For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑસ્કાર માટે રાઇટ ચૉઇસ છે બર્ફી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 સપ્ટેમ્બર : એક બાજુ દેશની અડધા લોકો ઑસ્કારમાં બર્ફીના નૉમિનેશન બાદ ખુશી ઉજવી રહ્યાં છે તો અડધા લોકો આ વિવાદમાં પડી ગયા છે કે શું બર્ફી ઑસ્કારમાં જવા લાયક છે ખરી?

Ranbir In Barfi

સૌ પોત-પોતાના કયાસો લગાવી રહ્યાં છે કે રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરાની બર્ફી ઉપરાંત બીજી કી ફિલ્મ ઑસ્કાર માટે મોકલી શકાઈ હોત. પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે શું ઑસ્કાર માટેના ફિલ્મોના પસંદીગકારો પોતે એ અંગે પુનર્વિચાર કરી રહ્યાં છે કે બર્ફીની પસંદગી કરી તેમણે કોઈ ખોટો નિર્ણય કર્યો છે?

અમે લોકોને આ અંગે વાત કરી અને જાણવાની કોશિશ કરી કે બર્ફીના ઘણાં સીન્સ કૉપી હોવાની વાત સાંભળી તેમને લાગે છે કે બર્ફીને ઑસ્કારમાં મોકલવાનો નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય? અને જો અયોગ્ય હોય, તો પછી તેમના હિસાબે આ વર્ષની કઈ ફિલ્મ ઑસ્કાર માટે બહેતર હતી? અમારા આ સવાલો પર જુઓ લોકોના શું જવાબ મળ્યા-

રાહુલ કે જે એક સબ એડિટર છે. તેમનું કહેવું છે કે બર્ફી જ ઑસ્કાર માટે યોગ્ય પસંદગી છે. આ ઉપરાંત આ વર્ષે બીજી કોઈ ફિલ્મ એવી નથી બની, જેને ઑસ્કાર માટે મોકલી શકાય. રાહુલનું એમ પણ કહેવું છે કે બર્ફી ઉપરાંત જો કોઈ બીજી ફિલ્મને ઑસ્કાર માટે મોકલવા અંગે વિચારી શકાય, તો તે છે અનુરાગ બાસુની ગેંગ્સ ઑફ વાસેપુર.

ઘણાં વખતથી મીડિયા સાથે જોડાયેલાં આકાંક્ષાનું માનવું છે કે જે લોકો એમ કહી રહ્યાં છે કે બર્ફી કૉપી છે, તેઓ પૂર્ણત્વે ખોટા છે. કારણ કે આ બધા સીન્સ ફિલ્મની સ્ક્રિપ્ટનો ભાગ જ નથી, પણ આ બધા સીન્સ મર્ફી ઉર્ફે બર્ફીના જૉલી કેરેક્ટરનો ભાગ છે. રણબીર કપૂરે ચાર્લી ચેપલિનની કૉપી નથી કરી. ફિલ્મના પાત્ર મર્ફી કે જે એક બાળકોની જેમ વર્તે છે તેણે ચાર્લી ચેપલિનની જેમ કૉમેડી કરવાની કોશિશ કરી છે.

ઈશ્વર આશિષનું માનવું છે કે આ વર્ષે ઑસ્કારને યોગ્ય કોઈ ફિલ્મ જ બની નથી. આ ઉપરાંત બીજા પણ ઘણાં બધા લોકો સાથે અમે વાત કરી અને અમને જવાબમાં ઘણી ફિલ્મોના નામો મળ્યાં જેમ કે ગેંગ્સ ઑફ વાસેપુર, હીરોઇન અને વિકી ડૉનર. પરંતુ જો બધા જવાબોનો સરવાળો કરીએ તો સૌથી વધુ વોટ લોકોએ બર્ફીને જ આપ્યાં છે.

લોકોની વાત જવા જઇએ અને માત્ર ઑસ્કરની સિલેક્શન પ્રક્રિયાની વાત કરીએ તો શું ઑસ્કારે જે લોકોને ફિલ્મોની પસંદગી કરવાની આટલી મોટી જવાબદારી સોંપી છે, શું તેમના બર્ફીને ઑસ્કારમાં મોકલવાના આ નિર્ણય ઉપર સવાલ ઊભો કરવો યોગ્ય છે?

અમને લાગે છે કે અનુરાગ બાસુ બર્ફીને ઑસ્કારમાં મોકલવાનો ફેંસલો યોગ્ય છે કે નથી, આ મુદ્દે બહેસ કરવા કરતાં બહેતર છે કે આપમે બધા મળીને બર્ફી માટે ઑસ્કાર જીતવાની પ્રાર્થના કરીએ અને સાથે જ સિક્કાના એક પાસાને જ ન જોતાં બીજુ પાસું પણ જોઇએ. બર્ફીને બીજાઓની નજરે જોવાનું બંધ કરીએ અને પોતાની નજરે જોઈએ. અમને આશા છે કે તમને પણ આ ફિલ્મ ઑસ્કાર માટે રાઇટ ચૉઇસ જ લાગશે.

English summary
Barfi starring Ranbir Kapoor, Priyanka Chopra have won the hearts of audience and made its entry to Oscars. But like before, this year's selection of the Bollywood movie has arose a lot of questions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X