For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીળા દાંતથી છો પરેશાન, આજે જ અજમાવો ઘરેલું ઉપાય, 15 દિવસમાં જ દેખાશે ફાયદા

લોકો સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા બ્રશ કરે છે અને દાંત સાફ કરવા માટે વિવિધ પ્રકારની ટૂથપેસ્ટનો ઉપયોગ કરે છે. તેમ છતાં, તેમને વારંવાર દાંત સંબંધિત ફરિયાદો રહે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : લોકો સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા બ્રશ કરે છે અને દાંત સાફ કરવા માટે વિવિધ પ્રકારની ટૂથપેસ્ટનો ઉપયોગ કરે છે. તેમ છતાં, તેમને વારંવાર દાંત સંબંધિત ફરિયાદો રહે છે. સારી રીતે બ્રશ કર્યા બાદ પણ તેમના દાંતની પીળાશ અને પોલાણ દૂર થતા નથી. આ સમસ્યાઓ તમને ખુલીને હસવા પણ નથી દેતી.

અપનાવો આ 5 ઘરેલું ઉપાય

અપનાવો આ 5 ઘરેલું ઉપાય

આવી સ્થિતિમાં આજે અમે તમારી સમસ્યાઓનું સમાધાન લાવ્યા છીએ. હા! આ અહેવાલમાં, અમે તમારા માટે કેટલાક ઘરેલું ઉપચાર લાવ્યા છીએ. તેને અપનાવ્યાના15 દિવસમાં તમારા દાંત મોતી જેવા ચમકદાર અને સ્વસ્થ બની જશે. તો ચાલો જાણીએ આ 5 ઘરગથ્થુ ઉપાયો વિશે.

1. ખાવાનો સોડા

1. ખાવાનો સોડા

બેકિંગ સોડા એ દાંત સાફ કરવા માટેનો શ્રેષ્ઠ ઘરેલું ઉપાય છે. દાંતને યોગ્ય રીતે સાફ કરવાની સાથે તે બેક્ટેરિયાને પણ મારી નાખે છે. આ સિવાય તેનો ઉપયોગતમારા મોંમાંથી આવતી દુર્ગંધને પણ દૂર કરે છે.

કેવી રીતે કરશો ઉપયોગ?

ખાવાના સોડામાં થોડું પાણી અને મીઠું મિક્સ કરો. પછી તેનો ટૂથપેસ્ટની જેમ ઉપયોગ કરો. ધીમેધીમે ટૂથબ્રશને દાંતની આસપાસ ખસેડો. ખૂબ ઝડપથી બ્રશ કરવાથી પેઢાને નુકસાન થાય છે.

2. લવિંગ

2. લવિંગ

લવિંગ ભારતમાં દરેક ઘરમાં સરળતાથી ઉપલબ્ધ છે. તમે ઘણીવાર લોકોને દાંતના દુઃખાવામાં લવિંગનો ઉપયોગ કરતા જોયા હશે, પરંતુ તે દાંતમાં રહેલી ગંદકી અનેબેક્ટેરિયાને પણ મારી નાખે છે. લવિંગમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે, જે દાંતમાં છૂપાયેલા કીટાણુઓથી રાહત આપે છે. તે મોઢામાંથી આવતી દુર્ગંધને પણ દૂર કરેછે.

કેવી રીતે કરશો ઉપયોગ?

આ માટે તમે લવિંગના તેલથી બ્રશ કરી શકો છો અથવા લવિંગને પીસીને તેમાંથી પાવડર બનાવી શકો છો. પછી બ્રશ કરતી વખતે પાવડરમાં થોડું પાણી અને બે ટીપાંલીંબુનો રસ ઉમેરો. પછી તેને સારી રીતે બ્રશ કરો. તમને 15 દિવસમાં પરિણામ મળી જશે.

3. એપલ સીડર વિનેગર

3. એપલ સીડર વિનેગર

એપલ સીડર વિનેગર દાંતની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા એસિડિક તત્વો દાંતને સફેદ બનાવે છે. આની સાથે તે દાંતની અન્ય સમસ્યાઓને દૂરકરવામાં પણ મદદ કરે છે.

કેવી રીતે કરશો ઉપયોગ?

તેના માટે એક ચમચી એપલ સીડર વિનેગરમાં બે ચમચી પાણી મિક્સ કરો. પછી આ પાણીમાં ટૂથબ્રશને પલાળી રાખો અને દાંત સાફ કરો.

4. કેળાની છાલ

4. કેળાની છાલ

કેળાની છાલ એ દાંતને સફેદ કરવા માટેનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય છે. હા, કેળાની છાલના ઉપયોગથી દાંતના પીળાશ દૂર થાય છે. આ સાથે દાંત પણ મજબૂતબને છે.

કેવી રીતે કરશો ઉપયોગ?

આ માટે કેળાની છાલનો સફેદ ભાગ દરરોજ 1 કે 2 મિનિટ દાંત પર ઘસો. પછી તેને બ્રશ કરો. જેના કારણે દાંત મજબૂત થવાની સાથે સફેદ પણ બને છે. અઠવાડિયામાં2-3 વખત આ રેસિપીનો ઉપયોગ કરો. તમારા દાંતના પીળાશ દૂર થઈ જશે.

5. સરસવનું તેલ અને મીઠું

5. સરસવનું તેલ અને મીઠું

દાંતના પીળાશને દૂર કરવા માટે સરસવનું તેલ સૌથી અસરકારક ઉપાય છે. આયુર્વેદ અનુસાર સરસવના તેલના ઉપયોગથી દાંતના પીળા પડવાની સમસ્યા દૂર થાયછે.

તેનાથી દાંત સફેદ અને ચમકદાર બને છે. આ સિવાય તે મોઢામાં રહેલા બેક્ટેરિયાને પણ દૂર કરે છે.

કેવી રીતે કરશો ઉપયોગ?

અડધી ચમચી સરસવના તેલમાં એક ચપટી મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ આંગળીની મદદથી દાંત અને પેઢાને મસાજ કરો. તમે ઇચ્છો તો તમેટૂથબ્રશનો પણ ઉપયોગ કરી શકો છો.

English summary
yellow teeth trouble, try home remedies to get benefits in 15 days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X