For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્ડિયન નેવીમાં નોકરીની તક, 1531 પદો પર વેકેન્સી, સેલેરી 60 હજાર સુધી

સેનામાં નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે ખુશખબરી છે. ઈનડિયન નેવીમાં ટ્રેડ્સમેન સ્કિલ્ડના પદો પર વેકેન્સી નીકળી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સેનામાં નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે ખુશખબરી છે. ઈનડિયન નેવીમાં ટ્રેડ્સમેન સ્કિલ્ડના પદો પર વેકેન્સી નીકળી છે. જેના પર ફોર્મ ભરાઈ રહ્યા છે. 1531 પદો પર વેકેન્સી છે જેના પર 10મુ પાસ અપ્લાઈ કરી શકે છે. આ પદો પર આવેદન કરવા માટે ઉમેદવારે નેવીની અધિકૃત વેબસાઈટ પર જઈને ફોર્મ ભરવાનુ રહેશે. ફોર્મ ભરવાના શરુ થઈ ગયા છે અને આ મહિનાની 20 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે.

job

આ પદો પર વેકેન્સી

ઈન્ડિયન નેવીમાં ટ્રેડ્સમેન સ્કિલ્ડના કુલ 1531 પદો પર ભરતી થઈ રહી છે. જેમાં 697 પદ સામાન્ય જાતિના છે. ઓબીસી માટે 385 પદ, અનુસૂચિત જાતિ વર્ગ માટે 215 પદ, આર્થિક રીતે નબળા વર્ગ માટે 141 પદ અને અનુસૂચિત જનજાતિ વર્ગ માટે 93 પદ છે.

શૈક્ષણિક લાયકાત

આ પદો પર આવેદન કરવા માટે ઉમેદવારે કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10મુ પાસ હોવુ જરુરી છે. સાથે જ આઈટીઆઈનુ સર્ટિફિકેટ પણ હોવુ જોઈએ।

વય મર્યાદા

આ પદો પર આવેદન માટે 20 માર્ચ, 2021ના રોજ ઉમેદવારનુ લઘુત્તમ વય 18 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સરકારી નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા અને સેલેરી

પ્રાપ્ત આવેદનોમાંથી સ્ક્રીનિંગ કરીને ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. આ ઉમેદવારોની લેખિત પરીક્ષા કરાવીને મેરિટના આધારે સિલેક્શન કરવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોને મેટ્રિક્સ લેવલ 2 હેઠળ 19,900થી 63,200 રૂપિયા મહિના સુધી સેલેરી આપવામાં આવશે.

કેવી કરશો આવેદન

આવેદન કરવા માટે ઉમેદવારે સૌથી પહેલા ઈન્ડિયન નેવીની અધિકૃત વેબસાઈટ joinindiannavy.gov.in પર જવુ. વેબસાઈટ પર જઈને પોતાનુ રજિસ્ટ્રેશન કરવુ અને આવેદનનુ ફોર્મ ભરી દેવુ. ત્યારબાદ ફોર્મની એક નકલ ડાઉનલોડ કરીને પોતાની પાસે પણ રાખવી. તમને જણાવી દઈએ કે ઑનલાઈન આવેદનની અંતિમ તારીખ 20 માર્ચ, 2022 છે.

English summary
Indian Navy Recruitment 2022 for 1531 Group C Posts know how to Apply
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X