આધાર-પાનને લિંક કરવાની આજે છે છેલ્લી તારીખ, શીખો લિંક કરતા

Posted By:
Subscribe to Oneindia News

કેન્દ્ર સરકારે આધાર કાર્ડ અને પાનકાર્ડ જોડવાનો નિર્ણય કર્યો છે. જે ફરજિયાત છે. વળી તેના સિવાય તમે ઇનકમ ટેક્સ રિર્ટન પણ નહીં ભરી શકો તેવી ચિમકી સરકારે ઉચ્ચારી છે. પણ લોકોને આ નિયમને ફોલો કરવામાં ભારે મુશ્કેલીઓ આવી રહી છે. સરકારે તો કહી દીધુ કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડી દો પણ અનેક અલગ અલગ કારણો સાથે આ નિયમને પાળવા માટે ભારે મુશ્કેલીઓ આવી રહી છે. મોટા ભાગે આધાર કાર્ડ અને પાનકાર્ડ પર અલગ અલગ નામ લખાયેલા હોવાના કારણે પણ અનેક લોકોને આ જોડાણ કરવામાં મુશ્કેલી આવી રહી છે.

Read also: How to: શીખો અહીં કેવી રીતે 48 કલાકમાં મેળવશો પાનકાર્ડ

વળી લોકો આ મામલે આયકર વિભાગ કંઇક રાહત આપે તેવું પણ જણાવી રહ્યા છે. સાથે લોકો ઇનકમ ટેક્સ પણ નથી ભરી શકતા. ત્યારે આ પ્રશ્નનું નિરાકરણ શું? આ જવાબ માટે જ અમે આજે તમને આધાર કાર્ડને પાનકાર્ડ સાથે કેવી રીતે જોડવું તે શીખવી રહ્યા છીએ. તો જાણો સ્ટેપ બાય સ્ટેપ આ સમગ્ર પ્રક્રિયા. સાથે જ જાણો કેવા દસ્તાવેજો જોયશે આ માટે અને તેની સરળ પ્રક્રિયા શું છે? જાણો અહીં....

આયકર વિભાગ આપી રાહત

આયકર વિભાગ આપી રાહત

લોકોની મુશ્કેલીને જોતા આયકર વિભાગે કહ્યું છે કે જે લોકોને પોતાના નામના કારણે આધાર લિંક કરવાની સમસ્યા આવી રહી છે તેમણે ઇનકમ ટેક્સ રિર્ટન ભરવા માટે ખાલી પોતાના પેનકાર્ડની એક સ્કેન કોપી આપી આધાર લિંક કરી શકશે. વિભાગે લોકો સરળતાથી આમ કરી શકે તે માટે એક વ્યવસ્થા પણ લાગુ કરી છે.

ઓટીપીથી જોડો આધાર

ઓટીપીથી જોડો આધાર

આયકર વિભાગે જણાવ્યું છે કે ઇ ફાઇલિંગ પોર્ટલ પર કરદાતાઓએ આધાર જોડવામાં વિકલ્પ આપવાની વ્યવસ્થા કરવાની વાત કહી છે. આ વિકલ્પથી તે પોતાનું નામ બદલ્યા વગર વન ટાઇમ પાસર્વડ એટલે કે ઓટીપી ઓપ્શનની પસંદગી કરવી પડશે. આ વિકલ્પમાં ટેક્સપ્લેયરે પોતાની નામ બદલ્યા વગર એક ઓપીટી ઓપશન મળશે. જે પછી તે પોતાના બન્ને દસ્તાવેજોને એટલે કે આધાર કાર્ડ અને પાનકાર્ડ પર લખેલી જન્મતિથિ આપી અને ફોન પર આવેલા ઓપીટીને આપી ઓનલાઇન આધાર કાર્ડને પાનકાર્ડ સાથે જોડી શકશે.

નામની શું સમસ્યા છે?

નામની શું સમસ્યા છે?

આધાર કાર્ડ અને પાનકાર્ડને જોડાવામાં સૌથી મોટી સમસ્યા નામની આવી રહી છે. અનેક લોકોના આધાર કાર્ડ અને પાનકાર્ડ નામ અલગ છે. ક્યાંક કે. સુધિર છે અને ક્યાંક ક્લાયસિંહ સુધીર. આવા કેસમાં લોકોની સરળતા માટે આયકર વિભાગે આ સોલ્યુશન લાવ્યું છે.

શું કરશો?

શું કરશો?

આધાર કાર્ડ અને પાનકાર્ડને લિંક કરવા માટે સૌથી પહેલા તમે આયકર રિટર્નની ફાઇલ કરીને વિભાગની વેબસાઇટમાં પોતાનું લોગ ઇન આઇડી, પાસવર્ડ અને ડેટ ઓફ બર્થ ભરો. જો તમે પહેલી વાર લોગઇ કરી રહ્યા છો તો પહેલા પોતાને રજિસ્ટ્રર્ડ કરાવો. અને રજિસ્ટ્રર્ડ નાઉ બટન પર ક્લિક કરી વિગતવાર વિગતો ભરો.

આધાર કાર્ડ લિંક પર વિકલ્પ

આધાર કાર્ડ લિંક પર વિકલ્પ

લોગ ઇન કરીને એક પોપ અપ વિન્ડો ખુલશે. જેમાં આધાર સાથે લિંક કરવાનો વિકલ્પ હશે. આ વિંડો ન ખુલે તો તમે તમારા પ્રોફાઇલ સેટિંગમાં જઇને "લિંક આધાર" પર ક્લિક કરો.

જાણકારી

જાણકારી

તે પછી તમારે આમાં તમારું નામ, ડેટ ઓફ બર્થ, જેન્ડર જેવી વિગતો ભરવી પડશે. પછી તે જાણકારીને આધારકાર્ડમાં તમે આપેલી જાણકારી સાથે મેળવો. તમામ ડિટેલ મેચ થાય એટલે આધાર નંબર નાખો અને "લિંક નાઉ" પર ક્લિક કરોય પછી તમારું આધાર કાર્ડ પાનકાર્ડ સાથે લિંક થઇ જશે. ઉલ્લેખનીય છે કે જો તમે તમામ જાણકારી યોગ્ય રીતે ભરી હશે અને તે સાચી હશે તો જ આઘાર કાર્ડ અને પાનકાર્ડ એકબીજા સાથે લિંક થઇ શકશે.

English summary
The tax department is planning to introduce an option on the e-filing portal through which taxpayers can choose to link the Aadhaar without changing the name by opting for a One-Time Password (OTP).
Please Wait while comments are loading...