For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SSC Recruitment 2021 એસએસસી 9મા તબક્કા માટે રજિસ્ટ્રેશન શરૂ, 10મું પાસ અરજી કરી શકશે

SSC Recruitment 2021 એસએસસી 9મા તબક્કા માટે રજિસ્ટ્રેશન શરૂ, 10મું પાસ અરજી કરી શકશે

|
Google Oneindia Gujarati News

કર્મચારી પસંદગી આયોગે એસએસસી તબક્કો 9 ભરતી 2021 માટે જાહેરાત આપી દીધી છે. એસએસસી નોટિફિકેશન 2021 મુજબ એસએસસી ભરતી 2021 માટે 24 સપ્ટેમ્બર 2021થી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એસએસસી ભરતી 2021 એપ્લીકેશન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 25 ઓક્ટોબર 2021 સુધી છે. એસએસસી તબક્કો 9 ભરતી 2021ના માધ્યમથી ખાલી પડેલાં 3261 પદ ભરવામાં આવશે. એસએસસી ભરતી 2021 માટે ધોરણ 10 પાસ ઉમેદવારો પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે છે. યોગ્ય ઉમેદવાર એસએસસી ભરતી 2021 માટે એસએસસીની સત્તાવાર વેબસાઈટ ssc.nic.in પર ઓનલાઈન અરજી કરી શકે છે.

job

ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરી લીધું હોય તેવા તમામ ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. રજિસ્ટ્રેશન થયા બાદ ઉમેદવારોએ એક લેખિત પરીક્ષા આપવી પડશે, જેના માટેની તારીખની ઘોષણા બાદમાં થશે. આ પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2022માં આયોજિત કરાશે અને 3 વિવિદ પરીક્ષાઓ હશે જે સીબીટી મોડમાં આયોજિત કરાશે.

એમટીએસ, ડ્રાઈવર, સાઈંટિફિક આસિસ્ટન્ટ, હેડ ક્લાર્ક, કંજર્વેશન આસિસ્ટન્ટ ટેક્નિકલ, મેટ્રિક સ્તર અંતર્ગત જૂનિયર કોમ્પ્યૂટર, હાયર સેકન્ડરી લેવલ અને ગ્રેજ્યુએટ અને તેનાથી ઉપરના સ્તર માટે કુલ 3261 જગ્યા ઉપલબ્ધ છે.

અગત્યની તારીખો

  • અરજી પ્રક્રિયા શરૂઃ 24 સપ્ટેમ્બર 2021
  • અરજી કરવાની છેલ્લી તારીખઃ 25 ઓક્ટોબર 2021
  • ઓનલાઈન ફી ચૂકવવાની અંતિમ તારીખઃ 28 ઓક્ટોબર 2021 રાતના 11:30 વાગ્યા સુધી
  • ઓનલાઈન ચલાન જનરેટ કરવાની છેલ્લી તારીખઃ 28 ઓક્ટોબર 2021 સુધી રાતના 11:30 વાગ્યા સુધી
  • ચલાનના માધ્યમથી ફી ચૂકવવાની છેલ્લી તારીખઃ 1 નવેમ્બર 2021
  • પરીક્ષા તારીખઃ જાન્યુઆરી/ ફેબ્રુઆરી 2022 (તારીખ જાહેર થવાની બાકી છે)

કયા ક્ષેત્રમાં કેટલી જગ્યા ખાલી

  • ઉત્તરી ક્ષેત્રઃ 1159
  • પૂર્વી ક્ષેત્રઃ 800
  • ઉત્તર પશ્ચિમ ક્ષેત્રઃ 618
  • પશ્ચિમી ક્ષેત્રઃ 271
  • દક્ષિણ ક્ષેત્રઃ 159
  • મધ્ય પ્રદેશ ક્ષેત્રઃ 137
  • કર્ણાટક ક્ષેત્રઃ 117
  • કુલઃ 3261

શ્રેણી પ્રમાણે ખાલી જગ્યા

  • જનરલઃ 1366
  • અનુસૂચિત જાતિઃ 477
  • એસટીઃ 249
  • ઓબીસીઃ 788
  • ઈડબલ્યૂએસઃ 381

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

  • એસએસસીની સત્તાવાર વેબસાઈટ ssc.nic.in પર જાઓ.
  • તમામ વ્યક્તિગત માહિતી અથવા જે કંઈપણ પૂછવામાં આવ્યું છે, તે ફોર્મમાં ભરી રજિસ્ટ્રેશન કરો.
  • હવે તમારા દ્વારા બનાવવામાં આવેલ આઈડી, પાસવર્ડનો ઉપયોગ કરી લોગઈન કરો.
  • અરજી પત્ર ભરો અને તમામ મહત્વપૂર્ણ વિવરણ અપલોડ કરો
  • અરજી ફીની ચૂકવણી કરો અને સબમિટ પર ક્લિક કરો
  • તમારી એસએસસી ચરણ 9 ભરતી 2021 અરજી જમા કરવામાં આવશે.
  • ભવિષ્યના સંદર્ભો માટે એક કોપી ડાઉનલોડ અને પ્રિંટ કરો.
English summary
Registration for SSC Recruitment 2021 SSC 9th Phase started, 10th pass can apply
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X