
જાણો: રાત્રે તાવ શા માટે વધી જાય છે
તાવ આવવો એ વાતનો સંકેત છેકે તમારી અંદર કોઇ બિમારીનો પ્રવેશ થયો છે. સાથે જ શરદી અને શરીરના દુખાવાની ફરિયાદ. આ લક્ષણોથી બિમારી અંગે સરળતાથી જાણકારી મળી જાય છે.
પરંતુ એક લક્ષણ છેકે જેમા બિમારી અંગે સરળતાથી ખબર નથી પડતી. જી હા, રાત્રે તાવ આવવો અને દિવસે તાવ ઉતરી જવો. તેનાથી રાત્રે ઉંઘ નથી આવતી અને દિવસે થાકનો અનુભવ થાય છે.
રાત્રે તાવ આવવાના ઘણાં કારણો હોઇ શકે છે. સામાન્ય રીતે લોકો આ લક્ષણની અવગણના કરતા હોય છે. જે સમય જતા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
ભલે તમારૂં શરીર તાવના કોઇ લક્ષણ ના બતાવે અને માત્ર રાત્રે જ તાવ આવે. તેમછતા તમારે તમારા ડૉક્ટરને જરૂરથી મળી લેવુ જોઇએ. જો તમને રાત્રે તાવ આવે છે, તો નીચેના કારણોને જરૂરથી વાંચો અને પોતાના ડૉક્ટરને અવશ્ય કહો.

અલર્જી
રાત્રે તાવ આવવાનું એક કારણ કોઇ દવાની અલર્જી થવી હોઇ શકે છે. તેનાથી રાત્રે તાવની સાથે જ શરીરમાં લાલાશ અને સોજા આવવા જેવા લક્ષણો પણ જોવા મળે છે. આ વધુ ખતરનાક સાબિત થાય તે પહેલા તમારે ડૉક્ટરની સલાહ લઇ લેવી જોઇએ.

યુ ટી આઇ
રાત્રે તાવ આવવાનું કારણ યુરીનલ ટ્રેક પર સોજો અથવા તો ઇન્ફેક્શન હોઇ શકે છે. આમા પેશાબ કરતી વખતે બળતરા અને દુખાવો પણ થાય છે. તેવામાં કોઇ લાપરવાહી ના કરો અને તરત જ ડૉક્ટરને મળો.

શ્વાસ નળીમાં ચેપ
શરદી અને શ્વાસ નળીમાં ચેપના કારણે ગળામાં દુખાવાના કારણે પણ રાત્રે તાવ આવી શકે છે. ક્યારેક કેટલાક દિવસોમાં સારૂ થઇ જાય છે, પણ જો બેદરકારી રાખવામાં આવે તો આ ચેપ સરળતાથી દૂર નથી થતો.

ચામડીમાં સંક્રમણ
શરીરમાં કોઇપણ પ્રકારનું સંક્રમણ શરીરનું તાપમાન વધારી શકે છે. તેવી જ રીતે જો તમને ચામડીમાં કોઇ સંક્રમણ થયુ છે, તો તમને રાત્રે તાવ આવી શકે છે.

સોજો
શરીરમાં કોઇ પણ પ્રકારની બિમારી કે અલર્જીના કારણે સોજા આવે છે. જેના કારણે તાવ પણ આવી શકે છે. જો આ સ્થિતી વધુ દિવસો સુધી યથાવત રહે તો ડૉક્ટરને મળી લેવુ જોઇએ.

કનેક્ટીવ ટિશુ ડિસૉર્ડર
કનેક્ટીવ ટિશુ ડિસૉર્ડર જેવા રૂમટૉઇડ આથ્રાઇટ્સના કારણે પણ તાવ આવે છે. આ સાથે જ ઘુંટણમાં જોરદાર દુખાવો થાય છે.

તણાવ
આખા દિવસ દરમ્યાન કામ કરવાથી શરીરમાં તણાવ અને થાક હોવાના કારણે પણ રાત્રે તાવ આવે છે. તેથી જ પોતાના શરીર પાસેથી ક્ષમતા કરતા વધુ કામ ના લ્યો.