For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાકાહારી હોવ, અને બોડી બિલ્ડર થવું હોય તો ખાવો આ ખોરાક

|
Google Oneindia Gujarati News

જો પણ લોકોને સલમાન ખાન જેવી કે પછી રિતિક રોશન જેવી બોડી બનાવવી હોય છે તેમને ખાસ તાલીમ લેવી પડે છે અને ખાવા પીવાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વળી તેવી ખોટી માન્યતા છે કે માંસાહારી ખાવાથી જ બોડી બિલ્ડર બનાય છે.

નોંધનીય છે કે હાલમાં જ શાહિદ કપૂર અને રણવીર સિંહ જ્યાં તેમની ફિલ્મ માટે બોડી બનાવી ત્યારે એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે શાકાહારી ભોજન દ્વારા જ પોતાના મસલ્સ બનાવ્યા છે. તો જો તમે પણ બોડી બિલ્ડીંગ કરવા માંગો અને તે માટે વધુ માત્રામાં પ્રોટિન યુક્ત ભોજન ખાવા માંગો છો તો શાકાહારી તરીકે કેવો ખોરાક તમારા માટે લાભકારી થઇ શકે છે તે વિષે અમે નીચેના ફોટોસ્લાઇડરમાં આજે જણાવાના છીએ.

સાથે જો તમે તમારા બાળકોની પ્રોટિન ડાયેટ સારી કરવા માંગો છો તો પણ આ આર્ટીકલ તમારા કામમાં આવી શકે છે. આજે અમે તમને પ્રોટિન સભર શાકાહારી ખોરાક અને તેની પ્રોટિન માત્રા વિષે જણાવીશું તો વાંચો નીચેનો આ ફોટોસ્લાઇડર...

વટાણા

વટાણા

શિયાળામાં લીલા તાજા વટાણાથી સારો પ્રોટિન સ્ત્રોત કોઇ નથી. તમને કાચા વટાણાને સલાડ તરીકે સવારે લઇ શકો છો. એક કપ વટાણામાં 4 ગ્રામ પ્રોટીન હોય છે.

શેકાયેલા બટાકા

શેકાયેલા બટાકા

ધણા લોકોને બટાકા ભાવતા હોય છે અને ધણાને નહીં પણ તમે કદી સપને પણ નહીં વિચાર્યું હોય કે બટાકા પ્રોટીનનો એક સારો સોર્સ છે. એક બટાકાની અંદર 5 ગ્રામ જેટલું પ્રોટિન હોય છે.

લીલા શાકભાજી અને અંકુરિત કઠોળ

લીલા શાકભાજી અને અંકુરિત કઠોળ

લીલા શાકભાજીમાં વિટામીન અને મીનરલ તો હોય જ છે સાથે જ તેમાં પ્રોટીન પણ સારી માત્રામાં હોય છે જે તમે તમારી ડાયેટમાં એડ કરી શકો છો.

પાલક

પાલક

પાલકમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટિન હોય છે. એક કપ પાલકમાં 5-6 ગ્રામ પ્રોટીન હોય છે.

દાળો

દાળો

તે વાત પણ બધા જ જાણે છે કે દાળમાં પણ સારા પ્રમાણમાં પ્રોટિન હોય છે. તો ચણાની દાળનો શીરો કે પછી મગની દાળનો શીરો કે મીક્સ દાળ તમારા પ્રોટિન ઇન્ટેક્ટને વધારી શકે છે.

બદામ

બદામ

રાતના પાણીમાં બદામ પલાળી રાખો અને સવારે નાસ્તામાં તે ખાવ. જેનાથી શરીરને અને મગજને બન્નેને ફાયદો થશે.

બ્રોકલી

બ્રોકલી

બ્રોકલીમાં ફાઇબર, પ્રોટીન ભરપૂર પ્રમાણ હોય છે અને હવે તો તે ભારતમાં ખૂણે ખૂણે મળે છે તેને ખાવાથી પણ પ્રોટીન મળે છે.

કોર્ન

કોર્ન

પોપકોનને છોડીને મકાઇની બનતી તમામ વાનગીઓ તમને સારું એવું પ્રોટીન આપી શકે છે.

English summary
A diet which is totally vegetarian is surely healthy in many ways but it has only one draw back. A typical vegetarian meal doesn't contain enough of proteins. But wait, don't jump into any conclusion as you can still load yourself with enough of proteins if you pick your vegetarian foods carefully.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X