For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેગી બેન થઇ ગઇ તો શું, ટેસ્ટ કરો આ 10 ટેસ્ટી સ્નેક્સ

|
Google Oneindia Gujarati News

[ફૂડ] ભારતમાં મેગીને જેવી બેન કરવામાં આવી, જાણે કે મેગી રસિયાઓમાં એક નિરાશા છવાઇ ગઇ. મેગી ઝટથી બનનારી, કોઇ મહેનત વગર અને તે ખાસ સ્નેક્સમાંથી એક હતી જે ખૂબ જ ટેસ્ટી પણ હતી.

હાલમાં ભલે મેગીના નૂડલ્સ કાયદાની આંટી-ગૂંટીમાં ફસાયેલા હોય, તે ઉકેલાય અને ફરીથી આપની સામે પીરસાય ત્યાં અમે આપના માટે એક મધ્ય માર્ગીય ઉકેલ લઇ આવ્યા છીએ. હા ઘણા લોકોના એ પ્રશ્નનો જવાબ છે અમારી પાસે કે હવે મેગીના સ્થાને શું ખાવું જોઇએ. આજે અમે આપની સમસ્યાને આ લેખ દ્વારા દૂર કરી દઇશું. આવો જાણીએ કે આપ મેગી જેવા પેકેટબંધ સ્નેકના સ્થાને કયા કયા હેલ્ધી ફૂડ ખાઇ શકો છો...

ઓટ્સ ઉપમા

ઓટ્સ ઉપમા

બજારમાં રેડી ટૂ ઇટ પેક્સ પણ ઉપલબ્ધ છે પરંતુ તે ના ખરીદો. આપ ઘર પર તેને બનાવી શકો છો. ઓટ્સ પાણીમાં ઉકાળો, તેમાં કેટલીક તાજી શાકભાજી, બટર અને મરી પાઉડર મિલાવો, આપ ઇચ્છો તો તેમાં ચીજ પણ મિક્સ કરી શકો છો.

ઇંડા ભુર્જી

ઇંડા ભુર્જી

આપ ઇંડા અથવા પનીર ભુર્જી બનાવી શકો છો. તેમાં કાપેલા ટામેટા અને ડુંગળી નાખો અને તેને બ્રેડ અથવા રોટી સાથે મજાથી ખાવ.

વીટ પાસ્તા

વીટ પાસ્તા

આ સરળતાથી તૈયાર થતી ડીશ છે, જેને સલાડના રૂપમાં અથવા તો સોસમાં બનાવીને ખાઇ શકાય છે. આપ તેની અંદર પોતાની મન પસંદ શાકભાજીઓ ભેળવી શકો છો.

પૌઆ

પૌઆ

જ્યારે પણ જોરદાર ભૂખ લાગી હોય, ત્યારે પૌઆ બનાવી દો. તેમાં આપ સિંગદાણા અને લીંબૂ નિચોવીને ચટાકેદાર બનાવી શકો છો.

રોટી ફ્રેંકી

રોટી ફ્રેંકી

જો આપની પાસે રાતની વધેલી શાકભાજી અથવા રોટલી હોય તો તેને સુવારે પ્રયોગ કરી લો. રોટીને થોડું બટર લગાવીને સેકી લો, પછી તેમાં શાકભાજી લપેટી લો અને ઉપરથી થોડું ચિજ ઘસીને નાખો અને મજાથી ખાવ.

ખિચડી

ખિચડી

દાળ, ચોખા, અને થોડી હળદર, મીઠું મિક્સ કરીને ખિચડી બનાવો અને તેમાં ઘી નાખીને ખાવ. જે ખૂબ જ ટેસ્ટી ફૂડ છે.

ભેળ

ભેળ

ભેળ પૂરીને ઝટપટ તૈયાર કરી શકાય છે. લાઇ, સેવ અને ડુંગળી, ટામેટા, અને લીંબૂનો રસનો આનંદ લો છો, જેને ખાઇને પેટ આરામથી ભરી શકાય છે.

દાળ સૂપ

દાળ સૂપ

આપને મનગમતી કોઇપણ દાળ લો અને તેને પ્રેશર કૂકરમાં પકાવી લો. પછી તેમાં થોડું બટર અને મરી પાવડર એડ કરો. તેમાં ગાજર, મટર, બીંસ, ફુલેવર, વગેરે શાકભાજી પણ એડ કરી શકો છો.

ચીજ સેંડવિચ

ચીજ સેંડવિચ

આપ તેને ઇચ્છીવા છતા પણ ના નહીં કહી શકો. તેમાં ઘણી બધી શાકભાજીઓ નાખો અને ઉપરથી ચીજ નાખીને ગ્રીલ્લ કરી લો. પછી તેને ટોમેટો સોસની સાથે મજાથી ખાવ.

ઇડલી

ઇડલી

સ્વાદિષ્ટ ઇડલી દરેકને પસંદ હોય છે. ઇડલીમાં ઘણી બધી વેરાઇટીઝ મળી જાય છે. રવા, વેજ, ઓટ્સ, ફ્રાય ઇડલી વગેરે. આપ તેને સાંભારની સાથે અથવા તો માત્ર સફેદ ચટણી સાથે પણ ખાઇ શકો છો.

English summary
Enough of wailing about the ban. Now, grab the chance to choose what’s right for your health and keeps your tummy happy too. Check out our list...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X