For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમાણીની તકઃ પ્રદૂષણ તપાસ કેન્દ્ર ખોલીને રોજ 5 હજાર સુધીની કમાણી શકો

કમાણીની તકઃ પ્રદૂષણ તપાસ કેન્દ્ર ખોલીને રોજ 5 હજાર સુધીની કમાણી શકો

|
Google Oneindia Gujarati News

જ્યારથી નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ થયો છે, ત્યારથી પીયુસીના બિઝનેસમાં વધારો થયો છે. હવે દરેક વ્યક્તિ પોતાના વાહનનું પીયુસી કરાવી રહ્યા છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે પીયુસી સેન્ટર ખોલીને તમે સારી કમાણી કરી શકો છો. આવું સેન્ટર ખોલવું સહેલું છે. તેના માટે લાઈસન્સ લેવું અનિવાર્ય છે. આ પ્રકારના સેન્ટર ખોલવા માટે જગ્યા અને કેટલાક સાધનોની જરૂર પડે છે. તેમાં વધુ રોકાણની જરૂર નથી. પરંતુ ઓછા રોકાણમાં આ બિઝનેસ શરૂ કરીને તમે સારી કમાણી કરી શકો છો. જો તમે પણ આ બિઝનેસ કરવા ઈચ્છો છો તો, અહીં તમામ માહિતી મેળવી લો. પછી સ્ટેપ બાય સ્ટેપ પીયુસી સેન્ટર ખોલવા માટે કામ કરો. જો તમે ધ્યાનથી વાંચશો, પીયુસી સેન્ટર સહેલાઈથી ખોલી શક્શો.

3થી 6 મહિના માટે બને છે વાહનોના પ્રદૂષણ સર્ટિફિકેટ

3થી 6 મહિના માટે બને છે વાહનોના પ્રદૂષણ સર્ટિફિકેટ

વાહનોનું પ્રદૂષણ સર્ટિફિકેટ સામાન્ય રીતે 3થી 6 મહિના માટે બને છે. વાહનોના પ્રદૂષણ સર્ટિફિકેટની સમય મર્યાદા રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે. આવી રીતે ફી પણ રાજ્યો પ્રમાણે અલગ અલગ હોય છે. જો કોઈએ પોતાના વાહન માટે પીયુસી નથી લીધું તો 10 હજારનો દંડ થઈ શકે છે.

કેવી રીતે મળે છે લાઈસન્સ

કેવી રીતે મળે છે લાઈસન્સ

પ્રદૂષણ તપાસ કેન્દ્ર કોઈ પણ પેટ્રોલ પંપ કે ઓટોમોબાઈલ વર્કશોપ પાસે ખોલી શકાય છે. પ્રદૂષણ તપાસ કેન્દ્ર ખોલવા માટે આરટીઓ પાસેથી લાઈસન્સ લેવું પડે છે. આ માટે બે રીતે અરજી કરી શકાય છે. પહેલી રીત છે આરટીઓ ઓફિસ જઈને અરજી કરી શકો છો. કેટલાક રાજ્યોમાં આરટીઓ ઓનલાઈન પણ અરજી લે છે. તમે આ રાજ્યોમાં ઓનલાઈન અરજી કરી શકો છો.

કરવું પડે છે એફિડેવિટ

કરવું પડે છે એફિડેવિટ

પ્રદૂષણ તપાસ કેન્દ્ર ખોલવા માટે અરજી સાથે એફિડેવિટ પણ કરવી પડે છે. આ એફિડેવિટ 10 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર આપવાની હોય છે. જેમાં પ્રદૂષણ તપાસ કેન્દ્ર ખોલવાની ટર્મ એડ કન્ડીશન્સ લખવામાં આવે છે. આ ઉપરાંત તમારે સ્થાનિક તંત્ર પાસેથી ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ લેવું પડે છે.

કેટલી આપવાની હોય છે ફી

કેટલી આપવાની હોય છે ફી

પ્રદૂષણ તપાસ કેન્દ્ર ખોલવા માટે ફી દરેક રાજ્યોમાં જુદી જુદી હોય છે. એટલે અરજી કરતા સમયે તમે આરટીઓ ઓફિસમાંથી ફી અંગે તપાસ કરી શકો છો. પરંતુ 10 હજારથી વધુ ફી ક્યાંય અપાતી નથી. દિલ્હીમાં આ ફી 5 હજાર રૂપિયા છે.

પ્રદૂષણ તપાસ કેન્દ્ર માટે દિલ્હી અને કાશ્મીરની ફી

પ્રદૂષણ તપાસ કેન્દ્ર માટે દિલ્હી અને કાશ્મીરની ફી

દિલ્હીમાં ફી

  • એપ્લિકેશન ફીઝ - 5 હજાર રૂપિય
  • વાર્ષિક ફી - 5 હજાર રૂપિયા

જમ્મુ કાશ્મીરની ફી

  • સિક્યોરિટી ડિપોઝિટ - 10 હજાર રૂપિયા
  • ફી - 7 હજાર રૂપિયા
  • વાર્ષિક ફી - 3 હજાર રૂપિયા
પ્રદૂષણ તપાસ કેન્દ્ર ખોલવા માટે કેટલી જગ્યા જોઈશે

પ્રદૂષણ તપાસ કેન્દ્ર ખોલવા માટે કેટલી જગ્યા જોઈશે

પ્રદૂષણ તપાસ કેન્દ્રની કેબિનની સાઈઝ લંબાઈ 2.5 મીટર, પહોળાઈ 2 મીટર, ઉંચાઈ 2 મીટર હોવી જોઈએ. કેબિનનો કલર પીળા રંગનો હોય છે. આ ઉપરાંત તેના પર પ્રદૂષણ કેન્દ્રનો લાઈસન્સ નંબર હોવો જોઈએ. દેશમાં પીયુસી સેન્ટર પર કોઈ પણ વ્યક્તિ, ફર્મ, સોસાયટી અને ટ્રસ્ટ ખોલી શકે છે. કેટલાક રાજ્યોમાં તેને કંપની તરીકે પણ ખોલી શકાય છે.

પીયુસી સેન્ટર ખોલવાની યોગ્યતા

પીયુસી સેન્ટર ખોલવાની યોગ્યતા

પીયુસી સેન્ટર ખોલવા માટે તમારી પાસે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, મોટર મિકેન્કિસ, ઓટો મિકેનિક્સ, સ્કૂટર મિકેનિક્સ, ડીઝલ મિકેનિક્સ કે પછી ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ પાસેથી પ્રમાણિત કરી શકાય છે.

પ્રદૂષણ તપાસ કેન્દ્ર માટે જોઈએ આ સાધનો

પ્રદૂષણ તપાસ કેન્દ્ર માટે જોઈએ આ સાધનો

કમ્પ્યુટર, યુએસબી વેબ કેમેરા, ઈન્જેક્ટ પ્રિન્ટર, પાવસ સપ્લાય, ઈન્ટરનેટ કનેક્શન, સ્મોક એનલાઈઝર

પ્રદૂષણ તપાસ કેન્દ્ર અંગેના નિયમો અને શરતો

પ્રદૂષણ તપાસ કેન્દ્ર અંગેના નિયમો અને શરતો

પ્રદૂષણ તપાસ કેન્દ્રએ વાહનોને એક પ્રિન્ટેડ સર્ટિફઇકેટ આપવાની હોય છે. તેમાં સરકાર તરફથી એક સ્ટીકર લગાવવામાં આવે છે. સરકાર પ્રદૂષણ તપાસ કેન્દ્ર દરેક સ્ટીકર માટે 2 રૂપિયાની ફી લેવામાં આવે છે. પ્રદૂષણ તપાસ કેન્દ્રમાં આવતા દરેક વાહનની ડિટેઈલ 1 વર્ષ સુધી રાખે છે. આ ઉપરાંત પ્રદૂષણ તપાસ કેન્દ્રનું લાઈસન્સ જેના નામે હોય તે જ વ્યક્તિ ચલાવી શકે છે.

શિવસેનાના સંજય રાઉતનો દાવો- અમારી પાસે 170થી વધુ ધારાસભ્યોનું સમર્થનશિવસેનાના સંજય રાઉતનો દાવો- અમારી પાસે 170થી વધુ ધારાસભ્યોનું સમર્થન

English summary
how to get a license for pollution checking centre how much earned from pollution checking centre
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X