
Pics : બૉસમાં ટુ પીસ કપડામાં બોલ્ડ દેખાતાં અદિતી!
મુંબઈ, 2 સપ્ટેમ્બર : બૉલીવુડ અભિનેત્રી અદિતી રાવ હૈદરી પોતાની આગામી ફિલ્મ બૉસમાં ખૂબ જ બોલ્ડ નજરે પડનાર છે. ફિલ્મની લીક થયેલી તસવીરો પરથી સ્પષ્ટ છે કે અદિતી રાવ હૈદરીએ ફિલ્મમાં અનેક દૃશ્યોમાં ટુ પીસ કપડાં પહેર્યાં છે.
એંથની ડિસૂઝા દિગ્દર્શિત બૉસ ફિલ્મમાં અક્ષય કુમાર અને અદિતી રાવ હૈદરી ઉપરાંત મિથુન ચક્રવર્તી, શિવ પંડિત, ડૅની, રોનિત રૉય તથા જ્હૉની લીવર પણ છે. અદિતી રાવ હૈદરી પહેલી વાર અક્ષય કુમાર સાથે કામ કરી રહ્યાં છે. ફિલ્મમાં તેઓ અનેક દૃશ્યોમાં ટુ પીસ કપડામાં દેખાઈ રહ્યાં છે. આ તસવીરો જોઈ અંદાજો લગાવી શકાય છે કે બૉસ ફિલ્મમાં અદિતી ખૂબ જ બોલ્ડ નજરે પડનાર છે.
આવો તસવીરો સાથે જાણીએ અદિતી રાવ હૈદરી તથા બૉસ અંગે :

ટુ પીસ કપડામાં અદિતી
અભિનેત્રી અદિતી રાવ હૈદરી પહેલી વાર ખેલાડી અક્ષય કુમાર સાથે બૉસ ફિલ્મમાં આવી રહી છે. ફિલ્મના દૃશ્યમાં તેઓ ટુ પીસ કપડામાં દેખાયા છે.

એક્શન કરવા માંગે છે
જોકે અદિતી રાવ હૈદરીએ તાજેતરમાં જ જણાવ્યુ હતું કે તેઓ ફિલ્મોમાં એક્શન દૃશ્યો કરવા માંગે છે.

શિવ પંડિત સાથે અદિતી
બૉસ ફિલ્મમાં અક્ષય કુમાર અને અદિતી રાવ હૈદરી ઉપરાંત શિવ પંડિત તથા મિથુન ચક્રવર્તી, શિવ પંડિત, ડૅની, રોનિત રૉય તથા જ્હૉની લીવર પણ છે.

આવતા મહીને રિલીઝ
એંથૉની ડિસૂઝા દિગ્દર્શિત બૉસ તામિળ ફિલ્મ પોક્કિરી રાજાની હિન્દી રીમેક છે. બૉસનું નિર્માણ અક્ષય કુમાર તથા અશ્વિની યાર્ડી કરી રહ્યાં છે. અક્ષય કુમાર સાથે 2009માં બ્લ્યુ બનાવનાર એંથૉની ડિસૂઝાની આ ફિલ્મ 18મી ઑક્ટોબરે રિલીઝ થશે.

બિગ બી આપશે પરિચય
બૉસમાં અક્ષયના પાત્રનો પરિચય મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આપશે. અક્ષયે જણાવ્યું કે તેમના માટે આ એક સન્માનની વાત છે.

આયટમ સૉંગનો તડકો
ફિલ્મમાં સોનાક્ષી અક્ષય સાથે એક આયટમ સૉંગમાં ઠુમકાં લગાવતાં દેખાશે.