For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

EPF ઓનલાઈન કેવી રીતે ટ્રાન્સફર કરશો, જાણો સ્ટેપ બાય સ્ટેપ

EPF ઓનલાઈન કેવી રીતે ટ્રાન્સફર કરશો? એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે EPFO જ્યાં લગભગ દરેક કંપનીના કર્મચારીનું અકાઉન્ટ હોય છે, જ્યાં પીએફ જમા થાય છે અને પછીથી ઉપાડી શકાય છે.

|
Google Oneindia Gujarati News

EPF ઓનલાઈન કેવી રીતે ટ્રાન્સફર કરશો? એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે EPFO જ્યાં લગભગ દરેક કંપનીના કર્મચારીનું અકાઉન્ટ હોય છે, જ્યાં પીએફ જમા થાય છે અને પછીથી ઉપાડી શકાય છે. આજે ડિજિટાઈઝેશનને કારણે EPF સેવાઓ પણ ઓનલાઈન મેળવી શકાય છે.

હવે ઓનલાઈન પદ્ધતિઓ દ્વારા, અમે EPF બેલેન્સ ચેક કરી શકીએ છીએ અને પૈસા ઉપાડવા માટે ફોર્મ ભરીને પણ અરજી કરી શકીએ છીએ. આ સિવાય હવે તમે EPF ટ્રાન્સફર પણ કરી શકો છો. જો તમે હમણાં જ નોકરીઓ બદલી છે અને તમારા ભૂતપૂર્વ એમ્પ્લોયર પાસેથી તમારા વર્તમાન એમ્પ્લોયરને PF ટ્રાન્સફર કરવા માંગો છો, તો તમે હવે તે ઓનલાઇન કરી શકો છો.

EPF ઓનલાઈન કેવી રીતે ટ્રાન્સફર કરશો?

EPF ઓનલાઈન કેવી રીતે ટ્રાન્સફર કરશો?

જો તમે પણ એવા લોકોમાંથી એક છો કે, જેઓ તેમનો EPF ટ્રાન્સફર કરવા માગે છે, તો અમે અહીં સંપૂર્ણ પ્રક્રિયાને વિગતવાર સમજાવીછે, તો ચાલો વિગતવાર જાણીએ...

EPF ઓનલાઈન કેવી રીતે ટ્રાન્સફર કરશો?

EPF ઓનલાઈન કેવી રીતે ટ્રાન્સફર કરશો?

સ્ટેપ 1 : સૌ પ્રથમ તમારે EPFO​ ​ના સત્તાવાર પોર્ટલની મુલાકાત લેવી પડશે, તેના માટે તમે અહીં https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ક્લિક કરીને જઈ શકો છો અને ત્યાં તમારા UAN અને પાસવર્ડનો ઉપયોગકરીને દાખલ કરી શકો છો. તમારું EPF એકાઉન્ટમાં લોગિન કરો.

સ્ટેપ 2 : હવે, લોગિન કર્યા બાદ તમને ઓનલાઈન સર્વિસનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.

સ્ટેપ 3 : આ પછી, હવે તમારે 'વન-મેમ્બર-વન EPF એકાઉન્ટ (ટ્રાન્સફર રિક્વેસ્ટ)' વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 4 : હવે તમારે તમારી વ્યક્તિગત માહિતી અને વર્તમાન પીએફ ખાતાની વિગતોની ચકાસણી કરવી પડશે.

સ્ટેપ 5 : એકવાર તમે તમારા પીએફ ખાતાની વિગતો ચકાસી લો, પછી તમારા અગાઉના એમ્પ્લોયરના પીએફ ખાતાની વિગતો જોવા માટેવિગતો મેળવો પર ક્લિક કરો.

સ્ટેપ 6 : હવે દાવો ફોર્મ ચકાસવા માટે તમારા અગાઉના એમ્પ્લોયર અથવા વર્તમાન એમ્પ્લોયરને પસંદ કરો.

સ્ટેપ 7 : એમ્પ્લોયરમાંથી એક પસંદ કરો અને તમારું યુઝર આઈડી અથવા UAN ટાઈપ કરો.

સ્ટેપ 8 : આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે, ત્યારબાદ તમારે ગેટ OTPના બટન પર ક્લિક કરવાનુંરહેશે.

સ્ટેપ 9 : હવે તમને એક વારનો પાસવર્ડ મળશે, તેને ખાલી જગ્યામાં દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 10 : આ પછી તમારે પીએફ ટ્રાન્સફર વિનંતી ફોર્મ સ્વ-પ્રમાણિત કરવું પડશે અને તમારા એમ્પ્લોયરને પણ તમારી EPF ટ્રાન્સફરવિનંતી વિશે જાણ કરવામાં આવશે.

તમારું PF તમારા પસંદ કરેલા ખાતામાં ટ્રાન્સફર થશે

તમારું PF તમારા પસંદ કરેલા ખાતામાં ટ્રાન્સફર થશે

એકવાર તમારા એમ્પ્લોયર EPF ટ્રાન્સફરની વિનંતી સ્વીકારી લે, પછી તમારું PF તમારા પસંદ કરેલા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

English summary
Know how to transfer EPF online, step by step.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X