Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ખુશખુશાલ છે હમશકલ્સ : ક્રિટિક્સના મોઢે દર્શકોનો તમાચો

મુંબઈ, 27 જૂન : ભલે ક્રિટિક્સે સાજિદ ખાનની ફિલ્મ હમશકલ્સને બોગસ અને બકવાસ ઠેરવી દીધી હોય, પણ ઑડિયંસે ફિલ્મને ગળે લગાડી લીધી છે અને તેથી જ ફિલ્મની આખી સ્ટારકાસ્ટ બહુ ખુશ છે. ફિલ્મના નિર્માતાએ ઑડિયંસના ભરપૂર પ્રતિસાદથી પ્રેરાઈ હમશકલ્સની સક્સેસ પાર્ટી આપી અને ફિલ્મના તમામ કલાકારોને અભિનંદન પાઠવ્યાં તથા ઑડિયંસનો આભાર વ્યક્ત કર્યો.

હમશકલ્સના નિર્માતા વાસુ ભાગનાનીએ સાજિદ ખાન દિગ્દર્શિત હમશકલ્સ અંગે જણાવ્યું કે આ ફિલ્મ વિશે ખોટુ પ્રચાર કરાયું. આમ છતાં બૉક્સ ઑફિસ ઉપર ફિલ્મે પોતાને સાબિત કરી છે. આપને જણાવી દઇએ કે સૈફ અલી ખાન, રીતેશ દેશમુખ, રામ કપૂર, બિપાશા બાસુ, એશા ગુપ્તા અને તમન્ના ભાટિયા અભિનીત હમશકલ્સ ફિલ્મને મિશ્ર પ્રત્યાઘાત મળ્યાં છે. જોકે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર આ ફિલ્મને બકવાસ ગણાવાઈ, પરંતુ વાસુ ભાગનાનીએ 20મી જૂને રિલીઝ થયા બાદ ચાર જ દિસમાં 76 કરોડ રુપિયાના બિઝનેસનો દાવો કર્યો છે અને આ વાતથી તેઓ બેહદ ખુશ પણ છે.

(જરૂર વાંચો : હમસફર પાસે ટાઇમ નથી હમશકલ્સ જોવાનો)

વાસુ ભાગનાનીએ જણાવ્યું - બહુ બહુ આભાર. કેટલાક લોકોએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ફિલ્મને બેકાર કહી, પણ દર્શકોએ સાબિત કરી આપ્યું કે ફિલ્મ સારી છે. ફિલ્મ આલોચકો દ્વારા ફિલ્મને બેહતર પ્રક્રિયા ન મળવા અંગે તેમણે કહ્યું - ટીકાકારો અંગે અમે કંઈ ન કહી શકીએ, કારણ કે અમારે ઇન્ડસ્ટ્રીમાં જ રહેવું છે. આ તેમનો વ્યક્તિગત અભિગમ છે. અમે ફિલ્મ દર્શકો માટે બનાવીએ છીએ અને સારા પરિણામથી બહુ ખુશ છીએ.

ચાલો જોઇએ હમશકલ્સની સક્સેસ પાર્ટીની તસવીરો અને જાણીએ વધુ વિગતો :

હમશકલ્સની કમાણી

હમશકલ્સની કમાણી

હમશકલ્સના નિર્માતા વાસુ ભાગનાનીએ દાવો કર્યો કે ફિલ્મની કમાણી ચાર દિવસમાં 76 કરોડ રુપિયા રહી છે.

ઑડિયંસે કહ્યું - હિટ છે હમશકલ્સ

ઑડિયંસે કહ્યું - હિટ છે હમશકલ્સ

ભાગનાનીએ જણાવ્યું - બહુ બહુ આભાર. કેટલાક લોકોએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ફિલ્મને બેકાર કહી, પણ દર્શકોએ સાબિત કરી આપ્યું કે ફિલ્મ સારી છે.

ક્રિટિક્સે વખોડી હમશકલ્સ

ક્રિટિક્સે વખોડી હમશકલ્સ

ભલે ક્રિટિક્સે સાજિદ ખાનની ફિલ્મ હમશકલ્સને બોગસ અને બકવાસ ઠેરવી દીધી હોય, પણ ઑડિયંસે ફિલ્મને ગળે લગાડી લીધી છે અને તેથી જ ફિલ્મની આખી સ્ટારકાસ્ટ બહુ ખુશ છે.

સૈફ-તમન્ના-બિપાશા ગાયબ

સૈફ-તમન્ના-બિપાશા ગાયબ

વાસુ ભાગનાની દ્વારા અપાયેલ સક્સેસ પાર્ટીમાં સૈફ અલી ખાન, તમન્ના ભાટિયા અને બિપાશા બાસુ હાજર ન રહ્યાં.

મિશ્ર પ્રતિસાદ

મિશ્ર પ્રતિસાદ

સૈફ અલી ખાન, રીતેશ દેશમુખ, રામ કપૂર, બિપાશા બાસુ, એશા ગુપ્તા અને તમન્ના ભાટિયા અભિનીત હમશકલ્સ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યાંછે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X