For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટિકટોક વીડિયોથી કેવી રીતે કમાઈ શકો પૈસા?

નાના બાળકોથી લઈને મોટા સુધી તમામ લોકો ટિકટોક વીડિયોના દીવાના થઈ ચૂક્યા છે. આજકાલ દરેક વ્યક્તિના મોબાઈલમાં આ એપ હોય છે.

|
Google Oneindia Gujarati News

નાના બાળકોથી લઈને મોટા સુધી તમામ લોકો ટિકટોક વીડિયોના દીવાના થઈ ચૂક્યા છે. આજકાલ દરેક વ્યક્તિના મોબાઈલમાં આ એપ હોય છે. ટિકટોકમાં લગભગ 30 સેકન્ડ સુધી ફની, મજાકિયા, ઈમોશનલ અને એક્ટિંગના વીડિયો હોય છે. હાલ ટિકટોકને લોકો વ્હોટ્સએપ અને ફેસબુકની જેમ વાપરી રહ્યા છે. અહીં તમે વીડિયો જોવાની સાથે સાથે વીડિયો બનાવી શકો છો. ચાલો જાણીએ ટિકટોક પર વીડિયો બનાવવા અને પૈસા કમાવવાની રીત અંગે.

ટિકટોકમાં આ રીતે બનાવો વીડિયો

ટિકટોકમાં આ રીતે બનાવો વીડિયો

ટિકટોક એક એપ્લિકેશન છે, જ્યાં તમે 30 સેકન્ડનો વીડિયો બનાવીને અપલોડ કરી શકો છો, આ વીડિયો કોઈ પણ ટોપિક પર હોઈ શકે છે દાખલા તરીકે કોઈની મિમિક્રી. અહીં તમને વીડિયો એડિટિંગ ફીચર પણ મળશે જેની મદદથી તમે સહેલાઈથી વીડિયો બનાવી શકો છો.

ટિકટોકથી આ રીતે કરો કમાણી

ટિકટોકથી આ રીતે કરો કમાણી

જો તમે ટિકટોક રેગ્યુલર વાપરો છો અને વીડિયો બનાવીને અપલોડ કરો છો તમે એ જેયું હશે કે જ્યારે કોઈ યુઝર લાઈવ થાય ત્યારે તમે તેમાં ઈમોજીસ મોકલી શકો છો, અને આ ઈમોજી માટે કોઈન્સ ખરીદવા પડે છે, જ્યારે તમે આ કોઈન્સ ખરીદીને લાઈવ યુઝરને સેન્ડ કરો છો, તો તે ઈમોજીસ જેટલા કોઈનના હોય તેટલા કોઈન લાઈવ યુઝરના ટિકટોક અકાઉન્ટમાં જાય છે.

ટિકટોક ગિફ્ટ

ટિકટોક ગિફ્ટ

બીજી એક રીત છે ટિકટોકથી ગિફ્ટ અને રિવોર્ડ લેવાની તે છે હૅશ ટેગ. ટિકટો પર જુદા જુદા હૅસ ટેગ હોય છે અને જુદી જુદી કોન્ટેસ્ટ ચાલતી રહે છે. જો તમે તમારો વીડિયો આ હૅશટેગ પર વાઈર લકરીને ફર્સ્ટ આવો છો તો તમે વિનર બનો છો. બાદમાં આ માટે તમને ટિકટોક ગિફ્ટ આપે છે.

આ પણ કરો

આ પણ કરો

તમને જણાવી દઈએ કે ટિકટોકનું નામ પહેલા મ્યુઝિકલી હતું બાદમાં તે બદલી નખાયું. આ એપને ગૂગલ પ્લેમાં સારા રેટિંગ મળ્યા છે. અત્યાર સુધીમાં તેને 40 મિલિયનથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તમે ટિકટોકથી પૈસા કમાવા ઈચ્છો છો તો તમારે સૌથી પહેલા અહીં ફેમસ થવું પડશે. ફેમસ થયા બાદ જ તમને લોકોના ઈમોજિસ મળશે અને પછી કોઈન્સ.

ઈવેન્ટમાં લો ભાગ

ઈવેન્ટમાં લો ભાગ

આ ઉપરાંત ટિકટોક દ્વારા જુદી જુદી ઈવેન્ટનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં ભાગ લઈને તમારે જુદા જુદા ટોપિક પર વીડિયો બનાવવાનો હોય છે. તમે વધુમાં વધુ ફેન્સ બનાવીને એપ પર લાઈવ રહેશો તો તમને ઈમોજીસ મળશે. કેટલાક ફ્રી હશે, તો કેટલાક ખરીદવા પડશે.

કૉપી પેસ્ટ ન હોવો જોઈએ

કૉપી પેસ્ટ ન હોવો જોઈએ

જ્યારે તમે ટિકટોક પર કોઈ વીડિયો અપલોડ કરશો તો ધ્યાન રાખો કે આ વીડિયો ફ્રેશ હોય, કોઈનો કૉપી કરેલો ન હોય. કોશિશ કરો કે ડ્યુએટ વીડિયો બનાવો, જથી લોકો વધુ જુએ. તો ગૂગલ એપ પરથી ટિકટોક એપ ડાઉનલોડ કરો અને અકાઉન્ટ બનાવો તાત્કાલિક વીડિયો અપલોડ કરો.

English summary
how to earn money by tik tok app and video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X