BOLLY IN BRIEF : શૈલેંદ્રની ગુપ્તા ક્લિનિકમાં સૌરભ, વરુણ આપશે બૅચલર પાર્ટી!
મુંબઈ, 14 જૂન : ફિલ્મ નિર્માતા શૈલેંદ્ર સિંહ ગુપ્તા ક્લિનિક ફિલ્મ સાથે દિગ્દર્શક તરીકે શરુઆત કરી રહ્યાં છે. આ ફિલ્મમાં સૌરભ શુક્લા મુખ્ય અભિનેતા હશે. ફિલ્મમાં સૌરભનું પાત્ર શૈલેંદ્રથી પ્રેરિત છે. શૈલેંદ્રના મિત્રવર્તુળમાં સૌ સારી રીતે જાણે છે કે તેઓ ફિલ્મ બિરાદરી તથા તેની બહારના પોતાના મિત્રોની પણ સલાહ લે છે.
શૈલેંદ્રે જણાવ્યું - હું આ વાતને ફગાવી નથી રહ્યો કે હું મિત્રોની મદદ કરનાર માણસ તરીકે ઓળખાઉં. આ માત્ર સલાહ કે ભૌતિક સંબંધ નથી. તાજેતરમાં જ એક સર્વેમાં જણાવાયું કે દેશના 47 ટકા યુવાન યુગલો પોતાના સાથી સાથે સમય પસાર કરવાની અપેક્ષાએ ટીવી જોવા કે નેટ સર્ફિંગમાં વધુ સમય વિતાવે છે. આ ખોટી પ્રથા છે. તેથી તેની તપાસની જરૂર છે કે આવું કેમ? હું વિચારુ છું કે સૌરભનું પાત્ર મારી ચિંતાઓને શૅર કરે છે.
તેમણે જણાવ્યું - જ્યારે મેં માહિતી આપી કે હું એવી વ્યક્તિ વિશે ફિલ્મ બનાવવા જઈ રહ્યો છું કે જે શારીરિક સંબંધો વિશે બતાવે છે, તો સૌ ઉછલી પડ્યાં, તેમને લાગ્યું કે હું નાના શહેરોના સેક્સ કૉમેડી ક્લિનિકો અંગે વાત કરી રહ્યો છું, પણ મારી ફિલ્મ ગુપ્તા ક્લિનિક યૌન વિશે નથી. હું ફિલ્મ માટે યૂ/એ પ્રમાણ પત્ર પામવાનું લક્ષ્ય બનાવી રહ્યો છું.
ચાલો તસવીરો સાથે જોઇએ Bolly In Brief :

ગુપ્તા ક્લિનિક
ફિલ્મ નિર્માતા શૈલેંદ્ર સિંહ હવે દિગ્દર્શક બનવા જઈ રહ્યાં છે. તેઓ દિગ્દર્શક તરીકે ગુપ્તા ક્લિનિક નામની ફિલ્મ બનાવવાના છે કે જેમાં લીડ રોલ સૌરભ શુક્લા કરશે.

વરુણ આપશે બૅચલર પાર્ટી
વરુણ ધવન આગામી 20મી જૂનની રાતે બૅચલર પાર્ટી આપશે. તેઓ કહે છે - 20મી જૂનની રાત્રે અમે એમટીવી સાથે એક મોટુ આયોજન કર્યું છે. હું એક બૅચલર પાર્ટી આપી રહ્યો છું કે જેમાં હું હાજર રહીશ અને સૌની સાથે ડાન્સ કરીશ. વરુણની આ બૅચલર પાર્ટી તેમની આગામી ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાના પ્રમોશનના એક ભાગરૂપે હશે.

આયટમ સૉંગ નહીં કરૂ
વિદ્યા બાલને બૉબી જાસૂસ ફિલ્મના પ્રમોશનલ ઇવેંટ દરમિયાન જણાવ્યું કે હું હવે ક્યારેય આયટમ સૉંગ નહીં કરું, કારણ કે મને તે રુચતુ નથી. વિદ્યા 2012માં આવેલી ફિલ્મ ફેરારી કી સવારીમાં આયટમ સૉંગ કરી ચુક્યાં છે.

તેલુગુ અભિનેત્રીનું નિધન
તેલુગુ સિનેમાના જાણીતા અભિનેત્રી તેલંગાણા શકુંતલાનું શનિવારે હૈદરાબાદ ખાતે નિધન થઈ ગયું. 1981માં તેલુગુ ફિલ્મ માં ભૂમિ દ્વારા અભિનયની શરુઆત કરનાર તેલંગાણાએ 74 ફિલ્મોમાં કામ કર્યુ હતું.

સન્નીની હાજરીથી ફાયદો
હેટ સ્ટોરી 2ના દિગ્દર્શક વિશાલ પંડ્યા કહે છે કે હેટ સ્ટોરી 2માં સન્ની લિયોનનું આયટમ સૉંગ પિંક લિપ્સ ફિલ્મ માટે ફાયદાકારક સાબિત થશે.

લવ સ્ટોરી ટુ હેટ સ્ટોરી
ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે જણાવ્યું કે પ્રીતિ ઝિંટા અને નેસ વાડિયાના રોમાંસનો દુર્ભાગ્યપૂર્ણ અંત આવ્યો છે. બંનેનો 2005માં શરૂ થયો હતો અને 2009માં બંને અળગા થઈ ગયા હતાં.

યશરાજ સ્ટુડિયોમાં આયુષ્માન
આયુષ્માન ખુરાના તાજેતરમાં જ યશરાજ સ્ટુડિયો પહોંચી ગયાં. આયુષ્માન સ્ટુડિયોની કૅંટીનમાં ચાની મજા માણતા કૅમેરે ઝડપાયાં. તેઓ યશરાજની આગામી ફિલ્મમાં કામ કરી રહ્યાં છે કે જેમાં તેમના હીરોઇન સોનમ કપૂર હશે.

સફળતા માતા-પિતાને સમર્પિત
નવોદિત અભિનેતા ટાઇગર શ્રૉફની પહેલી ફિલ્મ હીરોપંતીએ પ્રથમ વીકેન્ડમાં 21 કરોડની કમાણી કરી છે. ટાઇગરે પોતાની સફળતા પોતાના પિતા જૅકી શ્રૉફ તથા માતા આયેશાને સમર્પિત કરી છે.

કેબીસીનું શૂટિંગ જુલાઈથી
પોતાની પ્રથમ ટીવી સીરિયલ યુદ્ધના શૂટિંગમાં વ્યસ્ત અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિની આઠમી સીઝન એટલે કે કેબીસી 8નું શૂટિંગ જુલાઈમાં શરૂ કરશે.

રિવૉલ્યુશન 2020માં રાજકુમાર રાવ
રાજકુમાર રાવ ચેતન ભગતની નવલકથા પર આધારિત વધુ એક ફિલ્મ રિવૉલ્યુશન 2020નો ભાગ હશે. રાજકુમાર અગાઉ ચેતનની ધ 3 મિસ્ટેક્સ ઑફ માય લાઇફ નવલકથા પર આધારિત કાઇ પો છેનો ભાગ રહી ચુક્યાં છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
