અરેન્જ મેરેજવાળાના છૂટાછેડા કેમ ઓછા થાય છે
પત્ની- (શરમાતા) મારી આટલી ઉંમર થયા બાદ પણ આજે પણ તમારા એક મિત્રએ મારા ખૂબ વખાણ કર્યા.
પતિ- કોણ પેલો ઉમેશ??
પત્ની- હા, તમને કેવી રીતે ખબર પડી??
પતિ- તે ભંગારનો હોલસેલ ડિલર છે એટલે તેને બધી જૂની વસ્તુઓ સુંદર જ લાગે છે.
--------
પતિ-પત્ની એક દુકાનથી બહાર નીકળતા હતા ત્યારે એક ભિખારીએ કહ્યું.
"એ હુસ્ન કી મલ્લિકા અંધે કો પાંચ રૂપિયે દે દો"
પતિએ પત્નીને કહ્યું "આપી દે, ખરેખરમાં આંધળો છે!!"

સંતા- યાર, અરેન્જ મેરેજવાળાના છૂટાછેડા કેમ ઓછા થાય છે??
બંતા- અરે જે પોતાની મરજીથી લગ્ન ના કરી શક્યો તે પોતાની મરજીથી છૂટાછેડા શું ખાખ લેશે!!
---
મારવાડી મંદિરમાં - ભગવાન તમે મને 1000 રૂપિયા આપો હું તમને 500 રૂપિયાનો પ્રસાદ ચડાવીશ.
થોડી વારમાં તેને રસ્તા પરથી 500ની નોટ મળી.
મારવાડી- શું ભગવાન આટલો જ વિશ્વાસ ને!!! પહેલેથી જ પોતાનો હિસ્સો કાપી લીધો..
---
શિક્ષક - તારા બાપની ઉંમર કેટલી છે?
બાળક- 6 વર્ષની
શિક્ષક- હૈ એ કેવી રીતે શક્ય બને??
બાળક- તે મારો જન્મ થયો ત્યારે જ તો બાપ બન્યાને... તો થઇને તેમની ઉંમર 6 વર્ષની..
-------
રાહુલ- તમે ખેતરમાં શું શું વાવો છો??
ખેડૂત- ધઉં, જુવાર, કપાસ
રાહુલ- તો કિસાન જેમ કોણ બનાવે છે??












Click it and Unblock the Notifications
