જોક્સ: જો તું મને સાચ્ચો પ્રેમ કરતો હશે ને તો..
પુત્ર- પપ્પા પ્રેમ એટલે શું?
પપ્પા- બલિદાન
પુત્ર- અને લગ્ન એટલે?
પપ્પા- આત્મ બલિદાન!!!
--------
પત્ની મને નથી લાગતું હું બચીશ, મને લાગે છે કે હું મરી જઇશ!!
પતિ- હું પણ મરી જઇશ!!
પત્ની- પણ હું તો બિમાર છું માટે મરીશ, તમે કેમ આવું બોલો છો?
પતિ- હું આટલી ખુશી સહન નહીં કરી શકું ને!!!

પ્રેમિકા- જો તું મને સાચ્ચો પ્રેમ કરતો હશે ને તો તું મારી માટે ચાંદ તોડી લાવશે?.
.
.
.
.
પ્રેમી- હું તો તોડી લાવીશ, પણ પછી પૃથ્વીની આજુબાજુ કોણ આટા મારશે....તારો બાપ!!!
-------
95 વર્ષની ઉંમરે એક દાદાજી મૃત્યુ બાદ સ્વર્ગમાં પહોંચ્યા
ત્યાં અપ્સરાઓનું નૃત્ય જોઇને દાદાજી ફૂટી-ફૂટીને રડવા લાગ્યા અને કહ્યું
"નાહક આટલા વર્ષ યોગ કર્યું....નહીં તો ક્યારનોય અહીં આવી જલસા કરતો હોત"
----------












Click it and Unblock the Notifications
