાં ઉભા રહી શકો. વધુમાં વધારાની સ્ટ્રેચિંગ કસરતના ભાગ રૂપે ફોટામાં બતાવી તે કસરત પણ તમે કરી શકો છો.

10-15 દિવસ

10-15 દિવસ

આ સમય સુધીમાં ઓછામાં ઓછું 30 મિનિટ સુધી પ્લેન્કની પોઝિશનમાં ઊભા રહેવાનો પ્રયાસ કરો. અને હા આ સમયે કસરત રોકવાનું બિલકુલ પણ ના વિચારતા. આ દિવસો જો જતા રહેશે તો જ તમે પેટની ફાંદ ઓછી કરી શકશો.

15-20 દિવસ

15-20 દિવસ

હવે સમય છે બદલાવનો તમે પેટ પર તો Plank કરી રહ્યા છો હવે સાઇડ પ્લેન્ક કરવાનો પણ પ્રયાસ કરો. જેથી કમર પણ ધટશે અને હાથની ફેટ પણ બર્ન થશે.

20-25 દિવસ

20-25 દિવસ

હવે તમે ઓછામાં ઓછું 2 મિનિટ સુધી સાઇટ અને ઊધુ પ્લેન્ક કરી શકશો. અને દરરોજ આ કસરતને તમારા તમારા રોજિંદી કસરતમાં આવરો.

25-30 દિવસ

25-30 દિવસ

25 દિવસ બાદ તમે 4 મિનિટ સુધી આ પોઝિશનમાં ઊભા રહેવા માટે સક્ષમ થઇ જશો. અને તમે પોતે પોતાના શરીરમાં બદલાવ ફિલ કરશો. તમારું ખાવાનું પણ કંટ્રોલમાં આવશે અને પેટની ચરબી પણ. પણ હા પછી પણ આ કસરત છોડતા નહીં ચાલુ રાખજો.

English summary
Losing weight seems to a be a very tough task. At least, we all perceive it tough as we think that losing weight involves hours of workouts and rigorous diet plans. But we can simplify the process too.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X