
જોક્સ: ભારત પાકિસ્તાનની ફાઇનલ મેચ પહેલાના નિયમો
ફાઇનલ
અનુષ્કાના દેવર VS સાનિયાના દેવર
----------
વરસાદનું બહાનું નહીં ચાલે
મેદાન ભીનું હોય તો ફુટબોલની મેચ કરાવજો
પણ પાકિસ્તાન હાર્યા વગર ના જવું જોઇએ!!!
--------
18 તારીખે ટોસ જ નથી કરવાનો...
.
.
.
પેલા પાકિસ્તાનના વાળાને ક્યો કે આગળની મેચના 124 રન બાકી છે ઇ પહેલા પૂરા કરે...
ભારત પાકિસ્તાનની ફાઇનલ મેચ પહેલાના નિયમો
1. ઘરમાં જેને પણ બાથરૂમ ટોયલેટ જોવું હોય તે મેચ જવા પહેલા જ જતા રહેવું મેચ ચાલુ થયા પછી તમે હલ્યા અને તે સમયે વિકેટ કે કેચ છૂટ્યો તો આખી જિંદગી તમારી પર અપશુકનિયાળનું ગ્રહણ લાગવાની સંભાવના છે. કોઇ ખેલાડીનો દોષ નહીં નીકાળે બધો વાંક તમારો જ માનવામાં આવશે.
2. ભૂલથી પણ તેવું માંગણી ના કરતા કે મારે તો મારી સિરિયલ જોવી જ છે. ચૂપચાપ મોબાઇલમાં જે જોવું હોય તે જોઇ લેવું. આ વાત તમારા સુખી દાંપત્ય માટે મહત્વની છે. અન્ય કોઇ દિવસે સરળતાથી રિમોટ આપી દેતા પતિ જોડે મેચના દિવસે કોઇ અપેક્ષા રાખવી નહીં.
3. મેચ દરમિયાન પગ હાલવવા, છીંક ખાવી તેવી કોઇ પણ હરકતો કર્યા વગર ચૂપચાપ ડાહ્યા બાબાને જેમ બેઠા રહેતા શીખો.
4. મેચ શરૂ થતા પહેલા મીઠું દહીં ખાઇ લેજો. રાજમા, ચણા ખાઇને અન્ય લોકોની મુશ્કેલીઓ ના વધારતા.
5. જૂના ફટાકડા અત્યારથી જ કાઢી લેજો. કારણ કે પાછળથી જીત પછી તમારા પહેલા તમારો પડોશી ફટાકડા ફોડશે તો તેનો વસવસો તમને તમારો પરિવાર આખી જિંદગી સંભળાવશે.