જોક્સ:જો આજે નરેન્દ્ર મોદીને છોકરો હોત તો...
જો આજે નરેન્દ્ર મોદીને છોકરો હોત તો એ એમ જ કહેત કે
.
.
.
.
લ્યા મારા બાપા બહુ ઊંચી નોટ છે!!!!
----------
એક ભેંસ ગભરાયેલી જંગલમાં ભાગી રહી હતી!
ઉંદર- અરે ભેસ બેન ક્યાં ભાગો છો??
ભેંસ- જંગલમાં પોલિસ હાથીને પકડવા આવી છે!!
ઉંદર- પણ તમે તો કેમ ભાગો છો તમે તો ભેંસ છો!
ભેંસ- ભાઇ આ ભારત છે!!! પકડાઇ ગઇ તો 20 વર્ષ તો અદાલતમાં તે જ સિદ્ધ કરતા લાગી જશે કે "હું હાથી નથી ભેંસ છું!!"

શિક્ષક - સૌથી વધુ ચતુર પ્રાણી કોણ???
વિદ્યાર્થી- હરણ.
શિક્ષક- કેવી રીતે!
વિદ્યાર્થી- તેણે સતયુગમાં પ્રભુ રામને ફસાવ્યો અને કલયુગમાં સલમાનને!!!
----------
અમોએ તમોને ખુબ લાગણીથી સુ-પ્રભાત કહેલું. પણ તમોએ વહેલી પ્રભાતે પથારી છોડવાના અભાવે અમોની લાગણીઓને છિન્ન ભિન્ન કરી નાખેલ.
અમોએ તમોને પ્રભાતે અમોની સ્મૃતિમાં વાગોળ્યા પણ તમો મીઠી નીંદરને કારણે અમોને તમોની સ્મૃતિમાં નહોતા વાગોળ્યા.
આમ છતાં પણ અમો તમોને અમોની સ્મૃતિમાં વધારે વાગોળવાનું ચાલુ રાખેલ અને અમોને તમો એક દિવસ તમોની સ્મૃતિમાં જરૂર વાગોળશો એવી અંતરની ઊંડી લાગણીઓ સાથે ફરીથી અમો તમોને સુ-પ્રભાત કહીએ છીએ.












Click it and Unblock the Notifications
