Pics : અનુષ્કાના હોઠનો શેપ કોણે બગાડ્યો... વિરાટ કે???

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 6 ફેબ્રુઆરી : યશ રાજ બૅનરની શોધ મૅડમ અનુષ્કા શર્મા આજકાલ ફરીથી હૅડલાઇન્સમાં ચમકી રહ્યાં છે. કારણ વિરાટ કોહલી તો નથી, પણ તેમના સુંદર હોઠ છે કે જે આજકાલ થોડાંક વિચિત્ર આકારમાં દેખાઈ રહ્યાં છે. અનુષ્કા શર્મા રવિવારે પ્રસારિત થનાર કૉફી વિથ કરણ શોમાં ગેસ્ટ તરીકે હાજર રહેવાના છે. તેમની સાથે નજરે પડશે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ.

કૉફી વિથ કરણ શો સ્ટાર વર્લ્ડ ચૅનલ ઉપર પ્રસારિત થાય છે કે જેને કરણ જૌહર હોસ્ટ કરે છે. અનુષ્કા-અનુરાગ વાળા એપિસોડના પ્રોમો ટેલીવિઝન પર આવવા લાગ્યાં છે કે જેમાં અનુષ્કાને જોઈ સૌ આશ્ચર્યમાં મુકાઈ રહ્યાં છે. શોના પ્રોમોમાં અનુષ્કાના હોઠોનો શેપ ખૂબ જ જુદો દેખાઈ રહ્યો છે. બદલાયેલા શેપ સાથે અનુષ્કા શર્મા સુંદર નહીં, પણ વિચિત્ર લાગી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે કદાચ અનુષ્કાએ સુંદર દેખાવા માટે પોતાના હોઠોની સર્જરી કરાઈ છે, પણ આ સર્જરી બાદ તો તેઓ સુંદર દેખાવાના સ્થાને વિચિત્ર દેખાઈ રહ્યાં છે.

અનુષ્કા શર્માના બદલાયેલા હોઠ શેપ અંગે લોકોએ ટ્વિટર અને ફેસબુક ઉપર તેમની મજાક ઉડાડવાની શરુ કરી છે. લોકોએ લખ્યું છે કે અનુષ્કા મૅડમ... આપના હોઠોનો શેપ બગડવાનું કારણ સર્જરી છે કે પછી વિરાટ કોહલી કે જેમની સાથે આપ આજકાલ ઇશ્ક ફરમાવી રહ્યાં છે. અનુષ્કા શર્મા હાલ ન્યુઝીલૅન્ડ પહોંચી ગયાં છે કે જ્યાં વિરાટ કોહલી ભારતીય ટીમ સાથે ન્યુઝીલૅન્ડ સિરીઝનો ભાગ છે.

ખેર, અનુષ્કા તો કથિત પ્લાસ્ટિક સર્જરી બાદ કંઇક વિચિત્ર લાગે છે, પરંતુ બૉલીવુડમાં અનેક એવી અભિનેત્રીઓએ છે કે જેમણે પ્લાસ્ટિક સર્જરી દ્વારા સૌંદર્ય પ્રાપ્ત કર્યું છે. ચાલો આપની મુલાકાત કરાવીએ એવી જ અભિનેત્રીઓ સાથે. જોવા માટે સ્લાઇડર ફેરવતા જાઓ :

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા ઑલરેડી સુંદર, સેક્સી અને હૉટ દેખાતા હતાં. રબ ને બના દી જોડી સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર અનુષ્કા શર્મા આજકાલ વિરાટ કોહલી સાથે અફૅરના પગલે ચર્ચામાં છે, પરંતુ તેઓ કૉફી વિથ કરણ શોમાં જે વિચિત્ર દેખાવ સાથે પહોંચ્યા, તે જોઈને સૌ ચોંકી ઉઠ્યાં. એમના હોઠનો શેપ કંઇક વિચિત્ર લાગે છે. જોકે હજી ખુલાસો નથી થયો કે અનુષ્કાના હોઠનો શેપ બગડ્યો કઈ રીતે? ખેર, અનુષ્કાથી વિપરીત સર્જરી દ્વારા સૌંદર્ય પ્રાપ્ત કરનાર અભિનેત્રીઓને જોવા સ્લાઇડ ફેરવો.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

વિશ્વના મોસ્ટ બ્યુટીફુલ મહિલા ઐશ્વર્યા રાયે પણ સૌંદર્યને ચારચાંદ લગાવવા માટે પોતાના ચહેરામાં સર્જરી દ્વારા કેટલાંક ફેરફાર કરાવ્યા હતાં. તેમાં નાકની સર્જરીનો પણ સમાવેશ થતો હતો. જોકે આપણે ઐશના પ્રેટી ફેસને ક્યારેય નહીં ભુલાવી શકીશું કે જે ચહેરા સાથે તેમણે 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ હાસલ કર્યો હતો.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શો ફરક છે બંને તસવીરો વચ્ચે? બિગ બ્રધરના વિજેતા શિલ્પા શેટ્ટીએ પણ નાકની સર્જરી કરાવી સૌંદર્યમાં વધારો કર્યો હતો.

રાણી મુખર્જી

રાણી મુખર્જી

રાણી મુખર્જી પણ જુઓ સર્જરી બાદ કેવાં સુંદર દેખાય છે.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

કૅટરીના કૈફે પોતાને વધુ સુંદર દાખવવા માટે લિપ સર્જરી કરાવી અને તસવીરથી સ્પષ્ટ પણ થાય છે કે કૅટે જે કર્યું સારૂં જ કર્યું.

પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટાએ પણ પોતાના સૌંદર્યમાં વધારોવ કરવા માટે કૉસ્મેટિક સર્જરીનો સહારો લીધો હતો.

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન

સુષ્મિતા સેને આકર્ષક અને હૉટ લુક પ્રાપ્ત કરવા માટે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવ્યાં છે.

શ્રીદેવી

શ્રીદેવી

કહે છે કે શ્રીદેવી એવાં પ્રથમ બૉલીવુડ અભિનેત્રી હતાં કે જેમણે પોતાના નાકની સર્જરી કરાવી હતી. શ્રીદેવીથી પ્રેરાઈને જ અન્ય અભિનેત્રીઓએ નૉઇઝ સર્જરીનો સહારો લીધો. તેથી સુંદર નાક ધરાવતી અભિનેત્રીઓનો શ્રેય શ્રીદેવીને આપી શકાય છે. આપ શું કહો છો?

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂરે પણ નાકની સર્જરી કરાવી તેને પોતાના ચહેરાને અનુકૂળ બનાવી અને તેઓ બૉલીવુડના સૌંદર્ય ક્ષેત્રે અગ્ર હરોળે આવી ગયાં.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરાને પોતાનું નાક ચહેરાને અનુરૂપ નહોતુ લાગતું. તેથી તેમણે સર્જરી કરાવી નાકને ચહેરાને અનુકૂળ કરી. સાચે જ જમણી તસવીરની નાક પ્રિયંકાના ચહેરાને મૅચ નથી કરતી. ડાબી તસવીરની પ્રિયંકાનું નાક બરાબર લાગે છે.

રાખી સાવંત

રાખી સાવંત

બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ બાદ રાખી સાવંત કેવાં લાગે છે? આપને અનુભવાય છે કોઈ ફેર?

પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડેએ પણ બિગ બૉસ માટે બ્રેસ્ટ એન્હાન્સમેન્ટ કરાવ્યુ હતું.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ બાદ મલ્લિકા શેરાવત સાચે જ પોતાને સેક્સ બૉમ્બ તરીકે સ્થાપિત કરવામાં સફળ રહ્યાં છે.

કોએના મિત્રા

કોએના મિત્રા

નાકની સર્જરી દ્વારા સૌંદર્ય પામવાની બાબતમાં કોએના મિત્રાનો પણ સમાવેશ થાય છે.

કંગના રાણાવત

કંગના રાણાવત

કૅટરીના કૈફની જેમ કંગના રાણાવતે પણ હોઠની સર્જરી કરાવી પોતાના સૌંદર્યમાં વધારો કર્યો.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

મલ્લિકા, પૂનમની જેમ બિપાશા બાસુએ પણ પોતાની જાતને સુંદર અને હૉટ બતાવવા માટે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવ્યુ હતું.

ફરી જુઓ પ્રિયંકા

ફરી જુઓ પ્રિયંકા

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરાને પોતાનું નાક ચહેરાને અનુરૂપ નહોતુ લાગતું. તેથી તેમણે સર્જરી કરાવી નાકને ચહેરાને અનુકૂળ કરી. સાચે જ જમણી તસવીરની નાક પ્રિયંકાના ચહેરાને મૅચ નથી કરતી. ડાબી તસવીરની પ્રિયંકાનું નાક બરાબર લાગે છે.

English summary
Anushka Sharma spotted with fuller lips on Koffee With Karan.Anushka Sharma, the next guest on popular chat show Koffee With Karan, was seen turning red when Karan Johar mentioned Virat Kohli's name.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.