For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શુક્રાણુઓની સંખ્યા(સ્પર્મ કાઉન્ટ) વધારવા માટે આટલુ કરો!

|
Google Oneindia Gujarati News

આધુનિક જીવનશૈલીમાં પુરુષોમાં પોતાના શુક્રાણુઓની સંખ્યા ઘટાડવાની ઘટનાઓ સામે આવે છે. જેના કારણે તેમની પ્રજનન ક્ષમતાને અસર થાય છે અને સ્પર્મની ગુણવત્તા પણ ઘટે છે. બ્રિટેનમાં થયેલા એક અધ્યયનમાં આધુનિક જીવનશૈલીના કારણે પુરુષોની પ્રજનન ક્ષમતા પર થઇ રહેલી નકારાત્મક અસર અંગેનો ખુલાસો કર્યો. અધ્યયનથી ખૂબ જ ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે. આજથી 50 વર્ષ પહેલા પુરુષોના એક મિલિમીટર સીમનમાં શુક્રાણુઓની સંખ્યા 11 કરોડ ત્રીસ લાખ જેટલી હતી જે વર્ષ 1988માં ઘટીને છ કરોડ વીસ લાખ રહી ગઇ છે, અને હાલના તબક્કામાં આ આંકડો માત્ર ચાર કરોડ સત્તર લાખ પર છે.

વધતો તણાવ, મેદસ્વીપણું, ખરાબ લાઇફસ્ટાઇલ, અને પ્રદૂષણયુક્ત સંસાર પુરુષો માટે ખતરારૂપ સાબિત થઇ શકે છે. એ વાત કોઇ પુરુષ માટે આઘાતથી ઓછી નથી, પરંતુ સ્થિતી હજી પણ સંભાળી શકાય છે. જો પુરુષો પોતાની આદતોમાં સુધાર લાવે તો તે જરૂર પિતા બની શકશે.

કોઇપણ પ્રકારના નશા અને માચોમેન બનવાના ઇરાદાથી લેવામાં આવતી દવાઓનું સેવન બંધ કરવાથી, ખોટું ખાનપાન, ડાઇટમાં પરિવર્તન, શરીરના તાપમાનને ઓછુ કરવા, કૈફીનના ઓછા ઉપયોગ અને મોબાઇલનો ઉપયોગ ઓછો કરવાથી શુક્રાણુઓને થનારા નુકસાનને ઓછું કરી શકાશે અને સ્પર્મ કાઉન્ટને વધારી શકાશે. આ ઉપાયોને અપનાવીને સારી માત્રામાં ગુણવત્તાવાળા શુક્રાણુઓને બનાવવું સંભવ બની શકે છે.

સ્મોકિંગ છોડો

સ્મોકિંગ છોડો

વિશ્લેષકોનું કહેવું છે કે સ્મોકિંગ પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઘટાડે છે, તથા તેમની ક્વોલિટી પણ ખરાબ કરી દે છે માટે સ્મોકિંગ છોડવું જરૂરી છે. સ્મોકિંગથી કિડનીને બ્લડ સપ્લાઇ ઓછુ થઇ જાય છે અને બ્લડ પ્રેશર વધી જાય છે.

રોજ વ્યાયામ કરો

રોજ વ્યાયામ કરો

રોજ વ્યાયામ અને કસરત કરવાથી મેદસ્વીપણુ અને તણાવ ઓછું થશે અને તે આખા શરીરને સ્વસ્થ બનાવશે. ખુબ જ વધુ કઠિન વ્યાયામ અને ટ્રેનિંગ પ્રોગ્રામ કરવાથી બચો.

સ્વસ્થ્ય વજન બનાવી રાખો

સ્વસ્થ્ય વજન બનાવી રાખો

શરીર ના વધારે દૂબળુ અને ના વધારે મેદસ્વીતા રાખો કારણ કે શરીરનું વજન જ એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોનના સ્તર પર પ્રભાવ પાડે છે.

સ્ટીમ બાથથી બચો

સ્ટીમ બાથથી બચો

અઠવાડિયામાં એકવાર સોનાબાથ અને ગરમપાણીથી સ્નાન કરવું યોગ્ય છે, પરંતુ 40 ડિ.સે અથવા તેનાથી વધારે ટેમ્પ્રેચર સુધી પણ વરાળ અને ગરમ પાણી આપનું સ્પર્મ કાઉન્ટ ઘટાડી શકે છે.

મોબાઇલને પોકેટમાં ના રાખો

મોબાઇલને પોકેટમાં ના રાખો

મોબાઇલ અથવા લેપટોપને પોતાના પોકેટમાં અથવા જાંઘો પર ના મૂકો. તમારા અંડકોશને આના દ્વારા નીકળતી ગરમીથી બચાવો.

ટાઇટ અંડરવેર પહેરવાનું ટાળો

ટાઇટ અંડરવેર પહેરવાનું ટાળો

જો આપ ટાઇટ અંડરવેર અથવા ફીટ પેન્ટ પહેરશો તો અંડકોષ પર્યાપ્ત શુક્રાણુઓનું ઉત્પાદન નહી કરી શકે. તથા ઓછા શુક્રાણુઓ પેદા થશે. જો આપને ક્યાંક વધુ સમય માટે બેસવાનું હોય તોપણ ટાઇટ અંડરવેર ના પહેરો.

વધુ લ્યૂબ્રિકેન્ટનો ઉપયોગ

વધુ લ્યૂબ્રિકેન્ટનો ઉપયોગ

વધુ પડતા લ્યૂબ્રિકેન્ટથી પણ બચો, તે પણ શુક્રાણુઓના નાશનું કારણ બની શકે છે.

વધુ કોફી પીવાનું ટાળો

વધુ કોફી પીવાનું ટાળો

રોજ એક અથવા બે કપ કોફીથી કોઇ ફરક નહી પડે પરંતુ રોજ બે અથવા તેનાથી વધું કોફી પીવાથી શુક્રાણુઓને અસકર થશે. આના કારણે સ્પર્મની ગતિશીલતા ખરાબ થઇ જાય છે.

English summary
How to increase your sperm count? Here are some points you need to keep in mind if you want to increase you sperm count.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X