For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JEE Advanced Result 2021: જેઈઈ એડવાન્સ રિઝલ્ટ થયુ જાહેર, આ ડાયરેક્ટ લિંક પર કરો ચેક

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલૉજી(આઈઆઈટી) ખડગપુરે શુક્રવારે 15 ઓક્ટોબરે જેઈઈ એડવાન્સ રિઝલ્ટ 2021ની ઘોષણા કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલૉજી(આઈઆઈટી) ખડગપુરે શુક્રવારે 15 ઓક્ટોબરે જેઈઈ એડવાન્સ રિઝલ્ટ 2021ની ઘોષણા કરી દીધી છે. જેઈઈ એડવાન્સ રિઝલ્ટ છાત્રો અધિકૃત વેબસાઈટ jeeadv.ac.in પર જઈને જોઈ શકે છે. ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા ખડગપુરે પોતાની અધિકૃત વેબસાઈટ પર જ પરિણામ જાહેર કર્યુ છે. જેઈઈ એડવાન્સનુ રિઝલ્ટ ચેક કરવા માટે વેબસાઈટ પર જઈને છાત્ર પોતાનો રોલ નંબર, રજિસ્ટ્રેશન નંબર અને જન્મતિથિ નોંધાવવાની રહેશે.

result

તમને જણાવી દઈએ કે આઈઆઈટી એન્ટ્રસ એક્ઝામ 03 ઓક્ટોબર, 2021ના રોજ દેશભરના પરીક્ષા કેન્દ્રો પર આયોજિત કરવામાં આવી હતી. જેઈઈ એડવાન્સ રિઝલ્ટ સાથે-સાથે આઈઆઈટી ખડગપુર ઑલ ઈન્ડિયા ટૉપર્સનુ લિસ્ટ અને અન્ય માહિતીઓ પણ જાહેર કરશે. જેઈઈ એડવાન્સ 2021ની ફાઈનલ આન્સર કી પણ આજે જાહેર કરવામાં આવશે.

જાણો, કેવી રીતે ચેક કરશો એડવાન્સ રિઝલ્ટ 2021

  • જેઈઈ એડવાન્સ રિઝલ્ટ 2021 જોવા માટે સૌથી પહેલા અધિકૃત વેબસાઈટ jeeadv.ac.in પર જાવ.
  • વેબસાઈટના હોમ પેજ પર JEE Advanced result 2021ની લિંક દેખાશે, તેના પર ક્લિક કરો.
  • પોતાનો રોલ નંબર, જન્મ તિથિ અને ફોન નંબર સબમિટ કરો.
  • સબમિટ બટન પર ક્લિક કરો.
  • સબમિટ બટન પર ક્લિક કરતા જ સ્ક્રીન પર જેઈઈ એડવાન્સ રિઝલ્ટ 2021 દેખાશે.
  • ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે પ્રિન્ટ આઉટ લઈ લો.

જેઈઈ એડવાન્સ રિઝલ્ટ, 2021 પછી શું?

  • જોસા હેઠળ યોજાનાર શૈક્ષણિક કાર્યક્રમો માટે ઉમેદવારોનુ રજિસ્ટ્રેશન 16 ઓક્ટોબરથી શરૂ થશે.
  • પહેલા મૉક સીટ અલૉટમેન્ટ 22 ઓક્ટોબર સવારે 10 વાગે જાહેર કરવામાં આવશે.
  • બીજુ લિસ્ટ 24 ઓક્ટોબરે સવારે 10 વાગે જાહેર કરવામાં આવશે.
  • સીટ અલૉટમેન્ટનો પહેલો દોર 27 ઓક્ટોબરે સવારે 10 વાગ્યાથી શરૂ થશે.
  • વળી, 30 ઓક્ટોબર સાંજે 5 વાગ્યા સુધી ઑનલાઈન રિપોર્ટીંગ કરી શકાશે.

English summary
JEE Advanced result 2021 declared, answer keys out at jeeadv.ac.in
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X