For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GATE Exam 2021: ગેટ પરીક્ષાનું શિડ્યૂઅલ જાહેર થયું, જાણો ક્યારથી પરીક્ષા ચાલુ થશે

GATE Exam 2021: ગેટ પરીક્ષાનું શિડ્યૂઅલ જાહેર થયું, જાણો ક્યારથી પરીક્ષા ચાલુ થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ગ્રેજ્યુએટ એપ્ટીટ્યૂડ ટેસ્ટ ઇન એન્જીનિયરિંગ એન્ટ્રાન્સ પરીક્ષાનું શિડ્યૂઅલ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ શિડ્યૂઅલ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજી બોમ્બેએ જાહેર કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યું કે ગેટ 2021 પરીક્ષા માટે એપ્લીકેશનની વિન્ડો 14 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2020 સુધી ખુલશે. જેની સત્તાવાર વેબસાઈટ gate.iitb.ac.in છે. જો અરજી ફોર્મમાં કોઈ ભૂલ રહી જાય તો 13 નવેમ્બર 2020 સુધી તેને સુધારી શકાય છે.

Gate 2021 ની પરીક્ષાનું શિડ્યૂઅલ જાહેર

Gate 2021 ની પરીક્ષાનું શિડ્યૂઅલ જાહેર

આ ઉપરાંત જો એડમિટ કાર્ડની વાત કરીએ તો 8 જાન્યુઆરી 2020 સુધી જાહેર થઈ જશે. જાહેર થયેલા શિડ્યૂઅલ મુજબ ગેટ 2021ની પરીક્ષાનું આયોજન 5 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી વચ્ચે કરવામાં આવશે. આ પરીક્ષા બે શિફ્ટમાં લેવાશે. જેમાં પહેલી શિફ્ટ સવારે 9 વાગ્યેથી લઈ બપોરના 12 વાગ્યા સુધીની હશે. આ ઉપરાંત બીજી શિફ્ટ બપોરે 2 વાગ્યાથી લઈ 6 વાગ્યા સુધીની હશે. જો કે જરૂરત પડવા પર શિફ્ટના આ સમયમાં બદલાવ પણ કરી શકાય છે.

આ બદલાવો કરાશે

આ બદલાવો કરાશે

આ વર્ષે ગેટમાં નવા વિષયોને પણ જોડી દેવામાં આવ્યા છે. આ બે નવા વિષય પર્યાવરણ વિજ્ઞાન, એન્જીનિયરિંગ અને માનવીય તથા સામાજિક વિજ્ઞાન છે. જે બાદ હવે વિષયોની સંખ્યા 25થી વધીને 27 થઈ ગઈ છે. આની સાથે જ વિદ્યાર્થીઓને સુવિધા આપવાના હેતુ પાત્રતા માપદંડોમાં પણ છૂટ સહિત અન્ય કેટલાય બદલાવ કરવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ હવે બીટેક કોર્સના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ ગેટની પરીક્ષા આપવા માટે યોગ્ય મનાશે. તમામ 23 આઈઆઈટીના ડાયરેક્ટર સાથેની બેઠકમાં આ ફેસલો લેવામાં આવ્યો છે.

25 વિષય હતા હવે 27 થયા

25 વિષય હતા હવે 27 થયા

આઈઆઈટી બોમ્બે ગેટ 2021નું આયોજન કરી રહ્યું છે. જણાવી દઈએ કે ગેટ પરીક્ષાનું આયોજન એન્જીનિયરિંગ, ટેક્નોલોજી અને વાસ્તુકળામાં એમટેક અને એમએમસી કોર્સમાં પ્રવેશ માટે કરાય છે. વર્ષ 2020ની ગેટ પરીક્ષાની વાત કરીએ તો આ વર્ષે પરીક્ષાનું આયોજન 1-9 ફેબ્રુઆરીએ થયું હતું. જેમાં 25 વિષય સામેલ હતા. જેનું રિઝલ્ટ 13 માર્ચે જાહેર કરાયું હતું. આ વર્ષની પરીક્ષાનું આયોજન આઈઆઈટી દિલ્હીએ કરાવ્યું હતું. ગેટ 2021 પરીક્ષા સાથે જોડાયેલ અન્ય કોઈપણ માહિતી માટે gate.iitb.ac.in ની મુલાકાત લેવી.

રાજનાથ સિંહે કરી મોટી જાહેરાત, 101 સરક્ષણ ઉપકરણોની આયાત પર રોકરાજનાથ સિંહે કરી મોટી જાહેરાત, 101 સરક્ષણ ઉપકરણોની આયાત પર રોક

English summary
GATE 2021 exam date, now 3rd year student of B.tech can attend exam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X