મકાન માલિકને આ રીતે ચૂકવો ભાડું અને મેળવો 6 હજારનું કેશબેક

Posted By:
Subscribe to Oneindia News

આજના સમયમાં ઘર ખરીદવું ખૂબ જ મુશ્કેલ છે. તેવામાં લોકો વર્ષો સુધી ભાડેના મકાનમાં રહે છે. પણ આજે અમે તમને એક તેવી રીતે બતાવી રહ્યા છીએ જે દ્વારા તમે તમારા ઘરનું ભાડુ ક્રેડિટ કાર્ડથી પણ આપી શકો છો. અને જો તમે આમ કરો છો તો તમનેન 6000 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. પણ આ લાભ તમને ખાલી રેડજિર્રાફ (Redgirraffe) દ્વારા જ મળશે. આ અંગે વિગતવાર જાણો અહીં...

ક્રેડિટ કાર્ડ

ક્રેડિટ કાર્ડ

હાલમાં જ રેડજિર્રાફ નામની એક ફાઇનેન્શિયલ કંપનીએ બેંકો સાથે ટાયઅપ કર્યું છે. જેના દ્વારા તમે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી પોતાના ઘરના ભાડાની ચૂકવણી કરી શકો છો. આ માટે તમારે પહેલા રેડજિરાફ જોડે રજિસ્ટર કરવું પડશે. આ કંપનીએ રેન્ટ પે નામની એક સેવા શરૂ કરી છે. જેમાં ખાલી ત્રણ સ્ટેપ દ્વારા તમે તમારા ક્રેડિટ કાર્ડની ચૂકવણી કરી શકો છો.

દરેક ટ્રાંજેક્શનમાં કપાશે પૈસા

દરેક ટ્રાંજેક્શનમાં કપાશે પૈસા

રેડજિરાફની કરવામાં આવેલ દરેક ટ્રાંજેક્શન પર કેટલાક રૂપિયા કપાશે. જેમ કે રેડજિરાફના દર 10 હજાર રૂપિયા સુધીની ચૂકવણી પર 39 રૂપિયા + સર્વિસ ટેક્સ આપવો પડશે. વળી દસ હજારથી વધુના ભાડા પર 45 રૂપિયા સમેત સર્વિસ ટેક્સની તરીકે તમારી જોડેથી રૂપિયા કાપવામાં આવશે. જો કે એસબીઆઇ કાર્ડથી ચૂકવણી કરવા પર તમને આથી પણ વધુ 1.75 ટકા જેટલો ચાર્જ લાગશે. એટલે કે 10 હજાર રૂપિયાના ભાડા પર અંદાજે તમારા 245 રૂપિયા કપાશે.

કંઇ બેંક સાથે છે ટાઇઅપ

કંઇ બેંક સાથે છે ટાઇઅપ

હાલ તો આ કંપની દ્વારા ખાલી અમુક જ બેંક સાથે ટાઇઅપ કરવામાં આવ્યું છે. ઇન્ડિસઇન્ડ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, યસ બેંક અને એસબીઆઇ કાર્ડ પર ઉપલબ્ધ છે. આ સિવાયની અન્ય બેંકોના ગ્રાહક હાલ આ રેડજિરાફ સ્ક્રીમનો લાભ નહીં ઉઠાવી શકે.

મળશે કેશબેક

મળશે કેશબેક

જો કે અલગ અલગ બેંક તરફથી તેમના ગ્રાહકોને આ ભાડુ ભરવામાં સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન લગાવાની સાથે જ કેટલાક કેશબેક પણ મળશે. જેમ કે એચડીએફસી બેંકના ગ્રાહકોને 5 ટકા કેશબેકની મળશે. જે રીતે જોવા જઇએ તો વર્ષના તમને 6000 રૂપિયાનું કેશબેક મળશે. આમ રૂપિયા 10 હજારના રેન્ટ પર તમને 500 રૂપિયાનું કેશબેક મળશે. જે માટે તમારે વધારાના 45 રૂપિયા આપવા પડશે. આમ તમને દર મહિને 455 રૂપિયાનો ફાયદો થઇ શકે છે.

પહેલું સ્ટેપ

પહેલું સ્ટેપ

સૌથી પહેલા તમારે રેડજિરાફ વેબસાઇટ (redgirraffe.com) પર જઇ રેપ પેનું ફોર્મ ભરવું પડશે. રેંટ પે ફોર્મ ભરીને તમારે રેન્ટલ ડોક્યુમેન્ટની સ્કેન કોપી પણ અપલોડ કરવી પડશે. સાથે જ ફોર્મમાં તમામ જાણકારી તમારે મકાન માલિકને આપવી પડશે. આ પછી તમને રેડજિરાફની એક યુનિક આઇડી મળશે.

બીજું સ્ટેપ

બીજું સ્ટેપ

રેડજિરાફના યુનિક આઇડી મળ્યા પછી તમને તમારી બેંકની વેબસાઇટ પર જઇ અહીં રેડજિરાફના યુનિક આઇડીને રજિસ્ટ્રર કરાવવું પડશે. યુનિક આઇડી રજિસ્ટર કર્યા પછી તમને બેંકની તરફથી મંજૂરી માટે થોડી રાહ જોવી પડી શકે છે.

ત્રીજું સ્ટેપ

ત્રીજું સ્ટેપ

બેંક તરફથી મંજૂરી મળતા એક વીકથી 10 દિવસ જેટલો ટાઇમ લાગી શકે છે. મંજૂરી મળ્યા પછી બેંકની વેબસાઇટ પર જઇ સ્ટેડિંગ ઇંસ્ટ્રક્શન લગાવવા પડશે.સ્ટેડિંગ ઇંસ્ટ્રક્શન એટલે તમારે તમારા એકાઉન્ટમાં આ વાત સેટ કરવી પડશે કે તમે કંઇ તારીખે ચૂકવણી કરવા માંગો છે. જેથી કરીને તમારા ખાતામાં તે તારીખથી ચૂકવણી કરવામાં આવે. તમે સ્ટેડિંગ ઇન્સ્ટ્રક્શન ના લગાવવા હોય તો તમે દરેક મહિને લોગ ઇન કરીને પણ ચૂકવણી કરી શકો છો.

આ પણ જાણવું જરૂરી છે

આ પણ જાણવું જરૂરી છે

  • આ ચૂકવણી માટે મકાન માલિકની પરવાનગીની જરૂર નથી, કારણ તે તેને પૈસા પહેલાની જેમ જ મળશે.
  • જો તમે કોઇ પ્રોપર્ટી ટેક્સ આપો છો તો તમે એક થી વધુ રેન્ટ માટે પણ પોતાને રજિસ્ટ્રર કરાવી શકો છો.
  • ચૂકવણી પછી મકાન માલિકના ખાતામાં પૈસા જમા થતા 3-4 દિવસનો સમય લાગી શકે છે. આ માટે જે તારીખે ભાડુ ચુકવવાનું છે તેના 3-4 દિવસ પહેલાના સમયે ચૂકવણી કરવી સલાહ ભરી છે.
English summary
how to pay rent using credit card and get cashback in Gujarati.Read here more .
Please Wait while comments are loading...