જોક્સ: સંસ્કૃતના ક્લાસમાં પપ્પૂની પરીક્ષા હતી

સંસ્કૃતના ક્લાસમાં પપ્પૂની શ્લોકની પરીક્ષા હતી.

સંસ્કૃતના ક્લાસના ગુરુજીએ પૂછ્યું- પપ્પૂ આ શ્લોકનો અર્થ સમજાવ.

"કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન".

પપ્પૂ = રાધિકા કદાચ રસ્તામાં ફળ વેચવાનું કામ કરી રહી છે!!!!

ગુરુજી = મૂર્ખા.... તેનો અર્થ આ નથી, ચલ છોડ આનો અર્થ કે...

jokes

"બહુનિ મે વ્યતીતાની, જન્માનિ તવ ચાર્જુન"

પપ્પૂ = મારી વહૂને ધણા બાળકો છે અને બધા 4 જૂને જન્મ પામ્યા છે.

ગુરુજી = ગધેડા! સંસ્કૃત ભણાવું છું ત્યારે તારું ધ્યાન ક્યાં હોય છે??? હવે આનો મતલબ કહે...

"દક્ષિણે લક્ષ્મણોયસ્ય વામે તૂ જનકાત્મજા"

પપ્પૂ = દક્ષિણમાં ઉભેલા લક્ષ્મણે જનકને કહ્યું તું તો ખુબ મઝામાં છે!!!

ગુરુજી = સાચું કહે તને એક પણ શ્લોકનો અર્થ નથી ખબર ને?????

પપ્પૂ= ખબર છે ને!!!

ગુરુજી = છેલ્લી વાર પૂછું છું. હવે આ અર્થનો સાચો જવાબ આપજે...

"હે પાર્થ ત્વયા ચાપી મમ ચાપી.......! " બોલ આનો અર્થ બોલ.

પપ્પૂ = મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણ અર્જૂનને કહી રહ્યા છે........

ગુરુજી ઉત્સાહિત થઇ એકદમ બરાબર બોલ્યો બહુ સરસ, બહુ સરસ આગળ બોલ.

પપ્પૂ = ભગવાન બોલ્યા....અર્જૂન તું પણ ચા પી લે. મેં પણ ચા પી લીધી છે, પછી યુદ્ધ કરશું!!!!

ગુરુજી બેહાશ.............

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X