દરિયા કિનારે બિકિનીમાં અનુષ્કા શર્માનો જોરદાર અંદાજ, કોહલીનું રિએક્શન

અનુષ્કા શર્મા મિયામીમાં રજાઓ માણી રહી છે. ફિલ્મ ઝીરો પછી અનુષ્કા હાલમાં કોઈ પણ ફિલ્મ સાથે સંકળાયેલી નથી. પરંતુ તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

અનુષ્કા શર્મા મિયામીમાં રજાઓ માણી રહી છે. ફિલ્મ ઝીરો પછી અનુષ્કા હાલમાં કોઈ પણ ફિલ્મ સાથે સંકળાયેલી નથી. પરંતુ તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં અનુષ્કાએ સોશિયલ મીડિયા પર તેની એક તસવીર શેર કરીને ચાહકોને ખુશ કર્યા હતા. આ તસવીરમાં અનુષ્કા બીચ પર બિકીની પહેરેલી જોવા મળી રહી છે અને તેની સ્માઈલ તસ્વીરને વધુ સુંદર બનાવી રહી છે. ફેન્સને અભિનેત્રીનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે અને લોકો દરેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

આ પણ જુઓ: નવાબ શાહ અને પૂજા બત્રા સ્વિમિંગ પૂલમાં રોમાન્સ કરતા જોવા મળ્યા

બિકિનીમાં અનુષ્કા શર્માનો જોરદાર અંદાજ

બિકિનીમાં અનુષ્કા શર્માનો જોરદાર અંદાજ

આ તસવીર શેર કરતી વખતે અનુષ્કાએ લખ્યું છે- Sun kissed & blessed.. જ્યારે ફેન્સ અનુષ્કાના વખાણ કરતા થાકતા નથી. તથા પતિ વિરાટ કોહલીએ પણ આ તસવીર પર પ્રતિક્રિયા આપી છે. કોઈ શંકા નથી કે વિરાટ- અનુષ્કાને ફેન્સ દ્વારા 'પરફેક્ટ કપલ' કેમ માનવામાં આવે છે. વિરાટે અનુષ્કાની તસવીર પર હાર્ટ ઇમોજી બનાવ્યો છે. અભિનેત્રીની આ તસવીર પર 10 લાખથી વધુ લાઈક્સ આવી છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચુકી છે.

વિરાટે અનુષ્કાની તસવીર પર હાર્ટ ઇમોજી બનાવ્યો

વિરાટે અનુષ્કાની તસવીર પર હાર્ટ ઇમોજી બનાવ્યો

જોકે, હાલમાં અનુષ્કા વિરાટની સાથે ફિલ્મોમાંથી બ્રેક લઈને રજા માણી રહી છે. પરંતુ ચાહકોને આશા છે કે ટૂંક સમયમાં અભિનેત્રી તેની આગામી ફિલ્મની ઘોષણા કરશે. તમને જણાવી દઈએ કે, અનુષ્કાની છેલ્લી ફિલ્મ ડિસેમ્બર 2018 માં 'ઝીરો' હતી, જેમાં તે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ સાથે જોવા મળી હતી. અનુષ્કા 8 મહિનાથી ફિલ્મોથી દૂર છે.

પરફેક્ટ કપલ

પરફેક્ટ કપલ

તાજેતરમાં જ અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ હોવા અંગે અફવાઓ ઉડી હતી. જેના પર અનુષ્કાએ સખ્તાઇથી કહ્યું, એક અભિનેત્રી લગ્ન કરે છે અને પછીનો પ્રશ્ન પ્રેગ્નેન્સી વિશે જ પૂછવામાં આવે છે. કેમ એવું વાતાવરણ બનાવામાં આવે છે જ્યાં કોઈ વ્યક્તિને જબરદસ્તી સફાઈ આપવી પડે છે.

અભિનેત્રીએ આગળ કહ્યું - મારા લગ્ન 29 વર્ષની ઉંમરે થયા, જે એક અભિનેત્રી તરીકે ઓછી છે. મેં લગ્ન કર્યા કારણ કે મને પ્રેમ થઇ ગયો હતો.. અને હું તેને પ્રેમ કરું છું. લગ્ન એક એવી વસ્તુ છે જે સંબંધને આગળ લઈ જાય છે. હું હંમેશાં એ હકીકત માટે ઉભી રહી છું કે સ્ત્રીઓ સાથે સમાન વર્તાવ થવોજોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X