For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેક્સ દરમિયાન દુખાવો થાય છે? તો આજે જ થઈ જાઓ સાવધાન

સેક્સ દરમિયાન દુખાવો થાય છે? તો આજે જ થઈ જાઓ સાવધાન

By Desk
|
Google Oneindia Gujarati News

સેક્સ દરમિયાન માણસ આનંદની અનુભૂતિ કરતો હોય છે પરંતુ કેટલીયવાર અચાનક ઉઠતું દર્દ મજા બગાડી દે છે. સેક્સ દરમિયાન થતા દર્દના કેટલાય કારણ હોય શકે છે. શરીરમાં પાણીની કમીને કારણે પણ સેક્સ દરમિયાન દુખાવો થઈ શકે છે અથવા તો કોઈ ઇન્ફેક્શનના કારણે આ દુખાવો થઈ શકે છે. મહિલાઓ અને પુરુષોમાં દુખાવાના અલગ અલગ કારણ હોય શકે છે. સેક્સ દરમિયાન થતા આ દર્દને ડૉક્ટરી ભાષામાં ડિસ્પરેયૂનિયા કહેવામાં આવે છે. એટલે કે સેક્સ દરમિયાન પેટ કે ગુપ્તાંગની આજુબાજુ દુખાવો થઈ રહ્યો છે તો તેની જળ સુધી પહોંચવું જરૂરી છે.

શારીરિક રચના એક કારણ

શારીરિક રચના એક કારણ

ધી જર્નલ ઑફ પૈનમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ મહિલાઓમાં સેક્સ દરમિયાન દુખાવાની ફરિયાદ વધી હોય છે. જેનું કારણ શારીરિક બનાવટ પણ છે. મહિલાઓના જનનાંગ વધુ જટિલ હોય છે.

મહિલાઓને આ કારણે થાય છે પીડા

મહિલાઓને આ કારણે થાય છે પીડા

મહિલાઓએ કેટલાય કારણોસર સેક્સ બાદ દર્દનાક પીડાનો અનુભવ થાય છે. જેમ કે સેક્સ દરમિયાન લિંગ વધુ અંદર જવું, અંડાષયમાં ગાઠ અથવા અલ્સર, ગર્ભાષય ફાઈબ્રૉએડ,, એંડોમેટ્રિયોસિસ, સોજા, ઓવ્યૂલેશન. જ્યારે પુરુષોમાં સેક્સ બાદ દુખાવાનું એકમાત્ર કારણ પ્રોસ્ટેટ ગ્રંથીમાં સોજો હોય છે.

સેક્સ દરમિયાન અથવા બાદ દુખાવાના સામાન્ય કારણ

સેક્સ દરમિયાન અથવા બાદ દુખાવાના સામાન્ય કારણ

  • સેક્સ પણ એક પ્રકારની એક્સરસાઈજ છે. આ એક્સરસાઈજ વધુ વખત કરવાથી શરૂર થાકી શકે છે અને દુખાવો મહેસૂસ થઈ શકે છે. આ દરમિયાન માંસપેશિઓમાં ખેંચાણ સામાન્ય વાત છે. આવા પ્રકારના દર્દ આપોઆપ ઠીક થઈ જાય છે, પરંતુ જો વારંવાર આવું થાય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
  • ડિહાઈડ્રેશન અથવા પાચન સંબંધી સમસ્યાઓના કારણે પણ દુખાવો થઈ શકે છે. ખાધાની તરત બાદ સેક્સ કરવાનું ટાળો. ઉપરાંત શરીરમાં પાણીની કમી ના હોય તેનું ધ્યાન રાખો. જે લોકોની પાચન પ્રક્રિયા બરાબર નથી તેમને સેક્સ દરમિયાન દુખાવો થવો સામાન્ય બાબત છે.
  • કેટલીયવાર મૂત્ર માર્ગમાં ઈન્ફેક્શન થાય છે અને સેક્સ દરમિયાન થતા દુખાવાથી તેનો પતો લાગે છે. આ ઈન્ફેક્શનને યૂટીઆઈ એટલે કે યૂરિનરિ ટ્રૈક્ટ ઈન્ફેક્શન કહેવામાં આવે છે. જો આવું છે તો સેક્સ કરતા પહેલા યૂટીઆઈનો ઈલાજ કરાવી લો.
  • સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ એટલે કે એસટીડીના કારણે પણ દુખાવો થઈ શકે છે. સેક્સ કરવાથી, ઓરલ સેક્સ કરવાથી અને એક બીજાના અંગોને અડવાથી યૌન સંચારિત સંક્રમણ થઈ શકે છે. સુરક્ષિત યૌન સંબંધ બનાવી એસટીડીથી બચી શકાય છે.
  • ક્યારેક ક્યારેક સેક્સ સાથે જોડાયેલા પાછલા અનુભવો પણ દુખાવાનું કારણ બની શકે છે. દરરોજ તણાવ અને ચિંતા, શારીરિક સંબંધ બનાવતી વખતે માંસપેશિઓના તણાવને કારણે પણ દુખાવો થઈ શકે છે.
  • મહિલાઓમાં સેક્સ દરમિયાન યોનિ સુકાવવાના કારણે પણ દુખાવો થઈ શકે છે. પ્રસવ બાદ આ સમસ્યા વધી જાય છે. લ્યૂબ્રિકેન્ટ્રસનો ઉપયોગ કરી આ સમસ્યાથી બચી શકાય છે.
  • કેટલીય મહિલાઓમાં જન્મજાત યૌનિ સંબંધિત સમસ્યા હોય જેમાં યૌનિ સંપૂર્ણપણે વિકસિત નથી થતી અને આગળ જઈ સેક્સ દરમિયાન દુખાવાનું કારણ બની શકે છે.
  • મહિલાઓને પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવાથી દુખાવો થાય છે. આવી જ રીતે ગર્ભાવસ્થા અથવા પ્રેગ્નન્સી બાદ શારીરિક સંબંધ બનાવવા મુશ્કેલ થઈ શકે છે. આવા મોટાભાગના મામલામાં કેટલાક સમય બાદ બધું જ સામાન્ય થઈ જાય છે.
સતત દુખાવો થાય તો શું કરવું

સતત દુખાવો થાય તો શું કરવું

જો માંસપેશિયોના થાકના કારણે દુખાવો હોય તો તે આપોઆપ મટી જશે. જો અંગો પૂર્ણ રૂપે વિકસિત ના થઈ શક્યા હોય અથવા સંરચનાત્મક કારણો અથવા કોઈ સંક્રમણના કારણે દુખાવો થઈ રહ્યો હોય તો વિલંબ કર્યા વિના તબીબી સલાહ લેવી જોઈએ. શરમાયા વિના ડૉક્ટરને તમારી સમસ્યા જણાવો. દવાઓથી આવી સમસ્યાનું મસાધાન કરી શકાય છે.

English summary
reason behind pain during act in bed, here is possible solution
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X