For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

100 કરોડની કમાણી કરશે 'ભાગ મિલ્ખા ભાગ'!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 15 જુલાઇ: મિલ્ખા સિંહના જીવન પર આધારિત ફરહાન અખ્તર અભિનીત ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ' બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. સપ્તાહના અંતે ફિલ્મની કમાણી 30 કરોડ રૂપિયા સુધી પહોંચી જવાની આશા છે. બીજી તરફ સમીક્ષકો દ્વારા ફિલ્મ મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. મલ્ટિમીડિયા કમ્બાઇન્સના રાજેશ થડાનીએ કહ્યું હતું કે 'ભાગ મિલ્ખા ભાગ' મલ્ટીપ્લેક્સમાં સારું પ્રદર્શન કરી રહી છે. શુક્રવારે અને શનિવારે ફિલ્મે 18 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અઠવાડિયાના અંતે તેને 30 કરોડની કમાણી કરે તેવી સંભાવના છે.

બીજી તરફ સમીક્ષકોએ રાકેશ ઓમ પ્રકાશ મેહરા નિર્દેશિત આ ફિલ્મ પર મિશ્ર પ્રતિક્રિયા આપી છે. કેટલાક સમીક્ષકો ફિલ્મની કહાની અને ફરહાન અખ્તરના અભિનયની પ્રશંસા કરી છે, તો બીજી તરફ કેટલાકે ફિલ્મ લાંબી હોવાની ટીકા કરી છે. પરંતુ એવું લાગે છે કે સમીક્ષકોની રેટિંગે દર્શકોના નિર્ણયને પ્રભાવિત કર્યો નથી.

મુક્તા આર્ટ્સના સંજય ઘાઇએ કહ્યું હતું કે 'ભાગ મિલ્ખા ભાગ'' દિલ્હીમાં સારો વ્યવસાય કરી રહી છે. તેને બે દિવસમાં 5 કરોડની કમાણી કરી છે, જે ખૂબ સારી કહેવાય. ફિલ્મનું પહેલાંથી જ બુકિંગ થઇ રહ્યું છે.

ફિલ્મની પટકથા પ્રસૂન જોશીએ લખી છે. આ ફિલ્મે રિલિઝના પ્રથમ દિવસે જ 8.5 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. રાજસ્થાનમાં યશરાજ જય પિક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના સુનીલ ભંસલે કહ્યું હતું કે ફિલ્મ 100 કરોડની કમાણી કરી શકે છે.

English summary
The verdict on Bhaag Milkha Bhaag is out and the film has come out to be a runaway success.the film shows signs of entering the Rs. 100 crore club.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X