For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરણિત પુરૂષોને માટે સુખી થવાના સાત નુસખા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

marriage
1 . કીચનની બધી વસ્તુઓ સોફટ, વજનમાં હલકી અને વાગી જાય તો વધારે ઘા ના કરે તેવી લાવવી એમાં ખાસ કરીને વેલણ ,ચમચો, ડોયો, ગ્લાસ, વાટકી તથા ઘરમાં એક વોશીંગ મશીન અને ક્લીનર અવશ્ય વસાવવું કારણ કે ધોકા અને સાવરણીનો ક્યારેક ખોટો ઉપયોગ થઇ શકે છે.

2. કોઇ પણ લેડીઝ આઇટમ ખરીદવા તમારે જવુ નહીં અને જો તમારે જવુ પડે તો ઘરવાળીને લીધા વગર જવું અને છતાં પણ જો ઘરવાળીની સાથે જવાનું થાય તો પેલા દુકાનદારના મોઢે પહેલાંથી ડૂચો વાળી દેવો કે એ બાફે નહીં.

3. સસરીપક્ષ માંથી આપેલી કોઇ વસ્તુ કે ઘરવાળીએ લાવેલી કોઇ વસ્તુની બુરાઇ કરવી નહીં

4. કોઇની સારી સાડી અને પોતાની ઘરવાળીના કોઇ દિવસ વધારે પડતા વખાણ કરવા નહીં, નહિંતર એને ખબર પડી જશે કે તમારુ ક્યાંક ચક્કર છે.

5. જ્યાં ઘરવાળીની બહેન કે બહેનપણી રહેતી હોય ત્યાં આજુબાજુમાં ક્યારેય ઘર લેવુ નહીં, ઘર રાખ્યાં પછી રહેવા આવે તો ફુટ્યાં તમારા નસીબ.

6. દિવસમાં રોજ બે વખત ઘરવાળીની સામે સાળાના ફરજિયાત વખાણ કરવા. પછી ગમે કે ન ગમે. દવા સમજીને પણ આ ઘુંટડો પી જવો.

7. ઓફીસ થી આવો ત્યારે બાઇક પરથી ઉતરી ઘરમા જતી વખતે તરત જ હેલ્મેટ ઉતારવું નહીં. થોડી વાર બેસી ઠંડા પાણી નો ગ્લાસ આવી જાય ત્યા લગી રાહ જોવી. પાણી આવ્યા પછી ખતરો નથી એમ સમજી હેલ્મેટ ઉતારવુ.

અનુભવ ના આધારે...સોહમ ઠાકર

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X