એ દિલ હે મુશ્કીલની રિલીઝને રાજ ઠાકરેએ આપી લીલી ઝંડી

Subscribe to Oneindia News

પાકિસ્તાની કલાકારો હોવાને કારણે વિવાદોમાં ફસાયેલી ફિલ્મ ' એ દિલ હે મુશ્કીલ ' ઉપરથી સંકટના વાદળો હટી ગયા છે. ફિલ્મ હવે નક્કી કરેલી તારીખે જ રિલીઝ થશે. શનિવારે સવારે ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહર અને મહેશ ભટ્ટે મનસે પ્રમુખ રાજ ઠાકરે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી.

karan 1

મુખ્યમંત્રી અને બંને નિર્માતાઓ સાથે મુલાકાત બાદ મનસે પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે તેઓ ફિલ્મ ' એ દિલ હે મુશ્કીલ ' ની રિલીઝનો વિરોધ નહિ કરે.

મુલાકાત બાદ મહેશ ભટ્ટે પત્રકારોને જણાવ્યુ કે તેમણે ફિલ્મની રિલીઝ માટે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી છે અને ફિલ્મની રિલીઝ માટે તેમને સકારાત્મક આશ્વાસન મળ્યુ છે. ફિલ્મ એંડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇંડિયાના અધ્યક્ષ મહેશ ભટ્ટે કહ્યુ, ' મે સીએમ ફડણવીસને વિશ્વાસ આપ્યો છે કે ભવિષ્યમાં કોઇ પણ પાકિસ્તાની કલાકારને ભારતીય ફિલ્મમાં લેવામાં આવશે નહિ'


તેમણે જણાવ્યું કે કરણ જોહરે પણ કહ્યુ છે કે તેઓ ફિલ્મ શરુ થતા પહેલા શહીદોના સમ્માનમાં એક વિશેષ સ્લેટ ચલાવશે. આ અમારા તરફથી શહીદોને શ્રદ્ધાંજલિ શશે. ભટ્ટે જણાવ્યું કે પ્રોડ્યુસર્સ ગિલ્ડ આર્મી વેલ્ફેર ફંડમાં પણ આર્થિક યોગદાન આપશે.

karan 2

શું હતો વિવાદ

છેલ્લા કેટલાક સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના પગલે પાકિસ્તાની કલાકારો સાથે કામ કરતી ફિલ્મોનુ ભવિષ્ય ડામાડોળ થયુ હતુ. તમને જણાવી દઇએ કે પાકિસ્તાની અભિનેતા ફવાદખાને એ દિલ હે મુશ્કીલ ફિલ્મમાં કામ કર્યુ છે. જેના પગલે દેશભરના ચાર રાજ્યોના સિને ઑનર્સ એસોસિએશને આ ફિલ્મ રિલીઝ કરવાની મનાઇ કરી દીધી હતી. ત્યારબાદ આ ફિલ્મના નિર્માતા કરણ જોહરે પોતાનો એક વીડિયો પણ જારી કયો હતો. વળી, ફિલ્મને નિશાનો બનાવવા અંગે ફિલ્મ નિર્દેશકોનું એક સમૂહ રાજનાથસિંહને પણ મળી ચૂક્યુ છે.

karan 3

અભય દેઓલનુ નિવેદન ' હુ આ સરકારને ગંભીરતાથી નથી લેતો '


પાકિસ્તાની કલાકરોને લઇને બનેલી હિંદી ફિલ્મો પર પ્રતિબંધ લગાવવાની માંગ અંગે થયેલા વિવાદ પર અભય દેઓલે કહ્યુ હતુ કે માત્ર ફિલ્મ બનાવનાર પર જ નહિ પરંતુ પાકિસ્તાન સાથે થતી આયાત-નિકાસ પર પણ પ્રતિબંધ લગાવો.

અભયે વધુમાં કહ્યુ હતુ કે હુ આ માત્ર પબ્લિસિટી મેળવવા નથી કરતો. પરંતુ સરકાર જ્યારે અડધુ કામ કરતી હોય ત્યારે હુ તેને ગંભીરતાથી નથી લેતો. પાકિસ્તાનની ફિલ્મો અને કલાકારો પર પ્રતિબંધ લગાવવાની વાત સાથે હુ ત્યારે જ સંમત થઇશ જ્યારે તેનાથી આપણા દેશની સેનાના જવાનોને તેનાથી કોઇ ફાયદો થશે.

karan 4

એ દિલ હે મુશ્કીલને નિશાન બનાવવા પર ભડક્યા હતા સલીમખાન

સલીમખાને પણ આ વિવાદમાં જોડાતા પોતાના ટ્વીટર પર લખ્યુ હતુ કે બૉલીવુડ એક જ એવુ સ્થળ છે કે જ્યાં કામ અને પ્રતિભા મહત્વના છે. અહીં ધર્મ, જાતિ સાથે અહીં કોઇને લેવાદેવા નથી. હા અમુક નેતાઓ પોતાનો ઉલ્લૂ સીધો કરવા માટે કલાકારોને છૂટા પાડવાની કોશિશ કરે છે. આમાં અમુક અભિનેતાઓને પણ પર્સનલ લાભ થાય છે.

English summary
ae dil hai mushkil will be released on scheduled date.
Please Wait while comments are loading...