જોક્સ: બધા આશિક બેવડા નથી હોતા
હોસ્પિટલમાં હોવું અને લફરામાં હોવામાં શું છે સમાનતા?
.
.
.
.
બન્નેમાં લોકો પૂછે છે "ખરેખર સિરીયસ છો?"
-----------
એક બેવફાની યાદમાં
મેં જામ ઉઠાવ્યો
પછી તેને બ્રેડ પર લગાવ્યો
અને ફટાફટ ખાઇ ગયો
મોરલ
બધા આશિક બેવડા નથી હોતા કેટલાક ભૂખ્યાં ગુજરાતી પણ હોય છે.

યુદ્ઘ પછી હનુમાનજી અયોધ્યા પ્રશાસનને સંજીવની બુટ્ટી માટે ગયાની યાત્રાનું TA બિલ રજૂ કરવા ગયા.
ઓડિટર 3 ઓબ્જેક્શન લગાવ્યા
1.હનુમાનજી તે સમયના રાજા (ભરત)થી યાત્રા પૂર્વ અનુમતિ નહતી લીધી.
2. હનુમાનજી ગ્રેડ 2ના ઓફિસર છે માટે તેમને હવાઇ યાત્રાની અનુમતિ નથી.
3. ખાલી સંજીવની બુટ્ટી લાવવાનું કહ્યું હતું પણ તેમણે આખો પહાડ લાવ્યો અને વધુ લગેઝ સાથે યાત્રા કરી છે માટે બિલ પાસ નહીં કરાય.
રાજા રામ પણ નિયમો વિરુદ્ધ કંઇ કરી ના શક્યા. એટલે હનુમાનજીએ ઓડિટર પાસે જઇને 20 ટકાની ઓફર કરી.
જે બાદ ઓડિટરે આવી રીતે ઓબ્જેક્શન દૂર કર્યા.
1. તે સમયે રાજા રામ પોતાની પાદુકાના માધ્યમથી રાજા હતા એટલે આ યાત્રા અનુમતિથી થઇ હતી.
2. આપાતકાલમાં લક્ષ્મણનો જીવ બચાવવા માટે કરેલી યાત્રા હોવાથી ગ્રેડ 2ના અધિકારી એવા હનુમાનજીને હવાઇ યાત્રાની અનુમતિ છે.
3. જો ખોટો છોડ આવી જાત તો? ફરી યાત્રા કરવી પડતી માટે હનુમાનજીને વધુ લગેઝની પણ અનુમતિ છે
બિલ પાસ....












Click it and Unblock the Notifications
