વિવાદીત જાહેરાત: લોકહીતમાં મળેલા પત્રનો એશે આપ્યો જવાબ
[બોલીવુડ] ઐશ્વર્યા રાય બચ્ચન આ વર્ષે ફિલ્મ 'જઝ્બા'ની સાથે કમબેક કરી રહી છે, જેના કારણે તે હાલમાં લાઇમ લાઇટમાં છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે એશ ટૂંક સમયમાં એક વિવાદોમાં ફંસાવાની છે! હા, કલ્યાણ જ્વેલર્સની નવી જાહેરાતના કારણે એશ મુશ્કેલીમાં મુકાઇ શકે છે.
એક અંગ્રેજી વેબસાઇટની માનીએ તો કલ્યાણ જ્વેલર્સની આ જાહેરાત એક અખબારમાં છપાઇ હતી, જેને જોઇને સામાન્ય સહિત એક્ટિવિસ્ટ તેની વિરુદ્ધ અવાજ ઊઠાવવા લાગ્યા છે.

જોકે ઐશ્વર્યા રાયને હંમેશા સામાજિક મુદ્દાઓને લઇને અવાજ ઊઠાવતા જોવામાં આવી છે, આ પ્રચાર લોકોના ગળે નથી ઉતરી રહ્યો. અહીં સુધી લોકોએ એશને એક ઓપન લેટર પણ લખી નાખ્યો છે.
હવે જોવાનું એ રહ્યું કે એશ આ વિવાદ પર શું પ્રતિક્રિયા આપે છે. જોકે એશ બોલીવુડનીએ અભિનેત્રીઓમાંથી છે જે વિવાદોથી દૂર જ રહે છે.
ઐશ્વર્યાએ આપ્યો પત્રનો જવાબ
આ વિવાદને પગલે ઐશ્વર્યાની પ્રતિક્રિયા પણ આવી ગઇ છે. તેણે ઓપન લેટર લખનારાઓને જવાબ આપતા એક નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે 'આપના દ્વારા આ તરફ ધ્યાન દોરવા બદલ ધન્યવાદ, પરંતુ છેલ્લે છપાયેલી જાહેરાતમાં તસવીર સાથે ફેરફાર કરવામાં આવ્યો છે.'
ઐશ્વર્યાએ પોતાના નિવેદનની સાથે ઓરિજિનલ ફોટો શૂટની એક તસવીર પણ જાહેર કરી છે. જેમાં બેકગ્રાઉંડ બિલકૂલ સાદુ છે. હવે જાહેરાતની સંપૂર્ણ જવાબદારી કલ્યાણ જ્વેલર્સ પર આવે છે. હવે જોવાનું એ છે કે કલ્યાણ જ્વેલર્સ આની પર શું એક્શન લે છે.













Click it and Unblock the Notifications
