For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્મોકિંગથી તમારા હોઠ કાળા પડ્યા છે, તો જરૂર વાંચો!

|
Google Oneindia Gujarati News

કાળા હોઠ કોઇને પણ પસંદ નથી પડતા. આવા હોઠ સ્માર્ટ યુવકોનો સંપૂર્ણ લૂક બગાડી નાખે છે. જો આપ વિચારતા હોવ કે સ્મોકિંગ કરવાથી આપ ખૂબ જ કૂલ બની જશો તો તેનું ખરાબ પરિણામ દરેકની સામે ક્યારેકને ક્યારેક આવી જાય છે.

સ્મોકિંગથી હોઠો પર ખૂબ જ ખરાબ અસર પડે છે, આનાથી સુંદર અને ગુલાબી હોઠ પણ કાળા પડી જાય છે. સ્મોકિંગ કરવાથી હોઠોની ત્વચા જે એક સંવેદનશીલ પરત હોય છે, તે સળગી જાય છે. સિગરેટમાં નિકોટીન હોય છે જે હોઠોનો પ્રાકૃતિક રંગ ખેંચી લે છે.

સ્મોકિંગ ઉપરાંત ઘણી વખત ડેડ સ્કિન પણ હોઠોને બદરંગ બનાવે છે. જો આપના હોઠ કાળા પડી ચૂક્યા છે, તો સ્મોકિંગ બંધ કરી દો અને તમારા હોઠોની સારસંભાળ કરવાનું શરૂ કરી દો. હોઠોની રંગત પહેલા જેવી લાવવા માટે આપ કેટલાક પ્રાકૃતિક ઉપચાર અપનાવી શકો છો. આવો જાણીએ કાળા હોઠને ફરીથી ગુલાબી કેવી રીતે બનાવવા અને એ પણ પ્રાકૃતિક ઉપચારથી...

લીંબૂ

લીંબૂ

પોતાના હોઠોને ગુલાબી કરવા માટે આપ લીંબૂના રસને રગડી શકો છો. આ ઉપરાંત હોઠોને સ્ક્રબ કરવા માટે આપ લીંબૂની સાથે થોડું મીઠું મીલાવીને હોઠોને રગ઼ડી શકો છો. જેનાથી તેની પરની ડેડ સ્કિન નીકળી જશે અને હોઠોનો રંગ હળવો પડી જશે.

સ્ટ્રોબેરી લિપ બામ

સ્ટ્રોબેરી લિપ બામ

એક સ્ટ્રોબેરીને મસલીને તેમાં પેટ્રેલિયમ જેલી મિક્સ કરો. તેને રોજ રાત્રે તમારા હોઠો પર લગાવો અને પ્રાકૃતિક રીતે તમારા હોઠોનો રંગ બદલો.

રસબરી

રસબરી

રસબરીને મધ સાથે અથવા તો એલોવેરાના જ્યૂસની સાથે મિક્સ કરો. આ પેસ્ટને તમારા કાળા હોઠ પર રોજ લગાવો.

કેસ્ટર ઓઇલ

કેસ્ટર ઓઇલ

આ તેલ ડાર્ક લિપ્સને ન માત્ર હળવી બનાવે છે પરંતુ તેને શોફ્ટ પણ બનાવે છે.

 આઇસ ક્યૂબ

આઇસ ક્યૂબ

તમારા હોઠોને આઇસ ક્યૂબથી મસાજ કરો. આ પ્રક્રિયાથી હોઠની ડેડ સ્કિન સાફ થઇ જશે અને હોઠમાં નમી આવશે.

બદામનું તેલ

બદામનું તેલ

બદામના તેલને દિવસમાં બે અથવા ત્રણવાર હોઠો પર લગાવવું જોઇએ. જેનાથી હોઠોમાં નમી આવશે અને તમારા હોઠ સુંદર અને લીસા બનશે.

English summary
There are many causes of dark lips one of which is smoking. So men, here are a few home remedies that can help you lighten dark lips.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X