For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Salt Side Effects : મીઠાની જગ્યાએ આ 4 વસ્તુ વાપરો, જે ભોજનનો વધારશે સ્વાદ

વિશ્વમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે, જે મીઠું ખાવાનું પસંદ ન કરે. આપણે ખોરાકમાં કંઈપણ છોડી શકીએ છીએ, પરંતુ મીઠા વગર જીવન અધૂરું લાગે છે. આવું કેમ ન હોવું જોઈએ, કારણ કે જીવન ખરેખર મીઠા વગર અધૂરું છે.

|
Google Oneindia Gujarati News

Salt Side Effects : વિશ્વમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે, જે મીઠું ખાવાનું પસંદ ન કરે. આપણે ખોરાકમાં કંઈપણ છોડી શકીએ છીએ, પરંતુ મીઠા વગર જીવન અધૂરું લાગે છે. આવું કેમ ન હોવું જોઈએ, કારણ કે જીવન ખરેખર મીઠા વગર અધૂરું છે. શરીરમાં સોડિયમની ઉણપ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે, પરંતુ વધુ પડતા મીઠાનું સેવન તમને બીમાર પણ કરી શકે છે. મીઠાનું વધુ પડતા સેવનથી તમે જીવલેણ બીમારીનો ભોગ પણ બની શકો છે. એટલા માટે અમે તમારા માટે એવી 4 વસ્તુઓ લાવ્યા છીએ, જેનો ઉપયોગ મીઠાની જગ્યાએ થઈ શકે છે અને ભોજનનો સ્વાદ ઘટવાને બદલે વધી જશે.

Salt Side Effects

મીઠાના વધુ પડતા સેવનની આડઅસરો

વધુ પડતા મીઠાના સેવનની આડઅસર ડબ્લ્યુએચઓ અનુસાર, મોટાભાગના લોકો દરરોજ 9થી 12 ગ્રામ મીઠું વાપરે છે. જે જરૂરી જથ્થા કરતા ઘણું વધારે છે. વધુ પડતા મીઠાના સેવનથી થતી આડઅસરો વિશે જાણીએ.

  • હાઈ બ્લડ પ્રેશર જેવા ખતરનાક રોગ, જે હાર્ટ એટેકનું કારણ છે
  • પેટ ફુલવુ
  • શરીરમાં સોજા આવવા
  • અતિશય તરસ લાગવી
  • વજન વધવું
  • વારંવાર પેશાબ લાગવો
  • ઉંઘ ન આવવી
  • થાક લાગવો
  • પેટમાં ગડબડ રહેવી
Salt Side Effects

મીઠાને બદલે આ વસ્તુઓનો ઉપયોગ કરો

ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડીને લોકોનો સ્વાદ બગડે છે, પરંતુ જો તમે મીઠાનું પ્રમાણ ઘટાડવાની સાથે આ વસ્તુઓને ખોરાકમાં શામેલ કરશો, તો ભોજનનો સ્વાદ બગડવાના બદલે વધીજશે.

લસણ

ખોરાકમાં મીઠાની માત્રા ઘટાડવા સાથે લસણનો સમાવેશ કરી શકાય છે. આ સાથે તમને મીઠાની ઓછી માત્રાની ખબર નહીં પડે અને તમને લસણના ફાયદા પણ મળશે.

મરી પાવડર

જો તમે મીઠાનું પ્રમાણ ઘટાડવા સાથે કાળા મરીના પાવડરની માત્રાનો સમાવેશ કરો છો, તો તમને શારીરિક બળતરામાં ઘટાડો જેવા લાભ મળશે.

આદુ

આદુનું સેવન કરવાથી બળતરા વિરોધી ગુણધર્મો પ્રાપ્ત થાય છે અને તે મીઠાની ઓછી માત્રાને કારણે ખોરાકનો સ્વાદ બગડવા દેતો નથી.

લીંબુ

ખોરાકમાં તીખો અને સહેજ ખાટો સ્વાદ મીઠાના અભાવને સંતુલિત કરી શકે છે. તેથી તમે ખોરાકમાં લીંબુનો રસ શામેલ કરી શકો છો. આ સાથે તમને વિટામિન સી જેવા પોષક તત્વો પણ મળશે અને તમે મીઠાની માત્રામાં પણ ઘટાડો કરી શકશો.

દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે, વિશ્વભરમાં મોટાભાગના લોકો જરૂરિયાત કરતાં વધુ મીઠું વાપરે છે. ડબ્લ્યુએચઓ મુજબ હાઇબ્લડ પ્રેશર જેવા મીઠાની આડઅસરોથી બચવા માટે સામાન્ય વ્યક્તિએ દિવસમાં 5 ગ્રામથી વધુ મીઠું ન ખાવું જોઈએ. હાઇબ્લડ પ્રેશરની સમસ્યાથી બચવા માટે દરરોજ 2 ગ્રામથી વધુ સોડિયમ અને 3.5 ગ્રામથી ઓછું પોટેશિયમ ન લેવું જોઈએ. ઉપરોક્ત માહિતી કોઈપણ તબીબી સલાહનો વિકલ્પ નથી. તે માત્ર તમને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી જણાવવામાં આવી રહ્યું છે.

English summary
Lack of sodium in the body can cause many problems, but too much salt can make you sick. Excessive salt intake can also lead to fatal illness.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X