પોસ્ટ ઑફિસમાં 3679 ડાક સેવકોની ભરતી થશે, જાણો કઈ રીતે અરજી કરવી
ભારતીય પોસ્ટે ગ્રામીણ ડાક સેવકોની ભરતી માટે અરજીઓ મંગાવી છે. આ અરજી તેલંગાણા, દિલ્હી અને આંધ્ર પ્રદેશ પોસ્ટલ સર્કલ માટે મંગાવી છે. જે કોઈપણ ઉમેદવાર ભારતીય પોસ્ટમાં નોકરી કરવા ઈચ્છે છે અને યોગ્યતા ધરાવે છે તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. આ પદ પર અરજી કરવા માટે ન્યૂનતમ શૈક્ષણિક યોગ્યતા 10મું પાસ હોવું જરૂરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી 2021 છે. કુલ 3679 પદ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારોની અંતિમ પસંદગી ઑનલાઈન અરજીના આધારે કરાશે.
આ પદો પર અરજી કરવા માટે તમારે ભારતીય પોસ્ટની સત્તાવાર વેબસાઈટ https://appost.in/gdsonline/ પર લૉગઈન કરી અરજી માટે રજિસ્ટર કરાવવું પડશે.
રજિસ્ટ્રેશન માટે તમારે અરજી ફોર્મ ભરવું પડશે અને સંબંધિત દસ્તાવેજો અપલોડ કરવાં પડશે.
જે ઉમેદવાર UR/OBC/EWS Male/ Trans-man શ્રેણીમાં આવે છે તેમણે રજિસ્ટ્રેશન માટે 100 રૂપિયાની ફી ભરવી પડશે. ફોર્મ ભર્યા બાદ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી જેથી ભવિષ્યમાં કામ લાગે.
- તેલંગાણામાં કુલ 1150 પદ પર અરજીઓ મંગાવવામાં આવી છે.
- દિલ્હી માટે 233 પદ પર અરજીઓ મંગાવવામાં આવી છે.
- આંધ્ર પ્રદેશમાં 2296 પદ પર અરજીઓ મંગાવવામાં આવી છે.
ઉંમર મર્યાદા
આ પદો પર ભરતી માટે ન્યૂનતમ આયુષ્ય 18 વર્ષ રાખવામાં આવી છે, જ્યારે આના માટે મહત્તમ 40 વર્ષની હોય શકે છે. અને પગાર 10 હજારથી 12 હજાર છે.