જોક્સ: બાપુ મજાક ના કરો!
રાજધાટ પર પપ્પુ
પપ્પુ- બાપુ મને આશીર્વાદ દો કે હું વડાપ્રધાન બની જાવ અને મોટી જનમત સાથે જીતું.
બાપુ- આશીર્વાદ છે બેટા, તું મોદીને હરાવશે. તેને જેલના સળિયા પાછળ પહોંચાડશે. 2019થી 2049 સુધી ભારતમાં ખાલી તારું જ શાસન હશે.
પપ્પુ- બાપુ મજાક ના કરો!!!
બાપુ- શરૂઆત કોણે કરી હતી??

ચોથી વાર ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થયા પછી પોપ્યુલર થઇ ચૂકેલા પપ્પુએ પાંચમો ટેસ્ટ આપવા બેઠો.
ઓફિસરે કહ્યું આજે ખાલી તને એક જ સવાલ પૂછવામાં આવશે. સાચો જવાબ આપશે તો આજે જ તું પાસ. પપ્પુએ ખુશ કહ્યું પૂછો પૂછો....
ઓફિસર- તમે 120ની સ્પીડે એક તેવા રસ્તા પરથી પસાર થઇ રહ્યા છો જ્યાં એક બાજુ ખાઇ અને બીજી તરફ પર્વત છે. સામેથી બે મહિલાઓ અચાનક આવે છે એક યુવાન અને એક વયોવૃદ્ઘ. હવે તમે કોને મારશો???
પપ્પુ- (તરત જ) વયોવૃદ્ધને!!
અધિકારી તરત જ પપ્પુને પાંચમી વાર પણ ફેલ કર્યો.
પપ્પુને સાલુ સમજાયું નહી તેણે ઓફિસરને પૂછ્યુ પપ્પુ- સર મેં શું ખોટું કર્યું? સાચો જવાબ તો કહો?
અધિકારીએ ઊંડો શ્વાસ ભરીને કહ્યું
.
.
.
તારે સ્ત્રીને નહીં બ્રેકને મારવાની હતી!!!
--------------------
દુનિયામાં ભારત એક માત્ર તેવો દેશ છે જ્યાં
દિવાર પર લખીને તે સમજાવામાં આવે છે કે
.
.
.
.
"દિવાલ પર લખવાની મનાઇ છે"!!!!












Click it and Unblock the Notifications
