જોક્સ: જ્યારે બકાએ ફિઝિક્સને હલાવ્યું!
એક વાર બકાએ ફિઝિક્સને હલાવ્યું
સવાલ- કયું પ્રવાહી ગરમ કરવા પર ઘન સ્વરૂપ ધારણ કરે છે??
બકો- ચણાના ભજિયા!!!!
-------------
ઊંધ નથી આવતી
ચેન નથી આવતું
મેં પ્રભુને પૂછ્યું શું આ જ પ્રેમ છે??
પ્રભુ - ના બેટા તમામ વેપારીઓના આ જ હાલ છે!!!
હેપ્પી મંદી!!!

ગામના તલાટીની પાછળ કૂતરું પડ્યું આખું ગામ દોડાવીને છેવટે તલાટી ઝાડ પર ચઢ્યોને બોલ્યો
.
.
.
"સાલા તારી પાસે એક ઇંચ પણ જમીન હોતને તો ખબર પડત તે કોની જોડે પંગો લીધો છે!!!"
---------
પતિએ પત્નીના મોઢા પર પાણી નાંખ્યું. પત્ની આ શું કરો છો???
.
.
.
પતિ- તારા પપ્પાએ કહ્યું તું મારી દિકરી ફૂલ જેવી કોમળ છે તેને મૂરઝાવા ના દેતા!!!












Click it and Unblock the Notifications
