For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How To: તમે જે ખાવ છો તે પ્લાસ્ટિકના ચોખા છે? તપાસો આ રીતે

પ્લાસ્ટિક ચોખાનું ચલણ હાલ વધ્યું છે તો જો તમે પણ ચકાશવા માંગો છે કે આ પ્લાસ્ટિક ભાત છે કે નહીં તો અજમાવો આ ટ્રીક

|
Google Oneindia Gujarati News

ઉલ્લેખનીય છે કે હાલમાં જ આંધ્રપ્રદેશ અને તેંલગાનામાં પ્લાસ્ટિક ચોખાની અફવાઓએ લોકોની મુશ્કેલી વધારી છે. ભાત ખાવા કે નહીં તે અંગે પણ લોકોના મનમાં સવાલ ઊભા થઇ રહ્યા છે. એટલું જ નહીં ગુજરાતમાં પણ અનેક તેવા કેસ બન્યા છે જેમાં ભાતની ક્વોલિટિ પર સવાલ ઊભા થાય. આજના સમયમાં શું ચોખ્ખુ છે અને શું નહીં તેની પરખ કરવી મુશ્કેલ છે. પણ પ્લાસ્ટિક ચોખા જેવી જીવલેણ વસ્તુથી બચવું પણ એટલું જ જરૂરી છે. તો તમને પણ લાગે કે તમે બજારમાંથી જે ભાત કે ચોખા ખરીદીને લાવ્યા છે તેની ગુણવત્તા કેટલી સારી છે? અને શું તે ચાઇનીઝ ભાત છે કે કેમ? તો ઘરે આ રીતે જ તેને તપાસો.

ટિપ્સ- 1

ટિપ્સ- 1

સૌથી પહેલા તો આ ભાતની એક નાની ઢગલી કરીને તેની પાસે માચિસ મૂકો. કે પછી ચમચીમાં ભાત મૂકી તેને મીણબત્તીને બાળવાનો પ્રયાસ કરો. જો ભાત પ્લાસ્ટિકના હશે તો તેના બળવાથી પ્લાસ્ટિક જેવી ગંધ આવશે. અને તે અજીબ પર પીગળી જશે. જે બતાવે છે તે આ ભાત શુદ્ધ નથી.

ટિપ્સ- 2

ટિપ્સ- 2

એક ચમચી તેલ લઇને આ ભાતને ફ્રાય કરવાનો પ્રયાસ કરો. જો ભાત પ્લાસ્ટિકના હશે તો તે તવાની નીચે એક લેયર બનાવશે. જો આમ થયા તો આવા ભાત ખાવાનું રહેવા દો.

ટિપ્સ 3

ટિપ્સ 3

કાચના ગ્લાસમાં પાણી ભરી તેમાં ચપટી જેવા આ ભાત નાંખો. જો ભાત પ્લાસ્ટિકના હશે તે ઉપર તરવા લાગશે અને જો તે સાચા ભાત હશે તો તળિયે બેસી જશે. વધુમાં આજકાલ વેપારીઓ પ્લાસ્ટિક ભાતને સારા ભાત સાથે ભેળવીને પણ આપે છે. તો જો આવું કર્યું હશે તો તમને આ અંગે ખબર પડશે.

ભાતને બાફો

ભાતને બાફો

તમે પાણીની મૂકી બાફવા મૂકો. થોડી વાર પછી તપાસશો તો તમને તેની પર એક પ્લાસ્ટિક જેવું લેયર બની જશે. વધુમાં તમે ભાતને બનાવીને બે દિવસ માટે સડવા દો. જો તેની પર કોઇ ફંગસ ના થાય તો સમજો કે પ્લાસ્ટિકના ભાત છે. કારણ કે પ્લાસ્ટિકના ભાત સડતા નથી.

English summary
Is plastic rice real? How to identify plastic rice? Read on to know the answers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X