જોક્સ: છેવટે ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી
એક સ્ત્રી એક પાદરી પાસે તેની ફરિયાદ લઇને આવી.
સ્ત્રી- ફાધર, મારી એક સમસ્યા છે. મારી પાસે બે મહિલા પોપટ છે. પણ તે બન્ને હંમેશા એક જ વાત બોલે રાખે છે.
પાદરી- એમ, શું બોલે છે?
મહિલા- તે હંમેશા બોલે છે "Hi, અમે છીએ હોટ અને અમને જોઇએ છે લાઇફમાં ફન!"
પાદરી- Oh!..આ તો ખૂબ જ મોટી સમસ્યા છે!!
થોડું વિચારી પાદરીએ કહ્યું
પાદરી- પણ દિકરી, મારી જોડે આ વાતનો ઉપાય છે મારી પાસે મારા ઘરે બે મેલ પોપટ છે તેમને મેં હંમેશા ભગવાનનું નામ અને સારી વાતો બોલતા શીખવ્યા છે. વધુમાં તે આખો દિવસ ભગવાન ઇસુના નામનું જ રટણ કરે રાખે છે. તું એક કામ પર તારા ફિમેલ પોપટને લઇ આવ. તે મારા પોપટ સાથે રહી ભગવાનનું નામ લેતા શીખી જશે.

મહિલા ખુશ થઇને ઘરે ગઇ. અને બીજા દિવસે પોતાની બે મહિલા પોપટને લઇને તે પાદરીના ઘરે ગઇ.
પાદરીના ઘરે તેના બે પાળતૂ પોપટ ભગવાન ઇસુના નામનું સતત રટણ કરી રહ્યા હતા.
સ્ત્રીએ તેના પોપટ પાદરીના પોપટની સામે મૂક્યા.
જે બાદ મહિલાના બે પોપટ સામેના બે પોપટને જોઇને બોલી,
"Hi, અમે છીએ હોટ અને અમને જોઇએ છે લાઇફમાં ફન"
આ સાંભળીને પાદરીના એક પોપટ તેના સાથી પોપટ કહ્યું
.
.
.
"જોયુ!! છેવટે ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી."












Click it and Unblock the Notifications
