જોક્સ: બાપુ લોહી લુહાણ હાલતમાં શેરીના નાકે પડ્યા હતા!

Posted By:
Subscribe to Oneindia News

વિમાનના એક છેડેથી બૂમ આવી
"હાઇજેક"
.
.
.
લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા, કેટલાકને તો ડરના માર્યા પરસેવા છૂટવા લાગ્યા એટલામાં જ
.
.
.
વિમાનના બીજા છેડેથી જેકે ઊભા થઇને કહ્યું
"હાય જીગા" !!!!
----------------
છોકરો: I Love You!!!

છોકરી- હું સરને કહીં દઇશ

છોકરો- સર તો પરણેલા છે...મને કે ને...!!!

jokes

સ્વચ્છ ભારત અંતર્ગત જોક્સ!

એક છોકરાએ ફેસબુક પર પોસ્ટ મૂકી

આ તો સારું છે મારે કોઇ મુમતાઝ નથી નહીં તો શેરીએ શેરીએ તાજમહેલ બનાવતો!!!
.
.
.
તેમાં બાજુ વાળા પડોશીએ કમેન્ટ કરી

"પહેલા ઘરે જાજરૂ તો બનાવી લો...આખું ઘર ખેતરે લોટો લઇને જાય છે!!!..."
-----------
બાપુ લોહી લુહાણ હાલતમાં શેરીના નાકે પડ્યા પડ્યા કણસતા હતા....

લોકો ભેગા થયા. એમાંથી કોઇ બોલ્યું...

"અલ્યા.. હાલો., બાપુને ઘરે લઇ જઇએ તેમને નિરાંત થશે"

બાપુ: હજી હાડકા ભાંગવા છે તારે નકામા...ઘરેથી જ આવું છું!!!

English summary
Funny Gujarati Jokes on Gujarati Bapu. Must Read.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.