For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NTAએ જાહેર કરી NEET 2023 પરીક્ષાનુ શિડ્યુલ, ટૂંક સમયમાં ભરી શકશો ફોર્મ

નીટ 2023 પરીક્ષાનુ શિડ્યુલ એનટીએ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. ટૂંક સમયમાં ઈચ્છુક ઉમેદવારો ફોર્મ ભરી શકશે.

|
Google Oneindia Gujarati News

NEET 2023 Exam Schedule: નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA) એ 15 ડિસેમ્બર 2022 ના રોજ NEET 2023 પરીક્ષાના આયોજન માટેની તારીખોની જાહેરાત કરી છે. પરીક્ષા માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો NEETની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર અરજી કરી શકશે. તમને જણાવી દઈએ કે, NEET 2023ની પરીક્ષા NTA દ્વારા 7મી મે 2023ના રોજ લેવામાં આવશે. આ પરીક્ષા દ્વારા ઉમેદવારો દેશની 645 મેડિકલ, 318 ડેન્ટલ, 914 આયુષ અને 47 BVSc અને AH કોલેજોમાં પ્રવેશ લઈ શકશે.

exam

NTA પરીક્ષા માટેનુ આવેદન પત્ર બહુ જલ્દી બહાર પાડશે. ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી ફોર્મ ભરવાનું રહેશે. અરજી ફોર્મ ફક્ત NEETની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર ઑનલાઇન મોડમાં ઉપલબ્ધ થશે. પરીક્ષા સંબંધિત મહત્વની માહિતી માટેની વિગતો થોડા સમયમાં જાહેર કરવામાં આવશે. તેમાં પરીક્ષા નોંધણી, પરીક્ષા પેટર્ન, પરીક્ષા ફી, પરીક્ષાના શહેરો અને અન્ય મહત્વપૂર્ણ માહિતી હશે.

કેવી રીતે ભરશો ફોર્મ

  • રસ ધરાવતા ઉમેદવારો NEET ની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર લૉગ ઇન કરીને અરજી કરી શકે છે.
  • વેબસાઇટ પર લૉગ ઇન કરીને તમારી જાતને નોંધણી કરો. આ પછી એપ્લિકેશન નંબર જનરેટ થશે.
  • ઉમેદવાર પોર્ટલ પર સાઇન ઇન કરો અને પરીક્ષા અરજી ફોર્મ ભરવા માટે આગળ વધો.
  • આ પછી તમામ દસ્તાવેજો નિર્ધારિત ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે.
  • હવે ઓનલાઈન મોડમાં અરજી ફી ચૂકવો.
  • બધી વિગતો સબમિટ કરો અને પુષ્ટિ પૃષ્ઠ ડાઉનલોડ કરો.
  • ભવિષ્યના સંદર્ભો માટે તમે તેની પ્રિન્ટઆઉટ લઈ શકો છો.
English summary
NEET 2023: NTA announced NEET 2023 Exam Schedule, Form will be fill soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X