For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોજ ઊંઘની ગોળી લેવાથી થઇ શકે છે આ સાઇડ ઇફેક્ટ

|
Google Oneindia Gujarati News

[લાઇફસ્ટાઇલ] દિવસભરના થાક બાદ છતાં બેડ પર આપને ઊંઘ ના આવે તો આપ ઊંઘ આવવાની ગોળીનો સહારો લો છો. પરંતુ આ જ ગોળીઓ આપણને ધીરે-ધીરે મોત તરફ ધકેલી રહી છે, જેનો આપણને ખુદને અંદાજો પણ નથી. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન બજારમાં ઊંઘની ગોળીઓનું પ્રમાણ બેગણું થયું છે.

જો આપ પણ મીઠી ઊંઘ માટે સ્લીપીંગ પિલ્સ લેવાના આદી બની ચૂક્યા હોવ તો, જરા સાવધાન થઇ જાવ. આ ગોળીઓની આદત આપના માટે જીવલેણ સાબિત થઇ શકે છે.

ઊંઘની ગોળીઓનું સેવન ગિગરેટની જેમ જ ખતરનાક હોય છે. આ ગોળીઓથી બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, માથાનો દુ:ખાવો, કેંસર અને અહીં સુધી કે મૃત્યુનો પણ ભય રહે છે.

આવો જાણીએ કે ઊંઘની ગોળીઓના બીજા કયા કયા સાઇડ ઇફેક્ટ્સ હોઇ શકે છે.

યાદશક્તિ નબળી થાય છે

યાદશક્તિ નબળી થાય છે

લાંબા સમય સુધી ઊંઘની ગોળીઓ લેવાના કારણે રુધિર નળીઓમાં લોહી જામી જાય છે. યાદશક્તિ નબળી બની જાય છે અને બેચેની થવી સામાન્ય થઇ જાય છે. ઊંઘની ગોળીઓનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઇએ.

ગર્ભસ્થ શિશુ પર પડે છે ખરાબ અસર

ગર્ભસ્થ શિશુ પર પડે છે ખરાબ અસર

જો ઊંઘની ગોળીઓ ગર્ભાવસ્થામાં લેવામાં આવે તો ગર્ભસ્થ શિશુ પર તેની આડ અસર પડે છે અને તે ગંભીર વિકૃતિઓનો શિકાર બની શકે છે.

કોમા અથવા મોતનો ખતરો

કોમા અથવા મોતનો ખતરો

જો આપ રોજ એક ગોળી લેવાને સ્થાને તેના કરતા વધારે ગોળીઓનું સેવન કરતા હોવ તો આપના માટે ખતરો વધી શકે છે. તે લોકો જે દમનો શિકાર છે તેમને તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

હૃદય હુમલાનો ખતરો

હૃદય હુમલાનો ખતરો

ડોક્ટરો અનુસાર ઊંઘની ગોળીઓનું વધું સેવન કરવાથી હાર્ટ એટેકનો ખતરો 50 ટકા વધી જાય છે. વૈજ્ઞાનિકોએ ઊંઘની દવાઓમાં રહેલું તત્વ જોપિડેમને હૃદયની બીમારીઓનું કારણ બતાવ્યું છે.

સ્નાયુ તંત્ર થઇ જાય છે શિથિલ

સ્નાયુ તંત્ર થઇ જાય છે શિથિલ

ઊંઘની ગોળીઓ સ્નાયુ તંત્રને શિથિલ કરી દે છે, એટલા માટે જો લાંબા સમય સુધી તેનું સેવન કરવામાં આવે તો સ્નાયુ તંત્ર સંબંધી બીમારીઓનો ખતરો વધી જાય છે. આ ઉપરાંત તેમાં જે તત્વ હોય છે, તેના ખરાબ સાઇડ ઇફેક્ટ્સ હોય છે.

કેંસર

કેંસર

એક શોધ અનુસાર આ વાત પણ સામે આવી છે કે જે લોકો રોજ આ જ ગોળી પર નિર્ભર રહે છે તેને કેન્સર થવાનો ભય પણ રહે છે. આ ગોળીમાં એવા તત્વો મળી આવે છે કે જેનું રોજ સેવન કરવું જોઇએ નહીં, નહીંતર ઓવરડોઝ થઇ જાય છે.

English summary
We tell you the side effects of sleeping pills. These are the terrible side effects of sleeping pills. Also about the bad effect of sleeping pills.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X